________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૨
૪૬૫ (પકાવવામાં આવતા) અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવ તેનો અનુભવ નથી હોતો; તેથી, શુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે અચલિત અખંડ એકસ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધનય જ, સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા (સુવર્ણના વર્ણ) સમાન હોવાથી, જાણેલો પ્રયોજનવાન છે. પરંતુ જે પુરુષો પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે (વસ્તુનો) અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવ તેને અનુભવે છે તેમને છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો; તેથી, અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે એવો વ્યવહારનય, વિચિત્ર (અનેક) વર્ણમાળા સમાન હોવાથી, જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એ રીતે પોતપોતાના સમયમાં બન્ને નયો કાર્યકારી છે કારણ કે તીર્થ અને તીર્થનાફળની એવી જ વ્યવસ્થિતિ છે. (જેનાથી તરાય તે તીર્થ છે; એવો વ્યવહારધર્મ છે. પાર થવું તે વ્યવહારધર્મનું ફળ છે; અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થફળ છે) બીજી જગ્યાએ પણ કહ્યું છે કે
जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह।
एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्च ।। (અર્થ:- આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય-એ બન્ને નયોને ન છોડો; કારણ કે વ્યવહારનય વિના તો તીર્થ વ્યવહારમાર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્વ (વસ્તુ) નો નાશ થઈ જશે)
ભાવાર્થ- લોકમાં સોનાના સોળ વાલ પ્રસિદ્ધ છે. પંદર-વલા સુધી તેમાં ચૂરી આદિ પરસંયોગની કાલિમા રહે છે તેથી અશુદ્ધ કહેવાય છે; અને તાપ દેતાં દેતાં છેલ્લા તાપથી ઊતરે ત્યારે સોળ-વલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને સોળ-વલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધાન તથા પ્રાપ્તિ થઈ તેમને પંદર-વલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી અને જેમને સોળ-વલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદર-વલા સુધીનું પણ પ્રયોજનવાન છે. એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે તે પુગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. તેના, સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, એક જ્ઞાયકપણામાત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણરૂપ પ્રાપ્તિ એ ત્રણે જેમને થઇ ગયાં તેમને તો પુગલસંયોગ જનિત અનેકરૂપપણાંને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનવાન (કોઈ મતલબનો) નથી; પણ
જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધનયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાસિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનોનું સાંભળવું, ઘારણ કરવું તથા જિનવચનોને કહેનારા શ્રી જિનગુરુની ભક્તિ, જિનબિંબના દર્શન ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે; અને જેમને શ્રદ્ધાન-જ્ઞાન તો થયાં છે પણ સાક્ષાત્ પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય, પરદ્રવ્યનું આલંબન છોડવારૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com