________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४७८
સમયસાર સિદ્ધિ ભાગ-૧ બધુંય જાણે!) પણ કહ્યું ને એકસો તેંતાલીસમાં બતાવ્યુંને.... વિશ્વના સાક્ષીપણાને લીધે નિશ્ચય-વ્યવહા૨નયને જાણે છે હવે નિશ્ચય વ્યવહારનયને જાણે છે એટલે નિશ્ચય વ્યવહારનય છે ત્યાં એમ નહીં. પણ... જેમ બીજાને જાણે છે એમ નિશ્ચય-વ્યવહા૨ને પણ જાણે છે. ભાઈ ! આહાહાહા ! આવી વાતું છે બાપા ! વીતરાગ મારગ ! આહાહા !
આંહી શુદ્ઘનયને કહેનાર હોવાથી છે ને ? એટલે એ લોકો લે છે કે શુદ્ધદ્રવ્યને કહેના૨ હોવાથી જે સાધે છે એને એ શુદ્ધદ્રવ્યની નય છે સાતમે, આઠમે, આદિ એને શુદ્ઘનય એમ કે ધ્યાનમાં જ્યારે હોય ત્યારે...
એવો શુદ્ઘનય જ જાણેલો પ્રયોજનવાન છે. આહાહાહા ! એનો અર્થ એ કે નયપણું ત્યાં છૂટી ગયું છે હવે. અને તેથી એમ પણ લઈ લીધું કે શુદ્ઘનયની પૂર્ણતા કેવળજ્ઞાન થયે થાય છે. આવ્યું 'ને ઈ ? આસવમાં. બે ઠેકાણે આવ્યુંને બેય બાજુએ છે. આ પાનું આ બાજુ. આહાહા ! ભાઈ ! કઈ અપેક્ષા છે ભાઈ, એવું જાણવું જોઈએ. એમ ખેંચાતાણ ક૨ે બાપુ એમ ન હાલે. પ્રભુનો મારગ એ અનેકાંતિક જે છે એને એ રીતે જાણવો જોઈએ. આહાહા !
અહીંયાં તો કહે છે કે સોળ વલું સોનું જેને પૂર્ણ થઈ ગયું એને હવે તેર ચૌદ વલું હોતું નથી. એમ જેને પૂર્ણસ્વભાવ શુદ્ઘનયનો પૂર્ણ ભાવ પ્રગટ થઈ ગયો, એને હવે કોઈ સ્વનો આશ્રય લેવો એવું રહેતું નથી. માટે શુદ્ઘનય જાણેલો પ્રયોજનવાન છે, એમ કહેવામાં આવે છે. હસમુખભાઈ ! આ તમારા વેપા૨ બેપા૨થી આ જાત જ જુદી ન્યાં કાંઈ સાંભળવા મળે એવું નથી ત્યાં એકલા કરોડો રૂપિયાને આવા રૂપિયાને ધૂળને એમ વાતું બહુ કરે છે માણસ. આહાહા!
આ મહાપ્રભુ ! અનંત અનંત લક્ષ્મીનો ભંડાર ભગવાન છે. આહાહા ! એનો આશ્રય ક૨વો એનો અર્થ શુદ્ઘનયનો આશ્રય કર્યો, અને એના આશ્રયે એને શુદ્ધનય અંશે પ્રગટી. અને પૂરણ શુદ્ધનય કેવળજ્ઞાને પ્રગટી. આહા ! એટલે કે હવે એને આશ્રય કરવાનો રહ્યો નહીં. આહાહા!
વચલી દશાવાળાને મધ્યમદશા કીધી. અનુત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ નહીં એટલે મધ્યમ. જે દશાને આસવમાં જઘન્યદશા કીધી. ભાઈ ! એ દશાને આંહી મધ્યમ કીધી. એ જઘન્ય કેમ લીધું ? કે કેવળજ્ઞાન જ્યાં સુધી થયું નથી ત્યાં સુધી જઘન્યભાવે પરિણમે છે, તો એને હજી રાગાદિભાવ છે તેથી તેને બંધ છે. બિલકુલ બંધ નથી એમ જે કહ્યું હતું, જ્ઞાનીને બંધ જ નથી. એમ જે કહ્યું હતું એ અપેક્ષાથી કહ્યું હતું. પણ જ્યાં સુધી જઘન્યભાવે પરિણમે છે ત્યાં સુધી પણ અંદર હજી રાગનો ભાગ છે એટલે બંધન છે. પૂરણ કેવળજ્ઞાન થયે જઘન્યભાવ એટલે મધ્યમભાવ છૂટી ગયો અને પૂર્ણ ભાવ થઈ ગયો એને તો કાંઈ જરીયે બંધન છે નહીં. એ તો નિરાસ્રવી છે.
આરે ! આવું બધું યાદ કેટલું રાખવું ? દેવીલાલજી ! એય ગોવિંદરામજી ! ૫૨મસત્ય છે પ્રભુ ! શું કરીએ ? ( શ્રોતાઃ એ મુદ્દાની વાત આવી ગઈ. છદ્મસ્થને આશ્રય છે. કેવળીને આશ્રય નહીં, માત્ર જાણે !) જાણે બસ ! બસ! એ જાણે કેવળીપ્રભુ! જેમ બધુંય જાણે છે એમ શ્રુતજ્ઞાનનો અવયવભૂત નિશ્ચય ને વ્યવહાર તેને તે જાણે છે, એમ આવ્યું ને, એકસો તેંતાલીસ. નિશ્ચય ને વ્યવહાર બેય જાણે છે એમ કીધું ત્યાં. આંહી શુદ્ઘનયને જાણે છે એમ કહ્યું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com