________________
૪૫૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧ સ્થાપે, આહાહા ! તો પણ એને સંઘવીની પદવી મળે કઈ અપેક્ષા ? બાપુ! આહાહા !
સમજાણું? આહાહા ! ત્યાં તો જણાવ્યું છે. કે સમકિતી છે આત્મજ્ઞાન છે આત્મ અનુભવ છે એને પણ પરમાત્માની મંદિર બને એ તો મંદિરને કારણે, પ્રતિમા સ્થપાય એ પણ જડની પર્યાય જડને કારણે, પણ આને એવો શુભભાવ આવ્યા વિના રહે નહીં. એટલો શુભભાવ આવ્યો છે અને વ્યવહાર તરીકે નિમિત્ત તરીકે ગણીને જણાવ્યો છે. પણ એ વ્યવહાર શુભ આવે છે વચમાં એનું ફળ સંસાર ને બંધન છે. આરે! હું! (શ્રોતા: આ વાત અહીંયા જ છે) તો મોહનલાલજી આવ્યા શું કરવા કલકત્તેથી આંહી, આવે છે. આહાહા !
બાપુ મારગ બહુ જુદા ભાઈ ! આહા! આ તો જનમ મરણ રહિત થવાની વાતું છે પ્રભુ! આહાહા ! (શ્રોતા: એનું ફળ સંસાર છે એમ કહેવાથી ભડકે છે) લખ્યું છે ને પ્રભુ, જુઓને આંહીનું છે આ, આ તો જયચંદ પંડિતનું (લખાણ-ભાવાર્થ છે) (શ્રોતા: આંહીનું જ છે) આહાહા..! શાંતિથી સમજે તો.. બરાબર બેસે એવી વાત છે. આહા... હા!
વ્યવહાર કહ્યો કેમ ત્યારે જિનવાણીમાં? કહ્યું ને એ નિશ્ચયની સાથે આપણે આવ્યું છે ને સાતમા અધ્યાયમાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં કે નિશ્ચય સમકિત જેને આત્માને આશ્રયે થયું એને જે દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, સમકિતના આઠ આચાર, એ બધાને પણ સમકિત કહ્યું એ તો વ્યવહારથી સાથે દેખીને, છે તો રાગભાવ, શું કહ્યું? આત્મા જે વસ્તુ છે ચિદાનંદ પરિપૂર્ણ પ્રભુ! એની જેને અંતર અભેદ દૃષ્ટિ થઈ છે, અનુભવ થયો છે, એ સમ્યગ્દર્શન સત્ય છે. અને સાથે દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ વ્યવહાર સમકિત, જે રાગાદિના આચરણો, એ છે તો રાગ, પણ આ નિશ્ચય સમકિતની (સાથે) સહચર દેખીને, રાગને વ્યવહાર સમકિતનો આરોપ આપીને, વ્યવહાર સમકિત કહ્યું છે, એ વ્યવહાર સમકિત છે નહીં. આહાહા! સાતમા અધ્યાયમાં આવે છે, મોક્ષમાર્ગ પ્રકાશકમાં કે નિરુપણ બે પ્રકારે છે, વસ્તુ બે પ્રકારે નથી. આહાહા!
એમ વ્યવહાર ને નિશ્ચયનું નિરુપણ બે પ્રકારે છે. આહાહા ! વસ્તુ બે પ્રકારે નથી, વસ્તુ તો જે નિશ્ચયને આશ્રયે થાય એ એક જ પ્રકારે છે. આહાહાહા ! શું શૈલી ! શું શૈલી ! દિગંબર સંતોની શું શૈલી ! ગજબ શૈલી! ટૂંકા શબ્દોમાં પણ ગજબ વાતું છે. આવી વાત શ્વેતાંબરમાં નથી ને સ્થાનકવાસીમાં નથી. અન્યમતમાં તો છે જ ક્યાં ? આહાહા !
એને પણ વાડામાં પડ્યા એને ય ખબર ક્યાં છે? આહાહા ! સંતો કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય આદિ ! એ સર્વશના કેડાયતો! આહાહા ! અને કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્યે તો એમ કહ્યું પાંચમી ગાથામાં, અમારા ભગવાન અરિહંત પ્રભુ એ વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. પ્રભુ! વીતરાગ ! એમના પછી ગણધર. એ પણ વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. મગ્ન એકલા નહીં નિમગ્ન. મગ્ન તો સમકિતી ય હોય છે, પણ આ સંતો છે એ નિમગ્ન છે. પછી અમારા ગુરુપર્યત. અમે છદ્મસ્થ છીએ પણ અમે ચોક્કસથી કહીએ છીએ કે અમારા ગુરુપર્યત વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા એમ અમે કહીએ છીએ. આહાહાહા !
અને તેણે અમને ઉપદેશ આપ્યો આત્માનો, મહેરબાની કરી. આહાહા ! એમણે અમને આત્માનો ઉપદેશ આપ્યો, એનાથી અમારો નિજવૈભવ પ્રગટયો છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે નિજવૈભવ આનંદ નિમિત્ત તરીકે એ હતા, કર્યું છે અને પોતાથી, પણ એમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com