________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એમ જ કહેને શું થાય. આહાહા ! આંહી તો પ્રભુ! બારમી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યનો આશય એ છે કે તેનો ખુલાસો ટીકાકાર-અમૃતચંદ્રાચાર્યે ખુલાસો કરી નાખ્યો છે. કે ભઈ ! વવહારદસિદાનો અર્થ શું? કે તે કાળે રાગની મંદતા સાધકજીવને વર્તે છે, તેને જાણવો તે પ્રયોજનવાન છે, એમ વવહારદેસિડાનો અર્થ એ છે, આહાહા ! આવશે ટીકા, આ તો શબ્દાર્થમાં, (સ્પષ્ટીકરણ થોડું થયું).
પ્રમાણ વચન ગુરુદેવ.
પ્રવચન નં. ૪૬ ગાથા - ૧૨ તા. ૨૯-૭-૭૮ શનિવાર, અષાઢ વદ-૧૦ સં. ૨૫૦૪
સમયસાર, બારમી ગાથા.
“જે પુરુષો છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે. જેમ સોનું સો ટકા ને સોળ વલું થાય, એમ શુદ્ધ સુવર્ણ સમાન વસ્તુના ઉત્કૃષ્ટ ભાવને આત્માના ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે. ધ્યાન રાખો એય, હિંમતભાઈ ! કયાં નજર જાય છે તમારી આંહી શું કહેવાય છે? આમાં ઘણું બધું ગયું, ઘણું વયું ગયું ઘણું.
ઉત્કૃષ્ટ કેમ કહ્યો? કે સુવર્ણ જેમ સોળ વલું સોનું પૂરણ હોય, એમ જેની પૂરણ દશા પ્રગટ થઈ ગઈ કેવળીને. છે? તેમને ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે. સર્વજ્ઞ પરમાત્મા / ઘણો આમાં ફેરફાર છે. આ ગાથાના અર્થમાં આના અર્થે ય ઊંધા કરે છે ઘણાંય, ઘણી જાતના એટલે આમાં ફેર છે જરી.
જે પુરુષો છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન, એ તો દષ્ટાંત છે. શુદ્ધ સુવર્ણ સમાન વસ્તુના ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે. એટલે કે છેલ્લી દશા-કેવળજ્ઞાનને પ્રાપ્ત છે, “તેમને તો પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પાચ્યમાન' પ્રથમ, સમ્યગ્દર્શન થતાં પહેલી પર્યાયનો જે અનુભવ, ઈ એને નથી હવે. તેમ વચલી દશાનો અનુભવ પણ કેવળજ્ઞાનીને નથી. ધ્યાન રાખજો.
તેમને પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પકાવવામાં આવતા અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ મધ્યમ,’ અનુષ્ટ કેમ કહ્યું? કે સમ્યગ્દર્શન થતાં પહેલે સમયે જઘન્ય અનુભવ હોય છે, બીજે સમયે એનાથી વધ્યો, મધ્યમ થઈ ગયો, તે કેવળજ્ઞાન ન થાય, તે પહેલાના આ બાજુના સમય સુધી એને મધ્યમ કહેવામાં આવે છે.
શું કીધું ઈ ? સમ્યગ્દર્શન થાય, શુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ, આંહીયા તો એ સર્વજ્ઞ સ્વરૂપી જ પ્રભુ ધ્રુવ છે. જ્ઞાયક કહો કે સર્વજ્ઞસ્વભાવી આમ નિત્ય ધ્રુવ એની જ્યાં દષ્ટિ થઈ, એનો સ્વીકાર ને સત્કાર થયો તો પહેલા સમયનો જે અનુભવ, એને જઘન્ય કહે છે. પણ તે તરત જ એને બીજે સમયે, ત્રીજે સમયે અનુભવ હોય જ છે. સમજાણું કાંઈ ? સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકભાવ, સર્વજ્ઞ સ્વભાવી વસ્તુ એવી દષ્ટિ થતાં પહેલા સમયનો જે અનુભવ એ અસંખ્ય સમય રહે છે તેથી તેને બીજા ત્રીજા આદિ મધ્યમ અનુભવ તેને થઈ જાય છે. જઘન્ય ઓળંગીને.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com