________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સ્વાધ્યાય(મંદિર)માં આવ્યા 'તા. કપુરભાઈનો દિકરો નટુ હતો, ઈ પહેલો જુઓ ! આ બારમી ગાથામાં, સ્થાનકવાસી હતો. સ્થાનકવાસીને બારમી ગાથા ને આ સમયસાર છે કયાં? છતાં, સૌ આધાર આનો ભે! શ્વેતાંબરમાં પણ આધાર ત્યે છે, દિગંબરમાં પણ એકાંત પક્ષવાળા છે એ આનો આધાર ત્યે! જુઓ વ્યવહાર, વ્યવહારનો ઉપદેશ કરવો... વ્યવહારનો ઉપદેશ કરવો, કોને? કે જે નીચલી દશામાં, કેવળજ્ઞાન નથી થયું એવા જીવોને વ્યવહારનો જ ઉપદેશ કરવો.
એમ નથી... જરી, અર્થ ફેર મોટો છે. ધીરેથી સમજવું જોઈશે. જેને અંતરના અનુભવમાં પૂરણ દશા થઈ ગઈ, એને તો શુદ્ધનો ઉપદેશ કરનાર શુદ્ધનય, એટલે તો પૂરણ દશા થઈ ગઈ એટલે જાણવા યોગ્ય (પૂર્ણ) થઈ ગયું બસ. એને હવે કાંઈ આદરવા લાયક કે શુદ્ધનય આશ્રય કરવા લાયક છે એવું રહ્યું નહીં.
વળી જે જીવો અપરમભાવે એટલે કે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને પહોંચી શકયા નથી, અને સાધક અવસ્થામાં જ સ્થિત છે તેની પર્યાયમાં અપૂર્ણ શુદ્ધ છે, રાગાદિ છે. તેથી, વ્યવહાર દ્વારા એટલે કે તે કાળે તે જાણવા લાયક છે. વ્યવહારનો ઉપદેશ કરવા માટે તે કાળે તે જાણવા લાયક છે. એ ટીકામાં આવશે. આ તો શબ્દોની પદની રચનામાં “વવહારÈસિદા ” શબ્દ આવી ગયો છે. પણ એનો ભાવ તો તે જ્યાં સુધી પૂરણ કેવળ થયું નથી એને સ્વદ્રવ્યના આશ્રયે દર્શનશાન-ચારિત્ર થયાં છે પણ પર્યાયમાં હજી અપૂર્ણ શુદ્ધ ને અશુદ્ધતા છે, તેને તે જાણવી એ પ્રયોજનવાન છે. તેને તે પ્રકારે ત્યાં જાણવું તે બરાબર છે. સમજાણું કાંઈ?
મોટા આ ગાથામાં વાંધા અગિયારમીમાં 'યે વાંધા, દરેકમાં વાંધા છે. આ પ્રશ્ન કર્યો તો દિલ્હીમાં, શાહુજીએ પંડિત લોકો એને ભણાવે ને આ... જુઓ ! વ્યવહારનો ઉપદેશ કીધો છે નીચલી દશાવાળાને ચોથ, પાંચમે, છઠ્ઠાવાળાને વ્યવહાર જ કરવો. વ્યવહારનો જ ઉપદેશ કરવો. કેવળ પામી જાય એને પછી નહીં એમ કીધું છે ને? કીધું ! પણ એમ એનો અર્થ નથી. આહાહાહા ! એનો અર્થ ટીકામાં જુઓ કીધું આવશે. ટીકામાં આવે છે જુઓ. આ “વવહારદસિદા' નો અર્થ ટીકામાં આવે છે પાછળ. છેલ્લે છે. “ જાણેલો તે કાળે પ્રયોજનવાન છે” ટીકામાં પહેલા પેરેગ્રાફમાં છેલ્લી ચોથી લીટી, જુઓ, પહેલા પેરેગ્રાફની છેલ્લી ચોથી લીટી. “જાણેલો તે કાળે પ્રયોજનવાન છે” સંસ્કૃત ટીકા છે.
વ્યવહારનો ઉપદેશ કરવો એમ નથી. એ તો ભાષા છે. પણ તે કાળે વ્યવહાર રાગ આદિની મંદતા હોય તેટલો તે કાળે / જે સમયે શુદ્ધનો આશ્રય લીધો છે, દર્શન જ્ઞાન ચારિત્ર થયાં છે, છતાં પૂરણ નથી. તેથી રાગની મંદતાને શુદ્ધતાની અપૂર્ણતા હોય છે.
એને તે તે સમયે, જેટલી શુદ્ધતાની અપૂર્ણતા ને અશુદ્ધતાનો ભાવ, તે સમયે તેને જાણવો પ્રયોજનવાન, બીજે સમયે શુદ્ધિ વધે અશુદ્ધતા ઘટે તે સમયે તે જાણેલો પ્રયોજનવાન, ત્રીજે સમયે શુદ્ધિ વધે, અશુદ્ધિ ઘટે તો તે સમયે તે જાણેલો પ્રયોજનવાન. ઝીણી વાત છે બાપુ! આ તો.... આહાહા!
અગિયાર ને બારમાં મોટા ગોટા ઊઠે છે, અગિયારમી (ગાથામાં) જે નિશ્ચય કહ્યો, એ નિશ્ચયનો આશ્રય થયો. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર થયાં, પણ પૂરણ થયું નથી. એને વર્તમાન પર્યાયમાં શુદ્ધતા થોડી અને અશુદ્ધતા બેય વર્તે છે, એને જાણવું એ પ્રયોજનવાન છે. આદરવું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com