________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૨
૪૭૫ લેવા જેવો હતો એ આશ્રય ત્યાં છે નહીં, એટલે ત્યાં શુદ્ધનય પૂરણ થઈ એમ. સમજાણું કાંઈ આમાં? આહાહા ! આવા ભંગ પડે ઘણાં, આ વાંધા ઊઠાવ્યા છે આ બારમીમાં. શુદ્ધનય એને કયાં છે કેવળીને એમ કહે માટે શુદ્ધનય જાણેલો, જાણેલો તમે કહો છો તે શુદ્ધનય એને જાણવું છે?
હા! એને શુદ્ધનય જાણવો છે. સમજાણું કાંઈ? એકસો તેતાલીસ ગાથામાં કહ્યું ને મૂળપાઠમાં પછી, શ્રુતકેવળી હારે મેળવ્યું છે ને? ત્યાં ય શુદ્ધનય જાણે છે એટલું. એકસો તેંતાલીસ છે ને? એકસો તેતાલીસ ગાથા. કર્તા કર્મની ને? છેલ્લી. એકસો તેતાલીસ, હોં ! જુઓ ! એ એકસો તેતાલીસ ગાથા. જેવી રીતે કેવળી ભગવાન, વિશ્વના સાક્ષીપણાને લીધે, એક બોલ ! છે? બીજો બોલ ! હવે બીજા બોલ ઉપર વજન છે આંહી. શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચયનય પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે (છે). છે?
કહે છે? કેવળી, વ્યવહારનય ને નિશ્ચયનયના પક્ષો તેમના સ્વરૂપને “જ' કેવળ જાણે-એટલે શુદ્ધનય જાણે છે એનો અર્થ એ કે એને શુદ્ધનયનો વિષય પૂરણ થઈ ગયો એટલે હવે જાણવાનું જ રહ્યું બસ એમ.
ધીમેથી સમજવું બાપુ! આ ગાથા તો મોટી તકરારી છે ને?
શું કીધું? કેવળી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે, શ્રુતજ્ઞાનનો અવયવ-શ્રુતજ્ઞાન એ પ્રમાણ છે અને નિશ્ચય ને વ્યવહારનય એનો અવયવ છે, ભાગ છે. તેથી અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચયના પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે. કો હવે નય કયાં છે ત્યાં? પણ.. જાણે છે એનો અર્થ જ એ કે જાણવું રહી ગયું એકલું એમ. આહાહા ! સમજાણું કાંઈ? છે? કેવળી પણ નિશ્ચય-વ્યવહારનયને જાણે છે. કેવળી પણ વ્યવહારનય ને નિશ્ચયનય એના સ્વરૂપને જાણે છે એમ કહ્યું.
હવે, ત્યાં કાંઈ નિશ્ચય-વ્યવહાર નય છે નહીં. એથી એને જાણે છે જ્ઞાનમાં જાણે છે, જેમ હતું તેમ જાણ્યું એનું નામ વ્યવહાર ને નિશ્ચયને જાણનારો કહ્યો. અરે! એક વાત! અહીંયા કહ્યું કે શુદ્ધનય કેવળજ્ઞાન થયે થાય છે. આસવમાં કહ્યુંને? અને આંહી કહ્યું, આપણે આ ચાલતા અધિકારમાં, શું કીધું આંહી જુઓ અનુત્કૃષ્ટ ભાવ તેનો અનુભવ કેવળીને હોતો નથી. તેથી શુદ્ધદ્રવ્યને કહેનાર એવો શુદ્ધનય જ. છે? એ શુદ્ધનય જ, સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા સુવર્ણપણાના સમાન હોવાથી–સોળવલા સમાન હોવાથી જાણેલો પ્રયોજનવાન. શુદ્ધનય જ જાણેલો પ્રયોજનવાન છે.
હવે આંહી તકરાર કરે છે. એને શુદ્ધનય કયાં છે કે જાણેલો પ્રયોજનવાન છે?
અરે ભાઈ ! જાણવાનું એને બધું આવ્યું એમાં જાણવાનું જાણ્યું એણે બસ એટલું. અહીં તો એ જ કહ્યું-શુદ્ધનયને જાણેલો પ્રયોજનવાન છે એમ કીધું. નય એને હોતી નથી, પણ જાણનાર છે એમ કીધું એને બસ એટલું. શુદ્ધનયને પણ જાણનાર છે. આહાહા ! સમજાય છે કાંઈ ?
આમાં તકરાર શું છે? કે એ બારમી ગાથામાં જે વ્યવહાર કહ્યો. એ તો ચોથ, પાંચમે, છક્કે સુધીનો વ્યવહાર અને પછી શુદ્ધનય કીધી એ તો સાતમા પછી શુદ્ધનય અને કેવળીને શુદ્ધનય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com