________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૬૩ પીતાં પીતાં અમૃતનો ઓડકાર આવશે એવું છે ઈ તો, આહા ! લસણ ખાતા ખાતા કસ્તુરીનો ઓડકાર આવશે, એવું છે ઈ. આહાહા!
એને જાણ્યાં વિના જ્યાં સુધી જીવ / એમ કેમ કહ્યું? કે એને કરમનું જોર છે માટે આમ મગ્ન છે એમ નહીં, એ પોતાના ઊંધા પુરુષાર્થથી જ વ્યવહારમાં મગ્ન છે. સમજાણું કાંઈ ? આહાહા ! એમ કે દર્શનમોહનું જોર છે એને, માટે વ્યવહારમાં મગ્ન છે દર્શનમોહ કરમ છે એની સાથે શું કામ છે તારે ! આહાહા!
તારું પૂરણ સ્વરૂપ ભગવાન ચૈતન્ય! ચૈતન્ય ભગવાન પ્રભુ! પૂર્ણાનંદ પ્રભુ! એનો આશ્રય ન કરતાં, એનો આદર ન કરતાં, પામર જે પર્યાય ને રાગ એનો આદર કર્યો, આહાહા ! એવા વ્યવહારમાં મગ્નને સાચું સત્ય દર્શન સમકિત થતું નથી. આહાહા ! સમજાય છે કાંઈ?
અને એનાં દુઃખ ટળતાં નથી. આહાહા!ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાન નિશ્ચય એટલે શું કહ્યું? વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી એને સમકિત સાચું થતું નથી. એમ કહે છે. આહાહા! ત્યાં સુધી આત્માના જ્ઞાન ને શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમકિત આત્માનું જ્ઞાન અને આત્માની શ્રદ્ધા વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી નિશ્ચયના આત્માનું જ્ઞાન અને શ્રદ્ધાન તેને થતું નથી.
અહીં એમ આશય જાણવો. લ્યો, અગિયારમી ગાથા ઘણા દિ'હાલી કેટલા દિ' થયા? (શ્રોતા: અગિયાર) અગિયાર. આહાહા ! આ તો મૂળ ગાથા છે. જૈનદર્શનનો પ્રાણ છે. આ ગાથા. આહાહા ! સમજાણું કાંઈ?
ત્યારે અહીંયા વ્યવહારનો નિષેધ કર્યો. અને વ્યવહાર નથી એમ કહ્યું-ગૌણ કરીને તો વ્યવહાર છે કે નહીં કયાંય? કે નથી જ તો એ સાંભળ!
* * *
અધ્યાત્મ પદ્ધતિ અને અધ્યાત્મનો વ્યવહાર એટલે શું?
આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ છે તેના પરિણામમાં જે પવિત્રતા પ્રગટે તેને અહીંયા અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર કહે છે. અધ્યાત્મમાં નિશ્ચય તો દ્રવ્ય વસ્તુ છે. વસ્તુ થોડી ઝીણી છે. આખા જીવદ્રવ્યના શુદ્ધ પરિણામ તે દ્રવ્ય પરિણામ અને જ્ઞાન દર્શન ચારિત્રના ભેદવાળા | પરિણામ તે ગુણ પરિણામ. આ બંને અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર કહ્યો છે. આ વ્યવહારની તો અજ્ઞાનીને ખબર નથી. આત્માના નિર્મળ પરિણામ મોક્ષમાર્ગના થયા તેને અધ્યાત્મનો વ્યવહાર કહ્યો અને ત્રિકાળી ચીજને નિશ્ચય કહી. અરે! આ જન્મ મરણના અંત લાવવાની વાતો છે.
અધ્યાત્મનો વ્યવહાર એટલે શું? અધ્યાત્મનો નિશ્ચય એટલે?
ત્રિકાળ દ્રવ્ય વસ્તુ તે નિશ્ચય અને તેની દર્શન જ્ઞાન ચારિત્રની નિર્મળતારૂપ વીતરાગી પરિણતિ તેને અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે છે. અરે? આવી વાતો! અહીં તો વાતેવાતે ફેર. કેટલાકે તો કોઈ દિ' સાંભળ્યું પણ ન હોય. તત્ત્વથી અજાણ્યા માણસ બિચારા હો! અરે ! જનમ મરણના અંત લાવવાની વ્યવહાર પદ્ધતિનીય ખબર ન મળે! સમજાણું કાંઈ ?
(કલશાકૃત ભાગ-૨ પાના નં. ૮૬, પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો))
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com