________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૪૫૮
પ્રવચન ન. ૪૫ ગાથા – ૧૧ તા. ૨૮-૭-૭૮ શુક્રવાર, અષાઢ વદ-૯, સં. ૨૫૦૪
સમયસાર, અગિયારમી ગાથાનો ભાવાર્થનો છેલ્લો ભાગ છે. વાત એ આવી ગઈ ત્યાં પહેલી, હવે એની બીજી વાત છે. પહેલી વાત તો એમ આવી કે ઘણાં પ્રાણીઓને અનાદિથી ભેદરૂપ વ્યવહારનો પક્ષ છે. વસ્તુની પર્યાય એ એનો ભેદ છે, રાગ પણ એક એનો અસભૂત ભેદ છે. પર્યાય સભૂત ભેદ છે. ઈ ભેદનો પક્ષ તો અનાદિથી છે. ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિથી છે. ઝીણી વાત છે!
અને માંહોમાંહે ઉપદેશ પણ એ જાતનો કરી રહ્યા છે. વ્યવહાર ભેદરૂપ વ્યવહારનો કે આનાથી કલ્યાણ થશે. વ્રત કરો ને તપ કરો ને ભક્તિ પૂજા આદિ. એમ ઉપદેશ પણ માંહોમાંહે ઘણાં એ કરી રહ્યા છે. ત્રીજું જિનવાણીમાં પણ નિશ્ચયના સ્વભાવની સાથે સહચર સાથે વ્યવહાર દેખી, એનો ઉપદેશ વ્યવહારનો ઘણો આવ્યો છે. પણ, એનું ત્રણેયનું ફળ સંસાર છે. આહાહા!
ચાર ગતિમાં રખડવાનું એનું ફળ છે. ઈ આવ્યું ને ત્યાં સુધી. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી. ચૈતન્ય શુદ્ધ દ્રવ્ય જ્ઞાયકમૂર્તિ-ધ્રુવ, એનો આશ્રય કદી લીધો નથી. તેનો પક્ષ કદી આવ્યો નથી. (શ્રોતા: પક્ષનો અર્થ?) પક્ષનો અર્થ આશ્રય. વ્યવહારનો આશ્રય લીધો અનાદિથી, પણ અંતર આત્મા! જ્ઞાયક સ્વભાવ ભાવ! જે ધ્રુવભાવ છે એનો આશ્રય અવલંબન પક્ષ કદી કર્યો નથી. આહાહા !
અને એનો ઉપદેશ પણ વિરલ છે, ઉપદેશ પણ ક્યાંક છે. કે ભઈ ! શુદ્ધ ચૈતન્ય ભગવાન! પૂર્ણ આનંદનો ધ્રુવ કંદ તેને આશ્રયે જ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર થાય. એ ઉપદેશ વિરલ છે ક્યાંક ક્યાંક છે એમ કહે છે. (શ્રોતા- સોનગઢમાં છે) આહાહાહા ! બહુ ફેરફાર થઈ ગયો. એ વ્યક્તિને બિચારાને ખબર નથી એટલે, પણ છે તો દુઃખનો પંથ પણ એ રીતે જાણે-ધરમ થશે એમ માને છે. આહાહા !
આત્મા અખંડ આનંદ ધ્રુવ ! એનું શરણ એનું ધ્યેય કરીને જે દશા થાય તે વાત વિરલ છે કહે છે. આહાહા ! ક્યાંક ક્યાંક છે. તેથી આ કારણે, તેથી એટલે આ કારણે એટલે કે શુદ્ધનયનો પક્ષ નથી અને એનો ઉપદેશ પણ વિરલ ક્યાંક છે, તેથી જગતને સત્ય મળતું નથી. “તેથી ઉપકારી શ્રી ગુરુએ 'આહાહા ! કુંદકુંદાચાર્ય! અમૃતચંદ્રાચાર્ય! આહાહા! મુનિઓએ દિગંબર સંતો કેવળજ્ઞાનીના કેડાયતો એ સંતોએ શુદ્ધનયના ગ્રહણનું ફળ એટલે કે દ્રવ્યસ્વભાવ જે શુદ્ધ ચૈતન્ય ધ્રુવ એને ગ્રહવો એને પકડવો એનો આશ્રય લેવો એનું આલંબન લેવું, એનું ફળ મોક્ષ જાણી, એનું ફળ મોક્ષ છે. વ્યવહારના પક્ષનું ફળ, જિનવાણીએ કહ્યો વ્યવહાર એનું ફળ સંસાર છે. ત્યારે કહે, કયો કેમ? કે નિશ્ચયના સ્વને આશ્રયે થતી ધર્મદશાના કાળમાં સહુચર સાથે રાગની મંદતાની દશા હોય છે, એનું જ્ઞાન કરાવવા જિનવાણીમાં ઘણો ઉપદેશ આવ્યો છે. પણ છતાં તેનું ફળ તો સંસાર છે. આહાહા! નિશ્ચયના ભાન સહિતનો વ્યવહાર. આહાહા !
ચૈતન્ય પ્રભુ અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ આત્મા. એનો આશ્રય લઈને જે નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર આદિ થાય, એને પૂરણ વીતરાગતા નથી. તેથી સહચરમાં સાથે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com