________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૪૫૬
સમજાય છે કે નહીં ?
તમે નવા છો હજી તે પહેલા-વહેલા આવ્યા છો. તમારા દિકરાની વાત હાલે છે. ( શ્રોતાઃ બધાય આંહી તો નવા છે ) છે ને ભાઈ અમારે માણેકચંદજી એના નાના પહેલા વહેલા આવ્યા છે. આહાહા ! આવી વાતું બાપા ! આ તો તારા ઘરની વાત છે નાથ ! આહાહાહા ! તારા ઘ૨ની છે. આહાહા !
તારા ઘર બહારનો વ્યવહાર આવે જ્યાં સુધી વીતરાગ નથી એટલે આવે એમ જણાવ્યું પણ છે વીતરાગે, પણ બાપુ ! એ વ્યવહારના ફળ તો બંધન છે. આહાહા ! સમયસાર નાટકમાં તો ત્યાં સુધી કહ્યું છે. કળશમાંથી લઈને કે મુનિઓને અંતર તો આનંદ ઊછળી ગ્યો છે સ્વસંવેદનનો આનંદ-આનંદ, પ્રચૂર ઊછળી ગ્યો છે, આહાહા! એની ભૂમિકામાં પણ જે પંચમહાવ્રતાદિના વિકલ્પો આવે છે, એ જગપંથ છે. આહાહા ! એ જગપંથ સંસાર છે. આહાહાહાહા !
જેની દૃષ્ટિ મિથ્યાત્વ છે ને એને જે રાગની મંદતા એની તો આંહી વાત છે જ નહીં. આહાહા ! મિથ્યાર્દષ્ટિપણે રહીને કોઈ રાગની મંદતાની ક્રિયા કરે તો ઈ વ્યવહારેય નથી ને નિશ્ચયેય નથી. બેય જૂઠા-ખોટાં છે. આહાહા!
પણ ભગવાન જાગ્યો છે અંદરથી... અતીન્દ્રિય આનંદનો નાથ સળવળીને જાગતી જ્યોત જેની દૃષ્ટિમાં–અનુભવમાં આવ્યો છે. આહાહા ! એને પણ જે રાગની મંદતા દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ, પંચમહાવ્રતના પરિણામ, શ્રાવકને બારવ્રતના પરિણામ આવે પણ એનું ફળ તો સંસાર છે ભાઈ ! આહાહાહા!
જેટલો સ્વદ્રવ્ય ત્રિકાળી ભગવાન એનો આશ્રય લઈને, દશા પ્રગટી તેટલો મોક્ષમાર્ગ છે. આહાહાહા ! આવું સત્ છે પ્રભુ!
માળે... પણ ટીકામાં વ્યવહા૨ને અસત્ય જે કીધો એની સ્પષ્ટતા કરી છે આ. કે કેમ અસત્ય કીધો ? કે એક તો પક્ષ તો જગતને છે અને ઉપદેશકો પણ એવા જ બધાય છે ઘણાં, અને જિનવાણીમાં ય વ્યવહા૨નો ઉપદેશ ઘણો ય આવ્યો છે. ઈ તો આઠમી ગાથામાં કહ્યું ને ? આત્મા દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા, એમ ભેદ પાડીને કહ્યું. પણ ભેદ છે નહીં એના સ્વરૂપમાં. ભેદ પાડીને કહ્યું પણ એ ભેદને અનુસ૨વાલાયક નથી એમ કહ્યું ત્યાં વળી. આહાહા ! સમજાણું કાંઈ ?
'
,,
આહાહા ! એ હવે સવળાની વાત આવે છે. જે આંહી ભૂતાર્થ કહ્યો ને ત્રિકાળને, અને તે જ સત્ય કીધું અને તે જ આશ્રય ક૨વા લાયક છે. “ એ શુદ્ઘનયનો પક્ષ તો કદી આવ્યો નથી. અનંતકાળ થયો, મુનિવ્રત ધારણ કર્યાં, “ મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો.” એ પંચમહાવ્રત ને અઠાવીસ મૂલ ગુણ એ વિકલ્પ ને દુઃખ છે. આહાહા ! ગજબ વાતું ! આ કહે પંચમહાવ્રત પાળે તો ધમ થાય છે, ને આંહી કહે કે પંચમહાવ્રત છે તે વિકલ્પ છે. રાગ છે ને ? જગપંથ છે ભાઈ ! તને ખબર નથી. આહાહા ! મુક્ત સ્વરૂપ તો ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ છે અબદ્ધ છે. દ્રવ્ય સ્વભાવ એનો અબદ્ધ ને મુક્ત છે. તેને આશ્રયે પરિણામ થાય તે મોક્ષનો માર્ગ છે. આહાહાહાહા !
શુદ્ઘનયનો પક્ષ તો કદી આવ્યો નથી, પક્ષની વ્યાખ્યા ? કે હું ત્રિકાળી શુદ્ધ છું એવું લક્ષ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com