________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४७०
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પણ ઘણો મોટો લેખ લખે છે કો’ક. મોતીચંદ કરીને કોક છે ન્યાંનો પલટનનો. છે કોઈ ! (શ્રોતા: ઈ તો નિમિત્તને જ માને છે) છે ને બારીસ્ટર છે. તે દિ' એ વિરોધ કર્યો તો પલટન ગયા ત્યારે, વ્યાખ્યાન સાંભળ્યા પછી (કહે) વ્યવહારથી આમ...
અરે પ્રભુ! ભાઈ સાંભળ બાપા! વ્યવહાર એને કહીએ કે જેને સ્વ ચૈતન્ય પ્રભુ એનો આશ્રય લઈને જેને નિશ્ચય સત્ય દર્શન જ્ઞાન ચારિત્ર થયું છે એ જીવને પૂરણદશા નથી, માટે ત્યાં વ્યવહાર રાગની મંદતાનો આવ્યા વિના રહેતો નથી. એ રાગની મંદતાને જાણવું એ વ્યવહારદેશિતા: નો અર્થ છે એ એને જાણવો એ પ્રયોજનવાન છે, એ વ્યવહાર દેખાડવાનું પ્રયોજન આ છે. આહાહા !
અરે! કયાં જગત સલવાઈ ગયું છે કે, સલવાણું. હજી તો શાસ્ત્રના અર્થ કરવામાં ઊંધાઈ. અંતર તો દૃષ્ટિ છે નહીં. આહાહા ! આ કહેઃ “વવહારદેસિદા” વ્યવહાર દેખાડવો પાછો અર્થ એવો છે ને જુઓ. દેસિદા એટલે ઉપદેશ કરવા યોગ્ય એમ, પણ એની વ્યાખ્યા?
જે ધર્મીને અંતર સ્વભાવને આશ્રયે ધર્મ પ્રગટયો છે, સત્ય દર્શન જ્ઞાન ચારિત્ર થયા છે, પણ જેની દશા પૂરણ થઈ નથી, તેથી તેને, તે કાળે રાગની મંદતાનો સહુચરરૂપી વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. એને જાણેલો... નિશ્ચય છે તે આદરણીય છે અને વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે, જાણવાલાયક છે.
નિશ્ચય આદરણીય છે ને વ્યવહારેય આદરણીય છે, તો તો બે ભાગ પડયા કેમ? આહા... હા! બે નય અને બે નો વિષય કેમ થયો? જો બેય આદરણીય હોય તો બેય વિષય ભિન્ન હોવા જોઈએ. સમજાણું કાંઈ? આહા ! એનો અર્થ ઈ થયો કે એક નિશ્ચય જે સ્વભાવનો આશ્રય છે તે સ્વભાવ છે તે આશ્રય આદરવાલાયક છે. અને જેટલો રાગની મંદતાનો ભાવ, પૂરણ વીતરાગ થયો નથી, એથી આવ્યા વિના રહેતો નથી. પણ તે કાળે તેણે તેને જાણવું કે આ છે બસ એટલું, આદરણીય છે ને એનાથી લાભ છે એ પ્રશ્ન અહીં છે જ નહીં, આહા! સમજાણું કાંઈ?
આહાહા! હવે ગાથાના અર્થ કરવામાં ય મોટી ભૂલ, હવે એમાં જાવું કયાં? આહાહા! આવા અર્થ કરે નેઓલા બિચારા સાધારણ માણસ હાલો વ્રત લ્યો ને પડિમા લઈ લ્યો. પણ તારા પડિમા-ફડિમા એકડા વિનાના મીંડાં છે. સમ્યગ્દર્શન જ નથી (પહેલું) જ્યાં ત્યાં પડિમા કયાંથી આવી ગઈ? મહાવ્રત લઈ લ્યો ડરશો નહીં, એમ એક જણ કહેતો” તો વળી. શું કે આ? બહારમાં લઈ લેવું પણ બહારમાં લેવું એ તો અનંતવાર લીધું છે, નવમી નૈવેયકે ગયો અનંતવાર, અત્યારે તો એવા મહાવ્રત કયાં હતા? એથી તો ઊંચા ભાવ ત્યારે હતા, અત્યારે તો કયાં? આ તો એને માટે કરેલા ચોકાને આહાર ત્યે છે બધા. નિર્દોષ મળવું મુશ્કેલ છે. ઓલા ચોકા કરે ને આ લ્ય, વ્યવહારેય નથી અત્યારે તો.
(શ્રોતાઃ) રાતના વખતમાં ઊંઘ કેટલા કલાક આવતી હશે?
(ઉત્તર) પણ એ તો એક્કોર રહ્યો. મુનિને ઊંઘ જ પોણી સેકન્ડની અંદર હોય, આ તો છ-છ સાત કલાક સૂવે, તો દ્રવ્યલિંગનું ય ઠેકાણું નથી, ભાવ તો છે જ કયાં? નિશ્ચય સમકિતને ઈ વ્યક્તિને માટે નથી પ્રભુ હોં! ઈ તો બિચારાં વસ્તુની સ્થિતિ આ છે. વ્યક્તિની વાત નથી એની જવાબદારી તો એને છે ને, (આ ઈ) એ ભગવાન છે ભાઈ ! ભૂલ્યો છે પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com