________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૪૮૧ એ અશુદ્ધ દ્રવ્ય એટલે કે હજી અશુદ્ધ પરિણતિ છે અને શુદ્ધ પણ છે. શુદ્ધ પણ છે મધ્યમની અને અશુદ્ધતા પણ સાથે છે. એવા અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાડયા, ઓલામાં શું હતું? એક સ્વભાવનો એક ભાવ પ્રગટ કર્યો છે એમ હતું. જેણે અચલિત અખંડ એક સ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો એ ઉત્કૃષ્ટ (ભાવ). અને મધ્યમમાં? આહાહાહાહા ! અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી તે દ્રવ્યને અશુદ્ધ કેમ કીધું? દ્રવ્ય તો અશુદ્ધ છે નહીં. પણ એની પર્યાય છે અશુદ્ધ હજી એને, શુદ્ધતા થોડી છે અને અશુદ્ધતા પણ છે, એથી અશુદ્ધ દ્રવ્ય, બીજાને કારણે નહીં, પણ એ પોતાને કારણે દ્રવ્ય અંશે મલિન છે, નિર્મળ પણ સાથે છે. આહાહા ! આવી વાત છે.
ઓહો ! પ્રભુનો મારગ છે શૂરાનો... ત્યાં મધ્યસ્થ જીવોનું કામ છે. આગ્રહી-પકડનારનું આંહી કામ નથી, બાપુ આંહી. આહાહા ! તેવા જીવને, જુદા જુદા એક એક ભાવસ્વરૂપ, જોયું? શુદ્ધતાનો અંશ છે એની હારે અશુદ્ધ પણ છે. આહાહાહા ! બીજે સમયે પણ શુદ્ધનો અંશ કંઈક વધ્યો, છતાં અશુદ્ધનો અંશ ઘટયો પણ અશુદ્ધતા સાથે છે, એવા જુદા જુદા અનેક ભાવને દેખાડનાર હોવાથી. આહાહા ! છે? જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો એક એક ભાવસ્વરૂપ અનેક ભાવ. આહાહા ! જે અંદર પહેલે સમયમાં જે શુદ્ધતાનો અંશ છે ને અશુદ્ધતા છે એને ઠેકાણે બીજે સમયે શુદ્ધતાનો અંશ વધે ને અશુદ્ધતા ઘટે, એમ એક એક ભાવ ભિન્ન ભિન્ન જે છે. આહાહા ! એક એક ભાવસ્વરૂપ અનેક ભાવ દેખાડ્યા છે. એવો વ્યવહારનય વિચિત્ર અનેક વર્ણમાળા સમાન હોવાથી, સોનાને જેમ આંચ દેતાં, ભિન્ન ભિન્ન વર્ણ રગ દેખાય ને! સોનાનાં રગ દેખાય, એમાંના અનેક પ્રકારની અશુદ્ધતા અને શુદ્ધતાના અંશો અનેક પ્રકારે દેખાય છે. એ શુદ્ધતાનો અંશ છે એ પણ વ્યવહારનયનો વિષય છે. આહા! પર્યાય છે ને! સમજાણું કાંઈ? આહાહા ! ગજબ વાતું છે!!
તેથી અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી એટલે, કહેનાર હોવાથી એટલે? અશુદ્ધ દ્રવ્યની દશા હોવાથી. ઓલામાં એમ આવ્યું તું ને, અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી ભાઈ ! માથે એમ આવ્યું'તું. કહેનારનો અર્થ તે કહેવું છે ક્યાં? અશુદ્ધ, દ્રવ્ય પૂરણ હોવાથી એમ આંહી અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી, એટલે અશુદ્ધ દ્રવ્યની અવસ્થા હોવાથી. દ્રવ્યમાં નિર્મળતા પણ પ્રગટી છે અને કંઈક મલિનતા પણ સાથે છે. આહાહાહા ! એવો વ્યવહારનય ! આ તો એમ કહે છે કે ચોથે, પાંચમે, છક્કે તો વ્યવહાર જ છે. અરે ભગવાન પણ વ્યવહાર, નિશ્ચય વિના, વ્યવહાર હોય નહીં. (શ્રોતા બે ય એક હારે જ હોય છે!) આહાહા ! એ લોકોને વ્યવહારથી લાભ થાય એ સિદ્ધ કરવું છે ને, એટલે આનો અર્થ એ લઈ જાય છે, બાપુ! એમ નથી ભાઈ.
પહેલો, અગિયાર ગાથામાં ભૂતાર્થ છે તે જ શુદ્ધનય છે એમ કીધું. પછી વળી એમ કીધું કે ભૂતાર્થનો આશ્રય કરે એ જ સમ્યગ્દર્શન, એમ કરીને ભેદ પાડયો, પણ એ આશ્રય કરે ત્યારે તેને સમ્યગ્દર્શન થાય, ત્યાંથી તો શરૂઆત કરી. હવે એ તો નિશ્ચયનો વિષય એને જાણ્યો, હવે એની પર્યાયમાં કાંઈ અપૂર્ણતા-અશુદ્ધતા છે કે નહીં? જેમ દ્રવ્ય આમ શુદ્ધ જ છે એમ પર્યાય પણ શુદ્ધ થઈ ગઈ છે? કે ના. એને પણ હજી કાંઈક શુદ્ધતા છે ને કાંઈક અશુદ્ધતા છે. એને વ્યવહારનય કહેવામાં આવે છે. આવો મારગ બાપા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com