________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૬૧ આમ, આંહી કાંકરા હોય, માથેથી પૂર હાલ્યું આવે. અમારે તો ગામમાં જોયેલું ને? ઉમરાળા! મોટી નદી છે ત્યાં કાંઈ વરસાદ ન હોય કાંકરો ઊડતાં હોય નદીમાં ને આમ ઘોડાપૂર આવે ઉપરથી વૃદ્ધો પોકાર કરે છોકરાવને.. છોકરાંવ, નીકળી જાવ બહાર પાણી આવે છે, ઘોડાપૂર આવે છે ઉપરથી. જ્યાં કાંકરોય ન હોય ને વરસાદનો છાંટોય ન હોય. પણ ઉપર વરસાદ આવ્યો હોય વરસાદ સમજે પાણી, પાણીનું દળ-આટલું આટલું ઊંચું હોં ઊંચુ દળ હાલ્યું આવે. આહાહા ! જો ઊતાવળ ન કરે છોકરાંવ તો તણાય જાય એમાં. એ આમ દળ જાય છે આ ભગવાન ધ્રુવ.... ધ્રુવ ધ્રુવ.... ધ્રુવ ધ્રુવ ધ્રુવ... ધ્રુવ... એ આમ જાય છે. આહાહા ! આરે આવી વાતું.
આ દેહમાં પ્રભુ બિરાજે છે. એક સમયની પર્યાય વિનાની જે ચીજ છે, એ ધ્રુવ છે, અભેદ છે. સામાન્ય છે, એકરૂપ છે, સદશ સ્વરૂપી છે, પૂરણ સ્વભાવી છે, એ એમને એમ ધ્રુવ. ભૂતકાળમાં રહ્યો ને ભવિષ્યમાં રહેશે એ બીજી વાત પણ એ તો ધ્રુવ જ વર્તમાન જ ધ્રુવ છે, આહાહાહા ! એ ધ્રુવ વસ્તુનું આલંબન લઈને મુખ્યતાથી એનો ઉપદેશ કરવાનું કારણ એ ભૂતાર્થ છે છતો પદાર્થ છે. ત્રિકાળી સત્, ધ્રુવ વસ્તુ છે. એ સત્ય છે. આહાહા ! એની અપેક્ષાએ પર્યાય જે અવસ્થા છે એને ગૌણ કરીને અસત્યાર્થ કહેવામાં આવી છે. પર્યાય છે, નથી એમ નહીં.
આને મુખ્ય કરીને સત્યાર્થ ભૂતાર્થ છે એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. જોયું? હુજી તો પહેલું સમ્યગ્દર્શન! ધરમની પહેલી સીઢી! આહાહા! ત્રિકાળી ધ્રુવ ! સાદી ભાષામાં તો બહેનની ભાષા એ જ હતી. ઓલામાં આવે છે પીયૂષમાં છે અધ્યાત્મ પીયૂષમાં ઉપર શબ્દ છે. વંચાવ્યો તો. મોહનલાલજી! “જાગતો જીવ ઊભો છે” માથે છે. ઈ તો છે પણ આ તો ઓલામાં અધ્યાત્મ પીયૂષ છે ને એમાં છે. એમાં માથે વંચાવ્યું 'તું પણ “જાગતો જીવ ઊભો છે” એટલે?
જાગતો એટલે જ્ઞાયક જીવ જ્ઞાયક જીવ જ્ઞાયક.. એ ઊભો એટલે એમને એમ ધ્રુવ છે ને? ઈ સાદી ગુજરાતી ભાષા. આહાહા ! ધ્રુવ છે ને એમને એમ પડી એક ચીજ આખી. છે તે ધ્રુવ છે. તેથી તે ધ્રુવ છે તે ઊભો એટલે એમાં ફેરફાર થતો નથી. એમાં પર્યાય પણ થતી નથી. એવાં ધ્રુવમાં પર્યાય પણ નથી. આહાહા ! પર્યાય જે છે એ તો હલચલવાળી પરિણતિવાળી પલટવાવાળી દશા છે. અને વસ્તુ છે ઈ તો હલચલ વિનાની ધ્રુવ.....
એનો આશ્રય કરવાથી.. છે ને? સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. આહાહાહાહા ! આવું છે. એને જાણ્યાં વિના. જાગતો જ્ઞાયકભાવ-ધ્રુવભાવ-સામાન્ય સ્વભાવ ભાવ ત્રિકાળ એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે. આહાહાહા ! પર્યાયમાં. રાગની મંદતામાં આદિમાં મગ્ન છે, આહાહા ! ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાન નિશ્ચય સમકિત થઈ શકતું નથી. આહાહા! દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો વિકલ્પ જે છે મંદરાગ, એમાં જે મગ્ન છે, વ્યવહારમાં મગ્ન છે, ત્યાં સુધી તેને સત્યદર્શન પરમાત્મ સ્વરૂપનાં સાચાં દર્શન પ્રતીતિ એને થતી નથી. આહાહાહા !
કહો સમજાય છે કે નહીં કાંઈ ? દિનેશભાઈ ! સમજાય છે કે નહીં આ? કાલ પૂછયું 'તું ભાઈનું નામ શું? કે દિનેશભાઈ ! જવાહરભાઈ ! આહા! આવી વસ્તુ બાપા મળવી મુશ્કેલ છે એવું છે ભાઈ, સાંભળવા મળવું મુશ્કેલ કીધું ને એનો ઉપદેશ જ વિરલ ક્યાંક છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com