________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૪૬૭ | સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. કથંચિત નિષેધ એટલે? કે સ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ નિષેધ કરવાલાયક છે પણ વસ્તુ તરીકે નથી એમ નહીં. આહાહા ! મુનિઓને પણ, સાચા સંતને પણ, વ્યવહાર વચમાં આવે છે. દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ આદિ, એથી નથી આવતો, એમ નિષેધ કરવા જેવું નથી. તેમ આવે છે માટે લાભદાયક છે, એમ નથી. આહાહા !
આમાં કેટલું શીખવું આમાં? આહાહા ! (શ્રોતાઃ થોડા શબ્દો શીખવાના.) આ તો બહુ થોડા શબ્દોમાં આવે છે. સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી, એટલે? કથંચિત્ નિષેધ, એટલે? નિશ્ચયની અપેક્ષાએ વ્યવહાર નિષેધ કરવા લાયક છે. પણ વ્યવહાર, વ્યવહાર તરીકે ત્યાં આવે છે તો હોય છે એટલું, પણ તે જાણેલો પ્રયોજનવાન છે, પણ ગાથાનાં અર્થમાં એવું આવશે એટલે લોકો બધાય મૂંઝાઈ ગયા, શાહુજીએ પ્રશ્ન કર્યો તો દિલ્હી. આ ગાથા આવશે એની.
ગાથા-૧૨ सुद्धो सुद्धादेसो णादव्वो परमभावदरिसीहिं। ववहारदेसिदा पुण जे दु अपरमे विदा भावे।।१२।। દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે;
અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે.૧૨ આ વ્યવહારનો ઉપદેશ છે ને, એનાં કેટલાંય અર્થો અત્યારે હાલે છે. હમણાં એક મોટો લેખ ઓલામાં લખ્યો છે. દક્ષિણ દેશમાંથી કો'ક છે. જુઓ! વ્યવહારનો ઉપદેશ કરવો, વ્યવહારનો ઉપદેશ કરવો ! “મપુરમે gિવા ભાવે” એટલે જ્યાં સુધી ચોથ, પાંચમે, છઠે છે ત્યાં સુધી એને વ્યવહારનો ઉપદેશ કરવો... એમ મોટી વ્યાખ્યા કરી છે કો’કે વળી. આહાહા ! એમ નથી. આ બીજી રીત છે એમ કહેવાની જુઓ.
ગાથાર્થ:- જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા. પૂર્ણ જ્ઞાન ચારિત્રવાન થઈ ગયા એટલે નિર્વિકલ્પમાં પડયા, નિર્વિકલ્પ દશા થઈ ગઈ અથવા પૂર્ણ દશા થઈ, શુદ્ધનય સુધી પહોંચી કેવળજ્ઞાન થાય ત્યારે શુદ્ધનયથી પૂરણ થઈ જવાના, એ આસ્રવ અધિકારમાં છે. કેવળજ્ઞાન થાય ત્યારે શુદ્ધનય પૂરણ થઈ, નહિંતર તો શુદ્ધનય તો ધ્રુવનો આશ્રય લે છે. પણ આશ્રય લેવાનું બંધ થયું જ્યારે, ત્યારે શુદ્ધનય પૂરણ થઈ એમ કહેવામાં આવે છે. આહાહાહા! બહુ ફેર છે.
જે શુદ્ધનય સુધી પહોંચી, જે શુદ્ધનય સુધી પહોંચી એટલે સર્વજ્ઞ થયા અને બીજી અપેક્ષાએ નિર્વિકલ્પ ધ્યાનમાં ગયા અને શ્રદ્ધાવાન થયા (તથા) પૂર્ણ જ્ઞાન–ચારિત્રવંત થઈ ગયા તેમને તો શુદ્ધનો ઉપદેશ કરનાર શુદ્ધનય જાણવા યોગ્ય છે. એને હવે શુદ્ધનય જાણવા યોગ્ય છે એમ કહે છે. જાણવા યોગ્ય એટલે એને શુદ્ધનયનો વિષય રહ્યો નહીં હવે. પૂરણ અખંડ આનંદ થઈ ગયો. આહાહા !
આ મોટી તકરાર (આ) ગાથામાં સ્થાનકવાસીમાંથી પહેલી તકરાર આવી 'તી. ઓલો દરિયાપરી નથી? ઓલો નટુ નટુ દરિયાપરી, ઘણાં વખત પહેલાં દરિયાપરી નહિ? વઢવાણ નટુના બાપનું નામ શું? હેં? કપુરભાઈ, કપૂરભાઈ ચોરાણુમાં આંહી આવ્યા 'તા પહેલાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com