________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૫૯ રાગની મંદતાનો, વિનયનો, ભક્તિનો, પૂજાનો, વ્રતનો એવો ભાવ આવે, એવું જિનવરે જણાવ્યું પણ એ જિનવરે જણાવ્યું એનુંય ફળ સંસાર છે. આહાહા ! છે ને?
અને શુદ્ધનયના ગ્રહણનું ફળ. જોયું? ઓલામાં પક્ષ કહ્યો તો ને? એટલે સ્પષ્ટ કર્યું, પક્ષ એટલે વિકલ્પરૂપ પક્ષ નહીં. આહાહા ! શુદ્ધનયના ગ્રહણનું ફળ. એટલે? ત્રિકાળી ભગવાન જ્ઞાયકભાવ-ધ્રુવભાવ તેને ગ્રહવાનો, તેને જાણવાનો ને તેનો આશ્રય લેવાનો, “ગ્રહણ કરવાનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ મુખ્યતાથી કર્યો છે.” ગૌણપણે વ્યવહાર છે ઈ જણાવ્યું છે પણ મુખ્યપણે આનો ઉપદેશ છે, આનું ફળ મોક્ષ છે માટે. સમજાણું કાંઈ?
વ્યવહાર વચ્ચે આવે છે એનું જ્ઞાન કરાવ્યું છે. અને એનો ઉપદેશ ઘણો વ્યવહારનો જ છે શાસ્ત્રોમાં પણ ઈ વ્યવહારનું ફળ તો બંધન સંસાર છે. માટે શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી, મુનિઓએ મુખ્યતાથી તેનો ઉપદેશ કર્યો છે. વ્યવહારનો ગૌણ કરીને – અભાવ કરીને એમ વાત કરી 'તી, પણ ગૌણ કરીને છે ખરો વ્યવહાર. એનો ઉપદેશ પણ છે જિનવાણીમાં. એ તો સહુચર રાગની મંદતાને દેખીને, વ્યવહાર જાણીને એને જણાવ્યો છે, કે આ ભૂમિકામાં આવો રાગનો વ્યવહાર હોય. પણ એ... રાગના ફળ તરીકે તો બંધન ને સંસાર છે. આહાહાહા !
ચાહે તો આત્મજ્ઞાનીને રાગ આવે, કે મુનિ જે પંચમહાવ્રતધારીને રાગ આવે, અને ત્રણ કષાયના અભાવ (પૂર્વક) આનંદનો ભાવ તો ઊછળી ગયો છે અંદર, પણ એની સાથે મહાવ્રતનો વિકલ્પ આવે, અઠ્ઠાવીસ મૂલગુણનો એનો ઉપદેશ વીતરાગે જણાવ્યું છે કે એ હોય ત્યાં... પણ એનું ફળ તો બંધન છે. આહાહા!( શ્રોતાઃ ભગવાને કીધું ને... એનું ફળે ય બંધન?) એમ છે. એ કહ્યું છે કેમ ? કે નિશ્ચયના સ્વભાવને આશ્રયે જે શાંતિ, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર થયા, એની અપૂર્ણતાને કારણે એની સાથે રાગની મંદતાનો આવો ભાવ હોય છે. એટલું જ્ઞાન કરાવ્યું છે. આહાહા !
અભ્યાસ જોઈએ ભઈ આ તો! આહાહા! સમજાણું કાંઈ?
પ્રભુ! ચૈતન્યમૂર્તિ પરમ પવિત્રનો પિંડ પ્રભુ! આહાહા ! અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય ઈશ્વરતાનો તો સાગર ભગવાન છે. તેનો આશ્રય કરે ને અવલંબન કરે તો તેને મોક્ષનું કારણ થાય. એવા મોક્ષના કારણને, પ્રગટ થયેલાને પણભૂમિકાના પ્રમાણમાં વ્યવહાર, રાગની મંદતાનો દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિનો, વિનયનો એવો, ભાવ આવે સાથે દેખીને એને કહ્યું છે. પણ એનું ફળ તો સંસાર છે. આહાહાહાહા! આવી વાતું આકરી બહુ જગતને. આહા!
અનંતકાળથી રખડે છે જુઓને. આહાહા! આ લીમડાને કોર થાય ને કોર ફૂલ ઢગલાં પડે સામું કોઈ જોતું નથી. કચરીને ઘાણ. એક એક કોર ફૂલ, ફૂલ કહેવાયને આ લીમડાના કોર એક રાઈ જેટલી કટકીમાં તો અસંખ્ય શરીર ને અનંત જીવ છે. આહાહા ! ગંભીર છે ! (શ્રોતા જીવોની સંખ્યા ઘણી મોટી છે?) સંખ્યા મોટી જીવો ઘણાં છે. વસ્તુ અનંત. આહાહા ! એથી અનંત ગુણા તો રજકણ છે. આહાહા ! જીવની સંખ્યા છે અનંત, અનંત-અનંત એના કરતાં રજકણોની સંખ્યા અનંતગુણી છે. આહાહા ! એનાં કરતાં ત્રણકાળના સમયની સંખ્યા અનંતગુણી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com