________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧
૪૫૫ આહાહા ! એવો જે ભગવાન આત્મા તે જ સત્ય છે, અને પર્યાય ને રાગાદિ દેવ-ગુરુની શ્રદ્ધાનો રાગ આદિ એ બધો અસત્ય છે. એમ ગૌણ કરીને અસત્ કીધો છે. આંહી કીધું કે પોતે સહચર દેખીને જિનવાણીએ વાત કરી છે. આહાહા! સમજાણું કાંઈ? લ્યો આવી વાતું છે આ. આહાહા !
અરે! એ વાત ક્યાં છે આવી બાપા? ત્રણલોકના નાથ તીર્થકરોએ કહેલું, કેવળજ્ઞાનના કેડાયતો દિગંબર સંતો એટલે કેવળજ્ઞાનના કેડે ચાલનારા કેવળ લઈને પત્તો લઈ લેવાના કેવળજ્ઞાનનો એ. આહાહા ! કેડી હોય છે ને? પગદંડી કહે છે ને અમારે કેડો કહે છે. આહાહા! એ એમ કહે છે, આ તો પંડિતજીએ ખુલાસો કર્યો છે.
વ્યવહાર અભૂતાર્થ કહ્યો અને ત્રિકાળને સત્ય કહ્યો, કેમ? એનો ખુલાસો કરે છે. એમના ઘરનું કાંઈ કહેતા નથી, અંદર છે એનું સ્પષ્ટીકરણ કરે છે. આહાહા ! વ્યવહારને અસત્યાર્થ કેમ કહ્યો? કે છે તો ખરો, પર્યાય છે. દયા, દાનના વિકલ્પો પણ છે. કે એ પક્ષ તો વ્યવહારનો તો અનાદિનો જગતને છે અને ઉપદેશ પણ ઘણાં પ્રાણીઓ બહુધા એ જ કરે છે અને જિનવાણીમાં પણ નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાનની ભૂમિકામાં સહુચરરૂપે સાથે આવી વ્યવહાર દશા હોય છે, એથી ઉપદેશ જિનવાણીએ કર્યો છે. પણ ફળ તો ત્રણેયનું સંસાર છે. આહાહા !
આવું છે (શ્રોતા બહુ સરસ) પરમ દિ' હાલ્યું'તું, કાલે ય હાલ્યું ને આજેય આ હાલ્યું એ રામજીભાઈ કહે કે અમારા સારું લ્યો કાલે કહે તો આજ પાછું ફરીને આવ્યું આ.
આ તો ભેદપક્ષ આવ્યો ને. એકકોર ભેદપક્ષ છે એમ કીધું પર્યાય, એમ આંહી કહે છે કેછે તો ખરી ! પણ ગૌણ કરીને તેને “નથી' એમ કહ્યું, કેમ એમ કહ્યું? કે ભેદનો પક્ષ તો જગતને અનાદિથી છે. અને ભેદની વાતું કરનારા પણ પરસ્પર ઉપદેશકો પણ એવા જગતને મળે છે અને સાંભળનારા પણ ખુશી થાય છે કે વાહ! –આ–આ કરો. આહાહા!, આ ખરું. ઓલા તો વ્યવહારની વાતો ય કરતા નથી માળા સોનગઢીયા તો, સોનગઢ પણ સોનગઢની ક્યાં છે આ વાત?
પ્રભુ! તારા ઘરની વાતું નાથ. પ્રભુ! તારું ઘર અંદર મોટું છે. આહાહા ! અમારા મામા હતા બે સગા મામા નાના હતા. અને અમારા મામાના કાકાના દિકરા મોટી ઉંમરના ને પૈસાવાળા આ યે પૈસાવાળા તો મામાય હતા પણ ઓલા બહુ પૈસાવાળા ક્યારેક અમે કહીએ તો તે કહે તો અમારી મામી એમ કહે મોટે ઘરે પૂછો. મેં કીધું મોટું ઘર એટલે શું? એ અમારા મોટા મામા હતા, બહુ પૈસાવાળા હતા મકાનો જમીનો બહુ, બધું ખલાસ થઈ ગયું અત્યારે મરી ગયાને દીકરીયે ન મળે પછી આમ પૈસાવાળા હતા. કહેતા અમારી મામી કહેતા સગી મામી, મોટે ઘરે ત્યાં મામા છે એને પૂછો... ત્યાં પૂછો મોટું ઘર છે એમ કહે.
એમ આ મોટું ઘર ભગવાન આત્મા છે. આહાહા ! નાનો ભાઈ આવ્યો હોય તો કહે ત્યાં મોટે ઘરે પૂછો એમ. આંહી મોટું ઘર તો ત્રણ લોકનો નાથ ચૈતન્ય બિરાજે છે નાથ ! આહાહા ! જેમાં અનંત અમૃત ભર્યા છે અનંત શાંતિ ભરી છે. આહાહા ! સ્વચ્છતા અનંતી, ઈશ્વરતા અનંતી ભરી છે. આહાહા ! એની દૃષ્ટિ કરાવવા એનો આશ્રય કરાવવા, પર્યાયને ગૌણ કરીને, એ “છે” છતાં “નથી' એમ કહ્યું છે. અને આ એક જ સત્યાર્થ છે એમ કહ્યું છે. આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com