________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૫૭ તો કોઈ દિ' કર્યું નથી. આહાહા! વ્યવહારમાં જ રચ્યો ને પચ્યો અનંતકાળથી રહ્યો મિથ્યાષ્ટિપણે. આહાહા! શુદ્ધનયનો પક્ષ, પક્ષ એટલે એકલો વિકલ્પ નહીં હોં આંહીયાં, એનો અંદર આશ્રય છે. કારણકે એનું ફળ મોક્ષ કહેશે ને? શુદ્ધનયનો પક્ષ જે છે નિશ્ચયનયનો વિકલ્પ ને એ નહીં આ. અબદ્ધસ્કૃષ્ટમાં આવે છે ને? એ નહીં. એ નહીં. આંહી તો નિર્વિકલ્પ પક્ષ જે છે તે આંહી છે-તે શુદ્ધનયનો પક્ષ છે એ... આહાહા!
એ તો કદી આવ્યો નથી. રાગરહિત ભગવાન પૂર્ણાનંદ પ્રભુ! આહાહા! આ શરીર અને પૈસા ને મકાન ને હજીરા એ બધાં હાડકાંના ફોસ્ફરસ છે. આહાહા ! ઈ તો મસાણના હાડકાંનો ફોસ્ફરસ. રૂપાળાં શરીર દેખાય ને કપડાં પહેર્યા હોય ને મડદાંને શણગારે બાપા! આ તો રાખું છે. આહાહા ! એનાં વિનાનો અંદર અમૃતનો સાગર ભગવાન! આહાહા ! એનો પક્ષ તો કદી આવ્યો નથી. શરીરની ક્રિયા મેં આવી કરી ને! શરીરથી મેં બ્રહ્મચર્ય પાળ્યું જાલ્વ જીવ અને કાવ્ય જીવનું બાળબ્રહ્મચારી અમે છીએ ને એમાં દાળિયા શું થયા? એ તો શુભભાવ છે. આહાહા! આવો મારગ છે.
શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી, કદીમાં એક સમય પણ, આહાહા ! અનાદિનો એક સમય ! આહાહા ! એ મુનિવ્રત ધારણ કર્યા, અઠાવીસ મૂલગુણ પાળ્યા. પરિષહ, ઉપસર્ગ ઘણાં સહન કર્યા, પણ એ બધો મિથ્યાત્વભાવ છે. આહાહા ! તેથી કહ્યું ને કે “મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઉપાયો પણ આત્મજ્ઞાન બિન સુખ લેશ ન પાયો” તો એનો અર્થ શું થયો ? પંચમહાવ્રત, અઠ્ઠાવીસ મૂલગુણ બાળ બ્રહ્મચારી જાબ જીવ, હજ્જારો રાણીઓનો ત્યાગ. પણ પંચ.. મહાવ્રતના પરિણામ આદિ બરાબર નિરતિચાર ચોખ્ખા, છતાં એ દુઃખ, લેશ સુખ ન પાયો, સુખ અંશે ય ન મળ્યું. આહાહાહા !
એ આ શુદ્ધનયનો પક્ષ કદી આવ્યો નથી. અને એનો ઉપદેશ પણ વિરલ છે. ક્યાંક ક્યાંક એનો ઉપદેશ છે. આહાહા! (શ્રોતા: એ તો આંહી સોનગઢમાં છે બીજે નથી. એકલા સોનગઢમાં છે!) અમારે મોહનલાલજી કહે છે ને હમણાં કીધું 'તું કે આંહી મળે છે (શ્રોતાઃ પરિષહ સહન કરે ને જ્ઞાન નહીં?) ત્યાં ભાન નથી ને શું જ્ઞાન છે? પરિષહ છે જ ક્યાં? એ તો મિથ્યાષ્ટિ છે. આહાહા ! અરે બાપુ! આકરી વાતું બહુ.
એનો ઉપદેશ પણ “પણ” કેમ કહ્યું? એક તો શુદ્ધનો પક્ષ આવ્યો નથી એક, અને “પણ” એનો ઉપદેશ “પણ” એમ બીજો બોલ (શ્રોતા પોતાને આવ્યો નથી ને) ઉપદેશ પણ મળ્યો નથી એને ઉપદેશ આવો ક્યાંય છે?! ક્યાંક છે. આહાહા! બાકી તો વ્યવહાર વ્યવહાર. આહાહા! ત્યાં ધમાલ હાલી 'તીને હાલ કુરાવડમાં હાલી 'તીને હમણાં પંચકલ્યાણક હતું ને અમારે જમનલાલજી! આ જમનલાલજીનું ગામ. બ્રહ્મચારી છે ને ત્યાં બહુ ધ્યાન રાખતા દશ-પંદર હજાર માણસો થતાં, દશ દશ હજાર વ્યાખ્યાનમાં અને જોડે ભીંડર હતું ત્યાં સાધુ હતા, ત્યાંય ઘણાં માણસ. પણ લોકો આ સાંભળીને કેટલાક તો, આહાહા ! કહેતા કે આવી વાત તો અમે ક્યાંય સાંભળી નથી.
- બાપુ! આ મારગડા જુદા બાપુ! આ પક્ષ નથી ભાઈ ! આ તો સત્યના વેણલા વાચ્યા છે બાપા! વિશેષ કહેશે.... ( પ્રમાણ વચન ગુરુદેવ !)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com