________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૨
४७१ ભગવાન છે. એ ભૂલમાં એને દુઃખ થશે, એની એને ખબર નથી આહાહા ! વ્યવહાર કરતાં નિશ્ચય થશે, એવી માન્યતા તો મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ છે એ મહાસંસાર છે.
આંહી તો મુનિને જે પંચમહાવ્રતનો વિકલ્પ ઊઠે, એને પણ જગપંથ ને સંસાર કહે. આહાહાહાહા ! તો વ્યવહારની ક્રિયા કરતાં-કરતાં નિશ્ચય થાય, એ તો મોટો જગપંથ મિથ્યાત્વ છે. આહાહા !મિથ્યાત્વ એ જગપંથ છે અને મિથ્યાત્વ ગયા પછી રાગ રહે એ પણ જગપંથ છે. (શ્રોતાઃ રાગનું ફળ જ ભવ છે.) આહાહા ! તો પછી હુજી શુભ કરીએ, શુભ કરતાં કરતાં આગળ જવાશે શુદ્ધ થાશે. એ પહેલું પગથિયું છે, અશુભ ટાળીને શુભ(માં) આવવું પછી શુભ ટાળવો એ પગથિયું છે એમ અજ્ઞાનીઓ-મિથ્યાષ્ટિઓ માને છે. આહાહા !
એ તો સમ્યગ્દર્શન થયા પછી-અનુભવ થયા પછી એને પહેલો અશુભ ટાળે ને શુભમાં આવે ને પછી શુભ ટાળીને શુદ્ધમાં આવે એમ વાત છે. પણ હજી આંહી ઠેકાણાં ન મળે, વ્યવહાર શ્રદ્ધાના ઠેકાણાં ન મળે ને અશુભ પહેલાં ટળે ને પછી શુભ આવે. એને તો બધું અશુભ જ છે એને તો! મિથ્યાત્વ છે એ જ મોટો અશુભ છે! આહાહા ! આકરી વાતું બહુ.
એ શબ્દાર્થમાં આવો ભાવ છે. વ્યવહારદસિદા કીધુંને? અર્થાત્ એનો અર્થ એ થયો કે વ્યવહાર દેખાડયો છે. બસ ! તે કાળે પૂરણ ચારિત્ર નથી અને અપૂર્ણ ચારિત્રમાં છે, દર્શનશાન થયાં, પણ ચારિત્ર પૂરણ થયું નથી એવા સાધક જીવને, છે ને ? સાધક અવસ્થામાં જ સિદ્ધ થઈ ગયા-કેવળી થઈ ગયા અને કાંઈ નહીં, મિથ્યાષ્ટિને કાંઈ નહીં.
શું કીધું? સર્વજ્ઞ થયા એનું આંહી કામ નથી, તેમ મિથ્યાષ્ટિ છે એનું ય આંહી કામ નથી. આ તો સાધક અવસ્થામાં આહાહા ! જેણે આ આત્મા આનંદ સ્વરૂપનું સાધન કર્યું છે, અંતરને આશ્રયે જેને દર્શન જ્ઞાન ચારિત્ર અંશે પ્રગટ્યાં છે. પણ સાધક અવસ્થા છે ત્યાં બાધક અવસ્થા હુજી ઊભી છે, સાધક ત્યાં સુધી કહીએ એને કે બાધક અવસ્થા છે. એ બાધક અવસ્થા છે તેને વ્યવહાર કહીને જાણેલો પ્રયોજનવાન કીધો છે. આહાહા! અરેરે! શું થાય ! ભગવાનના વિરહ પડ્યા, ત્રિલોકનાથ આંહી રહ્યા નહીં, કેવળજ્ઞાનની ઉત્પત્તિ રહી નહીં, અવધિ-મન:પર્યયથી કંઈક પ્રત્યક્ષ જણાય એવી ચીજેય રહી નહીં. આહાહા ! અને બધા ગોટા ઊઠયા.
એટલે કહે છે. શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શકયા એમ, મૂળ તો ચારિત્રની પૂર્ણ દશાને પામ્યા નથી અને જ્ઞાનની પૂર્ણ દશાને પામ્યા નથી એમ. પણ શ્રદ્ધા તો શ્રદ્ધા થઈ છે. સમજાણું? અને શ્રદ્ધા પણ પરમ અવગાઢ એ થઈ નથી, કેવળજ્ઞાન પૂર્ણ થયું નથી, ચારિત્ર યથાખ્યાત થયું નથી, એવા પૂર્ણભાવને નથી પહોંચી શકયા, સાધક વર્તમાન સાધક અવસ્થામાં વર્તે છે એટલે કે બાધક અવસ્થાનો તો નાશ કર્યો છે મિથ્યાત્વનો, પણ બીજી બાધક અવસ્થા રાગની હુજી બાકી છે. આહાહા ! સમજાણું કાંઈ?
સાધક થયો છે સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે તેના આશ્રયે સમ્યગ્દર્શન જ્ઞાન થયું છે, સાધક છે, એને પૂર્ણ દશા નથી, એવી અવસ્થામાં, વ્યવહાર દ્વારા એટલે વ્યવહાર તેને જાણેલો પ્રયોજનવાન છે. એને વ્યવહાર આવે છે, એથી જાણેલો પ્રયોજનવાન છે. આહાહા! હવે આવા બધા અર્થ કરવા, એ લોકો એમ કહે કે માળા સોનગઢિયા એ અર્થ ફેરવે છે, બધી ખબર છે ને! (શ્રોતા એ તો એમ જ કહે ને!)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com