________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હોય નહીં, એમ કહે છે. ભાઈ ! એનો આંઠી ખુલાસો એમ છે કે એ શુદ્ઘનયનું પૂરણ સ્વરૂપ / શુદ્ધનય તો ભૂતાર્થને કીધી છે ત્રિકાળને અને ત્રિકાળને આશ્રયે દૃષ્ટિ થાય સમ્યગ્દર્શન અને અનુભવ સ્થિરતા એને પણ શુદ્ધનય કહેવામાં આવે છે ચૌદમી ગાથામાં. અને આંહી પણ કેવળજ્ઞાનમાં પણ... શુદ્ઘનય પૂરણ થઈ ગઈ-આશ્રય લેવો એને પણ શુદ્ઘનય જાણે છે એમ કહેવામાં આવે છે. આહાહાહાહા ! સમજાય છે કાંઈ ? રાત્રે પ્રશ્ન કરવા.
ત્રણ વાત થઈ. એક તો ઉત્કૃષ્ટ સુવર્ણનો જેને અનુભવ છે એને મધ્યમ સુવર્ણનો અનુભવ નથી, એમ જેને ઉત્કૃષ્ટ-કેવળજ્ઞાનનો અનુભવ છે એને મધ્યમ દશાનો અનુભવ નથી. કેમકે એને એકરૂપ અખંડ દશા પ્રગટ થઈ ગઈ છે, તેથી શુદ્ઘનય તેને જાણેલો પ્રયોજનવાન છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ ?
અને, આંહીયા અનુત્કૃષ્ટ શબ્દ લીધો, લીધોને ? કેમકે જઘન્ય, મધ્યમ ભાવ તો એને નથી. પણ... સમ્યગ્દષ્ટિ જીવને હજી બા૨માં સુધી મધ્યમ ભાવ છે. પૂરણ થઈ ગયો તેમે ત્યારે હવે મધ્યમ ભાવ રહ્યો નથી, ઉત્કૃષ્ટભાવની દશા થઈ ગઈ. એને શુદ્ધનય જાણેલો પ્રયોજનવાન એમ કીધું. એને શુદ્ધનય ત્યાં જ હોય છે અને શુદ્ઘનય નીચે નથી હોતો, એમ નથી. શુદ્ઘનય તો ચોથેથી લાગુ પડે છે.
ત્રિકાળી ભૂતાર્થ જ્ઞાયક સર્વજ્ઞસ્વરૂપી પ્રભુ ! આમ સર્વજ્ઞ સ્વરૂપી સર્વજ્ઞ સ્વભાવી જે ધ્રુવ વસ્તુ એનો આશ્રય લીધો, ત્યાં પહેલે સમયે જે દર્શન પ્રગટયું- -જ્ઞાન પ્રગટયું એ જઘન્યભાવે કહેવામાં આવે અને એ એક સમય રહેતું નથી પછી તુરત જ બીજે સમયે, ત્રીજે સમયે, ચોથે સમયે એની દશા વધી જ જાય છે. સમજાણું કાંઈ ? હા, જરી ઝીણી વાત છે. આ તો ઓલા લોકો જેમ માળા વિરોધ કરતા જાય છે ને એમ આ વધારે... સ્પષ્ટીકરણ થતું જાય છે.
એક તો એમ કહે છે કે શુદ્ધનય જાણેલો ન્યાં કીધું તો એને નય નથીને જાણેલો માટે ખોટી વાત છે, એને નય નથી. નય તો શુદ્ધનય કોને હોય ? સાતમે, આઠમે, નવમે એને શુદ્ઘનય હોય કેવળીને શુદ્ઘનય ન હોય. ચોથે પાંચમે છઠ્ઠ શુદ્ઘનય ન હોય, ચોથે પાંચમે છઠ્ઠ વ્યવહાર હોય કેવળીને શુદ્ઘનય ન હોય, વચલી દશાને શુદ્ઘનય હોય, એમ નથી. આહાહા !
શુદ્ધનયની શરૂઆત તો ભૂતાર્થનો આશ્રય થયો, સમ્યગ્દર્શનની દશા, જેને ધ્રુવ... શાયકભાવ આમ એકલો જ્ઞાનભાવ બીજી ભાષાએ કહીએ તો, સર્વજ્ઞ સ્વભાવભાવ, સર્વજ્ઞ સ્વભાવભાવ, ધ્રુવભાવ, શાયકભાવ એમ સર્વ... શ સ્વભાવ. આહા ! એમાં જ્યાં દૃષ્ટિ પડી, ત્યા૨થી પહેલે સમયે એનું વેદન ઉત્પન્ન થઈ ગયું, પણ ઈ પહેલો સમય રહેતું નથી, તરત જ બીજે સમયે... ત્રીજે સમયે એનું મધ્યમ વેદન (થઈ જાય છે) એ મધ્યમ વેદન કયાં સુધી હોય ? કે, ઉત્કૃષ્ટકેવળીને ન હોય ત્યાં સુધી દશાને મધ્યમ હોય, કેવળ થાય ત્યાં સુધી તો મધ્યમવાળાને શુદ્ઘનયનો આશ્રય છે. હજી પૂરણ વસ્તુનો આશ્રય છે, એ આશ્રય કેવળીને છૂટી ગયો એટલે કેવળી શુદ્ધનયને જાણે છે તેમ કહેવામાં આવ્યું છે.
આહા.... ! ધીમે ધીમે સમજવું આ વિષય પહેલો જ શરૂઆત થાય છે. આવું સ્પષ્ટીકરણ આ પહેલું આ વિરોધ બહુ આવ્યો ને. એ કહે શુદ્ઘનય ચોથે-પાંચમે–છક્કે તો ‘ વ્યવહાર દેશિદા ’ પણ આવ્યું 'ને આમાં ! વ્યવહા૨નો ઉપદેશ કરવો, કોને ? ચોથા પાંચમા છઠ્ઠાને ! આહાહા ! અરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com