________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહાહા ! બાકી ગામોગામ આ વ્યવહારનો ઉપદેશ, વ્યવહારનો ઉપદેશ. અને “વ્યવહારમાં
જ્યાં સુધી મગ્ન છે, ત્યાં સુધી તેને સમ્યગ્દર્શન થતું નથી... આહાહા ! ત્યાં સુધી તેને ધરમની શરૂઆત થતી નથી. વધવાની, ટકવાની ને વધવાની વાત તો પછી, આહાહા!
ધરમ ટકે અને ધરમ વધે એ તો પછી, પણ પ્રથમ જે વ્યવહારમાં મગ્ન છે, તેને નિશ્ચય સમ્યગ્દર્શન-ધર્મની શરૂઆત જ થતી નથી. આહાહાહા !
(શ્રોતાઃ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય?) વાત જ જુઠી છે તન ઈ તો. વ્યવહારની રુચિ છોડી અને ત્રિકાળની રુચિ કરે ને અનુભવ કરે, ત્યારે સમ્યગ્દર્શન થાય. આહાહા! એ સાટું, તો કહ્યું. “જ્યાં સુધી એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે” આહાહા ! એની બુદ્ધિ જ વર્તમાન પર્યાય ને રાગ ઉપર જ છે. એમાં ઈ મગ્ન છે બસ. અંદર વસ્તુ ધ્રુવ ચિદાનંદ ભગવાન છે, તેના તરફ એની નજરું નથી એનો એને આશ્રય નથી, એનું એને અવલંબન નથી. એની એને મહિમા નથી. વ્યવહારની ક્રિયા કરે તો બસ એમાં, ઓહોહો! રસ છોડ્યાને આણે આટલા રસ છોડ્યા, ને એક બાજરાનો ખાખરો જ એક ખાય છે, બીજું નહીં ને ઢીંકણું. હવે એમાં શું પણ થયું?
(શ્રોતાઃ આપ તો કહો છો ખાઈ શકે છે ને?) ખાઈ શકે છે એ વાત નથી, પણ ખાવાનો એનો ભાવ.. એટલું ખાવું છે મારે, વાત કરતો તો ઓલો જ્ઞાનસાગર, ન્યાં. કુરાવડમાં ઓછું ખાવું, ઓછું કરવું એવી ક્રિયા કરતાં કરતાં સમકિત થાશે, આહાહા ! ક્ષુલ્લક થયો એ નૈ પહેલાં આંહી આવી ગયો 'તો, છાત્ર તરીકે પાછો બોલતો'તો એમ કે મહારાજ હું તો છાત્ર છું પણ છાત્ર છો તો બોલે છે તો તું આ, તારી સાથે અમારે વાત શી રીતે કરવી? આવી ક્રિયા કરે. પરિષહ સહન કરે, ઉપસર્ગ આવે, સહન કરે એવી ક્રિયા કરે એને સમકિત થાય, પછી. અરે ! ધૂળમાંય ન થાય સાંભળને. આહાહા !
એ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી નિશ્ચય સત્યના દર્શન ને સમકિત એને થતું નથી. આહાહા ! વ્યવહારનાં વિકલ્પ ને પર્યાયની દૃષ્ટિમાં ભગવાન પૂર્ણાનંદનો નાથ તેને દેખાતો નથી. આહાહા ! વ્યવહારમાં મગ્ન છે. આ વ્યવહાર, સંસારના વ્યવહારની વાત નથી. હસમુખભાઈ ! તમારે ધંધાને એ પાપ એની વાત નથી આ. વ્યવહાર એટલે આંહી દયા દાન ભક્તિ વ્રત તપ અનશન ઉણોદરી કાયકલેશ, રસપરિત્યાગ વિનય વિનય વિનય દેવગુરુ શાસ્ત્રનો વિનય.
(શ્રોતા વિનય તો ધર્મનું મૂળ છે એમ કીધું છે.) એ વિનય કયો? એ સ્વભાવના ભાન સહિતનો, સાચા દેવ ગુરુ શાસ્ત્રનો વિનય એ વ્યવહારે ઊંચો કહેવાય છે. નિશ્ચયથી તો સ્વનો વિનય છે. પૂર્ણાનંદના નાથનો વિનય તો ત્યારે જ કહેવાય કે પૂર્ણ આનંદ સ્વરૂપ છે તેવી તેને પ્રતીતિમાં સ્વીકારમાં આવે ત્યારે તેને આત્માનો વિનય કર્યો એમ કહેવાય. અને પૂર્ણ છે તેને અપૂર્ણ ને રાગવાળો માને, આહા! ત્યાં સુધી એણે આત્માનો અવિનય ને અનાદર ને અશાતના કરી, આવી વાત છે પ્રભુ! માર્ગ શું થાય ભાઈ !
એને જાણ્યાં વિના ધ્રુવને ત્રિકાળી ને, જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે. આહાહા! અત્યારે તો એ જ ઘણાં કહે છે કે વ્યવહાર કરો, કરતાં કરતાં નિશ્ચય થશે. આહાહા ! ઝેર પીઓ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com