________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૪૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧
છે. એનાં કરતાં આકાશના પ્રદેશની સંખ્યા અનંતગુણી છે. એનાં કરતાં એક જીવના ગુણની સંખ્યા અનંતગુણી છે. આહાહા ! કેટલું ? આહાહા !
અને એ અનંતગુણની એક સમયની પર્યાય પણ આકાશના પ્રદેશથી અનંતગુણી છે. જેટલા ગુણ છે તેટલી જ પર્યાય છે. આહાહા !
આવો દરિયો મોટો પડયો છે ભગવાન ! એનો જેણે આશ્રય લીધો એનો સંસારનો અંત આવીને મોક્ષ થાય. પણ એને છોડીને એકલા વ્યવહા૨નો જ આશ્રય લ્યે, તો સંસાર ને બંધન છે. અને એનો આશ્રય લેતાં અધૂરાશ માટે વ્યવહાર આવે એનુંય ફળ સંસાર છે. આહાહા
ભવ મળે એમ. (શ્રોતાઃ કંઈક ભવ તો ઊંચો મળે ને ) ભવ એટલે ઊંચો કહેવો કોને ? ( શ્રોતાઃ તીર્થંકરનો !) તીર્થંકર પ્રકૃત્તિને પણ ઝેરનું ઝાડ કીધું છે. આકરી (વાત !) આહાહા ! એકસો અડતાલીસ પ્રકૃતિ, પાછળ સમયસારમાં આવે છે એ ઝેરના ઝાડ છે, અમૃતનું ઝાડ તો ભગવાન છે અંદર.
જેમ કેરીના ઝાડમાં અંબ પાકે, કેરી પાકે, એમ ભગવાનના ઝાડમાં તો અમૃત પાકે છે. એવું એ અમૃતઝાડ છે. અને પ્રકૃતિ જે છે એકસો અડતાલીસ એ તે ઝેરનાં ઝાડ છે. એમ કહ્યું છે. આહાહા ! વિષવૃક્ષ એમ કહ્યું છે. કળશમાં છે.
આ તો શાંતિ ને ધી૨જના કામ છે, બાપુ ! આહાહા ! એણે અનંતકાળમાં વસ્તુ જ આખી જે પૂર્ણ આનંદ ને પૂર્ણ શક્તિનો સંગ્રહાલય ધામ. એવા ધ્રુવ ધામને એણે સ્પર્શો જ નથી, ધ્રુવધામની એણે કિંમત કરી જ નથી. આહાહા ! ત્રિકાળી ધ્રુવની એને મહિમા આવી નથી. ત્રિકાળી ધ્રુવની આશ્ચર્યતા એને લાગી નથી. આહાહા !
વ્યવહા૨ની આશ્ચર્યતા ને મહિમા ને એમાં ગૂંચાઈ ગયો, સંસારના વ્યવહા૨ની આંહી વાત નથી. સંસારનો જે વ્યવહાર ધંધા વેપારાદિ એ તો એકલો પાપ. આહાહા ! આ તો જિનવાણીએ કહેલો નિશ્ચય સહિતનો વ્યવહાર પણ જેને નિશ્ચય નથી એને જે વ્યવહાર છે, આહાહા ! એને તો એકલો સંસાર ને પરિભ્રમણ છે. આહાહા!
‘શુદ્ઘનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી કીધો છે. ” એનો અર્થ કે વ્યવહા૨નો ઉપદેશ ગૌણપણે છે. આ મુખ્યપણે છે. કેમ કે એના આશ્રયથી મોક્ષ થાય છે માટે.
આહાહા!
શું કહ્યું ? તેથી કહે છે કે“ શુદ્ધનય ભૂતાર્થ છે”-ત્રિકાળી સત્ય તે જ સત્યવત્ છે. આહાહા ! ત્રિકાળી સત્યાનંદ પ્રભુ ! સત્... આનંદ... પૂર્ણ એ જ સત્યાર્થ એ જ ચીજ વસ્તુ છે. પર્યાય વસ્તુ છે. રાગ વસ્તુ છે. પણ ખરેખર એ વસ્તુ ત્રિકાળી નથી. અને એને આશ્રયે કદાચિત્ સમ્યગ્દર્શન થતું નથી. આહાહા ! આ તો અવ્વલદોમની વાતું છે ભાઈ !
શુદ્ધનય તો ભૂતાર્થ છે. ભૂત નામ છતો પદાર્થ ત્રિકાળ ત્રિકાળ ત્રિકાળ ત્રિકાળ જ્ઞાયક... જ્ઞાયક... શાયક.. શાયક જ્ઞાયક. શાયક! જેમ પાણીનું પૂર આમ વહે છે. એમ આ જ્ઞાયક... જ્ઞાયક... શાયક... આમ ધ્રુવપણે વહે છે. આહાહા ! પાણીનું પૂર જે હોય છે / પૂર આવે છે ને ઘોડાપૂર, ઘોડો ઊંચો હોય ને એટલું પાણી આવે. માથે વીસ, પચીસ ઇંચ વરસાદ આવી ગયો હોય ને ચારેકો૨થી નદી ને નાળાંનું પાણી ભેગું થાય... આટલું આટલું પાણીનું દળ હાલ્યું આવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com