________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૪૬૯ તો ત્રિકાળનો આદર છે. આહાહાહા ! સમજાણું કાંઈ? આવી વાતું છે.
આ વવહારદસિદા” ના અર્થમાં ઉંધી પ્રરૂપણા ટીકામાં અર્થ અમૃતચંદ્રાચાર્યે “વવહારસિદા' નો અર્થ શું? તો ટીકામાં કીધું કે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. “દેખાડવું ને ઉપદેશ કરવો ” એવો એનો અર્થ છે જ નહીં. આહાહા !
એમ તો બંધકથાનો પાઠ આવ્યો છે પહેલાં, આત્મામાં બંધકથા તે વિસંવાદ ઉત્પન્ન કરે છે તો (શું) બંધકથા વિસંવાદ ઉત્પન્ન કરે છે? પાઠ તો આવો છે. ભાવ બંધ છે તે સ્વરૂપ અબંધ છે. સ્વરૂપ ભગવાન એમાં આ ભાવબંધ છે તે વિસંવાદ એટલે એકમાં બીજાનું જોડાણ બગાડ થાય છે. એ જોડાણ–બંધ ભાવ. આહાહા ! એ બંધકથા એટલે બંધભાવ, વિખવાદ ઉત્પન્ન કરે છે એમ છે. બંધકથા શું વિખવાદ ઉત્પન્ન કરે છે? પાઠમાં બંધકથા છે. ત્રીજી ચોથી ગાથા, કથાનો અર્થ તો વાણીનું એનું જે વાચ્ય છે-બંધભાવ તે વિખવાદ, વિસંવાદ ઉત્પન્ન કરે છે.
એમ અહીંયાં “વવહારદસિદા વ્યવહારનો ઉપદેશ, એ તો શબ્દ છે. એનું વાચ્ય કે જે તે કાળે શુદ્ધતા ઓછી અને અશુદ્ધતા એનું જ્ઞાન કરવું, એનું નામ વ્યવહાર દેખાડ્યો, એટલે વ્યવહાર જોયો, એટલે જાણ્યો એ (જાણેલો) પ્રયોજનવાન છે. આહાહા ! કહો સમજાય છે કે નહીં છોટાભાઈ? આમાં ક્યાંય મળે એવું નથી કલકત્તામાં ક્યાંય બધેય. મોહનલાલજી કહે છે. નથી કયાંય આ, આવું છે જ નહીં, બધો ફેરફાર ઘણો થઈ ગયો ફેરફાર થઈ ગયો. એ લોકોને બિચારાને ખબર નથી ને આ વસ્તુસ્થિતિ આમ છે.
કે શુદ્ધનય જાણવાયોગ્ય છે, વળી જે જીવો અપરમભાવે એટલે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રમાં પૂર્ણ ભાવ નથી થયો-પૂરણ ભાવ થયો નથી. એને પૂર્ણ ભાવમાં પહોંચી શક્યા નથી. સાધક અવસ્થામાં છે, સ્થિત છે તેને વ્યવહાર આવે છે, એને જાણવો એ પ્રયોજનવાન છે.
વ્યવહારદેશિદા” નો અર્થ આ છે. આહાહા ! દિલ્હીમાં આ પ્રશ્ન કર્યો તો શાહુજીએ, એ લોકો બહારમાં બિચારાં બધાંએ એ પ્રશ્ન લાવ્યો હતો. સ્થાનકવાસી નટું, દેરાવાસી તો લાવે જ તે, દિગંબરોય આ ગાથા લાવે, જુઓ વ્યવહારનો ઉપદેશ કરવો. વ્યવહારનો ઉપદેશ અહીં કરવો (કીધું ) ઉપદેશની વ્યાખ્યા નથી પ્રભુ એ તો શબ્દો છે, એનું વાચ્ય તો ટીકામાં લીધું છે. તે કાળે જેટલો રાગ થાય તેટલો તેને જાણવો પ્રયોજનવાન છે. આહાહા ! સમજાણું કાંઈ ? હવે, આમાં (સમજવા) કયાં નવરા હોય છે આમાં દાકટરને ઇજેકશન દેવામાં બધા પણ આ ઈજેકશન જુદી જાતનું છે. આહાહા!
કહે છે પ્રભુ! એકવાર સાંભળ કે આત્મા જે છે વસ્તુ પ્રભુ! એ અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિયજ્ઞાનની પૂરણ મૂર્તિ છે પ્રભુ એનો જેણે આશ્રય લીધો, એનું અવલંબન લીધું એને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર થાય. એને આશ્રયથી દર્શન થાય, એને આશ્રયથી જ્ઞાન થાય, એને આશ્રયથી ચારિત્ર થાય, તે તો નિશ્ચય. પણ જેને હજી જ્ઞાન કે ચારિત્ર શ્રદ્ધાદિ હજી પૂરણ થયા નથી, કેવળજ્ઞાનની સ્થિતિ થઈ નથી–પરમ અવગાઢ સમકિત નથી, પરમ કેવળજ્ઞાન નથી, પરમ યથાખ્યાત સ્થિરતા ચારિત્ર નથી. એવા જીવને નીચલી દશામાં જે રાગની મંદતા અને શુદ્ધતાની અપૂર્ણતા દેખાય છે, તેને જાણવું એ પ્રયોજનવાન વ્યવહારથી કહ્યું છે. સમજાણું કાંઈ?
આ ઘણા તો અત્યારે આનો અર્થ એવો જ કરે છે. પંડિતો, સાધુઓ ગૃહસ્થ હોય તો તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com