________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૨
૪૭૭ ભગવાન ! શું કરે છે પ્રભુ તું શું કરે છે ભાઈ? આહાહા ! ભગવાન છે ઈ યે ય તે! આહાહા ! દશામાં ભૂલ થાય છે ભાઈ ! આહાહાહા !
શુદ્ધનય નીચે ન હોય ને એકલો વ્યવહાર જ હોય તો ઈ વ્યવહાર, નિશ્ચય વિના વ્યવહાર હોઈ શકે જ નહીં. નિશ્ચય સ્વ શુદ્ધ ત્રિકાળી ભૂતાર્થ વસ્તુ છે એનો આશ્રય થઈ ગયો છે સમ્યગ્દર્શન થતાં જ, એનો આશ્રય શુદ્ધનયનો એ વસ્તુ ત્રિકાળ છે એને પણ શુદ્ધનય કહીએ, અને એનો આશ્રય કરનારી પર્યાયને પણ શુદ્ધનય કહીએ. આહાહાહા ! અને પ્રગટેલી દશાને પણ શુદ્ધનય કહીએ અને પૂરણ થયેલી દશાવાળાને પણ શુદ્ધનય પૂરણ થઈ ગઈ એમ કહેવામાં આવે. એય હીરાભાઈ ! આ પ્રભુનો મારગ અરે પ્રભુ તારા.... આહા ! સર્વશ રહ્યા નહીં, લોકોએ કલ્પનાથી મારગને ચૂંથી નાખ્યો, બાપુ મારગ આમ નથી ભાઈ ! આહાહા !
આંહી જઘન્ય દશા કેમ ન લીધી? અનુત્કૃષ્ટ લીધું કેમ ? તે એક સમયની દશા સમકિતમાં અસંખ્ય સમયમાં તો વધી જ ગયો છે અંદર એટલે જઘન્યદશા હવે એને રહી નથી. આહાહા ! હું! અને કેવળજ્ઞાનદશા થઈ નથી, એથી એને અનુત્કૃષ્ટ-મધ્યમદશા કહેવામાં આવે છે. મોહનલાલજી! સમજાય છે કે નહીં? આ તો મારગ બાપુ, સર્વજ્ઞ ત્રિલોકનાથ ! એ પણ દિગંબર દર્શન, આહાહાહા ! આવી વાત કયાં છે કયાં? પરમ સત્યને પ્રસિદ્ધ કરનાર છે. “આ આહાહા !
એક તો આંહીયાં કહ્યું કે મધ્યમભાવ, તો એનો અર્થ એ થયો કે સમકિતી થયાને, જઘન્યભાવ હોતો નથી. કેમકે પહેલે સમયે જઘન્ય હોય છે ને તરત જ બીજે સમયથી મધ્યમ ભાવ થઈ જાય છે. અને આહીં જઘન્ય લીધો નથી આ માધ્યમ છે એને આસવ અધિકારમાં જઘન્ય કીધો છે. ભાઈ ! “જહણ” ભાવે પરિણમન. જ્યાં સુધી ધર્મીજીવને ઉત્કૃષ્ટભાવનું પરિણમન નથી, ત્યાં સુધી જઘન્યભાવે છે એમ કહેવામાં આવ્યું છે. હજી એને ઓછું છે ને, ઓછું છે ને! આહાહા !
ઈ જઘન્યભાવ આ એક સમયનો છે ઈ નહીં. ઉત્કૃષ્ટભાવ નથી એનાથી હેઠે છે એને જઘન્યભાવ. જે આંહી મધ્યમ કહ્યો એને ત્યાં જઘન્ય કહ્યો. આહાહા ! હવે આંહી તો એમ કહેવું છે કે શુદ્ધનય કહેનાર હોવાથી છે ને? એટલે આ લોકોને વાંધા ઊઠે છે. શુદ્ધનય કહેનાર છે પણ (શુદ્ધનય) કેવળીને કયાં છે એ કાંઈ ? એમ કહે છે.
પણ... આંહી તો શુદ્ધનય કહેનાર હોવાથી એટલે શુદ્ધનયનું સ્વરૂપ વાસ્તવિક હોવાથી એમ, કહેનાર તો “બંધકથા” એવો શબ્દ આવે છે, પણ અંદર “બંધભાવ બતાવવો છે. એમ આંહી “શુદ્ધનય કહેનાર 'નો અર્થ કે શુદ્ધનય જેને હોવાથી, જેને અચલિત, પૂરણ થઈ ગયું એને એમ, અચલિત અખંડ એક સ્વભાવરૂપ એકભાવ પ્રગટ કર્યો છે. આહાહા! સર્વજ્ઞ પરમાત્માને તો અસ્મલિત એકસ્વભાવભાવ પ્રગટ થઈ ગયો છે. એવો શુદ્ધનય, જોયું? પ્રગટ થયો છે એવો શુદ્ધનય. પ્રગટ તો કેવળજ્ઞાન થઈ ગયું છે. પૂર્ણદશા ! પણ એને હવે આંહી શુદ્ધનયનો આશ્રય કરવો અટકી ગયો, એટલે કે શુદ્ધનય પ્રગટ થઈ ગઈ પૂરી એમ કહેવામાં આવે છે.
(શ્રોતા: શુદ્ધનય જાણેલો પ્રયોજનવાન થઈ ગયું.) ઈ, ઈ પણ જાણેલાનું ઈ કહે છે કે છદ્મસ્થને જાણેલો હોય, કેવળીને જાણેલો નય કયાંથી હોય એમ કહે છે. (શ્રોતાઃ કેવળી તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com