________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૨
४७३ આ તો આમાં બહુ વિરોધ આવ્યો છે તેથી વધારે સ્પષ્ટ થાય. પરંપરાથી પકાવવામાં આવતા અશુદ્ધ સુવર્ણ સમાન જેમ સુવર્ણ અશુદ્ધ હોય, એમ આ હુજી અનુષ્ટ મધ્યમભાવ, જઘન્યભાવ ન લીધો, કેમકે જઘન્યભાવ તો પહેલે સમયે હોય છે. શું કીધું ઈ? શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકસ્વરૂપ છે, એવી જે દૃષ્ટિ ને અનુભવ થયો, એનાં પહેલા સમયનું વેતન તો જઘન્ય કહેવાય. પણ એ તો આગળ વધી જ જાય, તરત જ તેને બીજ સમય આદિ અસંખ્ય સમયની વૃદ્ધિ તેને હોય જ છે. સમજાણું કાંઈ ?
ઘણાં પ્રકાર આવશે, ધીમેથી સાંભળજો.
મધ્યમભાવ, તેનો અનુભવ નથી હોતો. જઘન્ય તો સમકિત થયા પછી પણ, જઘન્ય અનુભવ તો એને ય નથી. સમજાણું કાંઈ ? અને આને ઉત્કૃષ્ટ અનુભવ નથી હોતો, કેમકે સમ્યગ્દર્શન થયા પછી પણ જ્યાં સુધી કેવળજ્ઞાનની દશા ન થાય, ત્યાં સુધી મધ્યમ દશાનો અનુભવ છે. વાત સમજાય છે?
એટલે કહ્યું કે અનુત્કૃષ્ટ એટલે ઉત્કૃષ્ટ નહીં. જે પહેલું કહ્યું, કે ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે કેવળી. એને આ ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ મધ્યમ અનુભવવાળાને નથી. સમજાય છે કાંઈ ? આહાહા! અને અહીંથી જઘન્ય તો એ છે જ નહીં. એ જઘન્ય પહેલા સમયનો ગણ્યો છે, અને આસવમાં જે જઘન્યભાવ ગણ્યો છે મૂળપાઠમાં. ભાઈ ! જહણભાવે ! એ જઘન્યભાવ, ઉત્કૃષ્ટભાવની નીચે ભાવ છે એ બધાને જઘન્યભાવ ગયો છે.
શું કહ્યું? આંહીયા જે જઘન્ય ભાવ છે, એ તો સમ્યગ્દર્શન અનુભવ થવાનો પહેલો સમય છે તેને જઘન્યભાવ કહે અને પછીના ભાવને મધ્યમભાવ કહે, ઉત્કૃષ્ટનો અભાવ ને જઘન્ય તો ગ્યો. સમજાણું કાંઈ ? એને મધ્યમ ભાવનો અનુભવ હોવાથી તે ભાવનો અનુભવ નથી. કોને? કેવળીને, અશુદ્ધ સુવર્ણસમાન જે અનુત્કૃષ્ટ ભાવ તેનો અનુભવ હોતો નથી, કોને? કેવળીને.
જે પુરુષો છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન સોળ, શું કીધું? સોળ. (શ્રોતા: સોળ વલા સમાન) સોળ શું કીધું? (શ્રોતાઃ વલું ) સોળ વલું ભૂલી જાય તમારી ભાષા! સોળ-વલું
જ્યાં સુવર્ણ થઈ ગયું અને પછી મધ્યમ ને અશુદ્ધ સુવર્ણની જે મધ્યમ દશા, એ એને હોતી નથી. એને તેર વલું ને ચૌદ વલું હોતું નથી.
એમ જેને સર્વજ્ઞ પૂર્ણદશા થઈ, એને જઘન્ય તો નથી. એ સમકિતીને ય જઘન્ય નથી. જઘન્ય તો પહેલે સમયે થઈ ગયું અને સર્વજ્ઞ ન થાય ત્યાં સુધીની દશાને ઉત્કૃષ્ટ દશા નથી તેને તે અનુત્કૃષ્ટ દશાને મધ્યમદશા કહે છે. એ મધ્યમ દશાનો અનુભવ કેવળીને હોતો નથી. સમજાણું કાંઈ?
આમાં મોટી તકરાર છે એટલે જરી હમણાં આવ્યું છે, કે શુદ્ધનયને જાણેલો પ્રયોજનવાન કેવળીને છે. એને કે દિ’ શુદ્ધનય હતો? કે તમે એને (જાણેલો પ્રયોજનવાન કહો છો?) શુદ્ધનય તો સાતમાથી શુદ્ધનય થાય અને ચોથ, પાંચમે, છઠ્ઠ સુધી વ્યવહાર હોય છે.
કેવળીને શુદ્ધનય જાણવાનું તમે કહો તો એને નય છે કયાં? એમ કહે છે એ ( લોકો) એમ કહે છે, સાંભળો ધીરે થી સાંભળો. બધું સમજવા જેવી ઝીણી વાત છે. જેમ જેમ વિરોધ આવે છે તેમ તેમ સ્પષ્ટીકરણ (થાય છે.) ઈ એમ કહે છે હમણાં લખાણ છે મોતીચંદ ! પલટનનો છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com