________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ નિમિત્ત આ હતા. અને તે નિમિત્ત અમારા ગુરુ પણ વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતાં. પંચમહાવ્ર ત ને નગ્નપણું છે એ કાંઈ મુનિપણું નથી. આહાહા ! છદ્મસ્થ મુનિ પંચમઆરાના પોતાના ગુરુ પણ વિજ્ઞાનઘનમાં નિમગ્ન છે એવો નિશ્ચય કરી નાખ્યો? ( શ્રોતા: પોતેય વિજ્ઞાનઘનમાં નિમગ્ન છે.) પોતે છે એ તો વાત જુદી છે, આ તો અમારા ગુરુ પર, અરિહંત પર, ગણધરથી માંડીને એની પરંપરા સુધી અમારા ગુરુપર્યત વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા, એવા ગુરુએ અમને આ આત્માનો ઉપદેશ આપ્યો છે. આહાહાહા! ગજબ વાત કરી છે ને ! ક્યાં આ વાત તો જુઓ.
અને એ અમારા નિજવૈભવથી અમને પ્રગટયો છે. આહાહાહા ! અમે પ્રભુ આત્મા આનંદ સ્વરૂપ છઈએ અમે પૂરણ જ્ઞાનસ્વરૂપ છઈએ. એવો અમારો દ્રવ્યનો આશ્રય લેતાં, અમને પર્યાયમાં નિજવૈભવ, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને અતીન્દ્રિય પ્રચુર આનંદનું વેદન એ અમારો નિજ વૈભવ છે. આ ધૂળના વૈભવ એ નહીં. અરે રાગ અંદર થાય એ અમારો નિજવૈભવ નહીં એમ કહે છે. ટીકા કરતાં વિકલ્પ ઊડ્યો છે એ અમારો નિજવૈભવ નહીં. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહા ! વસ્તુની સત્યની સિદ્ધિ કઈ રીતે કરી. આહાહાહા !
ત્રણેય જણાનું (બોલનું ) ફળ સંસાર “જ' છે એમ કીધું. એકાંત કીધું, કથંચિત બંધન ને કથંચિત્ અબંધ. વ્રત, તપ, ભક્તિ, પૂજાના ભાવ આવે તો કથંચિત્ બંધનું કારણ ને કથંચિત્ અબંધનું કારણ એમ નથી કહ્યું. સમકિતીને પણ જે આ ભાવ આવે, એ બંધનું કારણ છે એટલો સંસાર છે હજી. આહાહાહા! અજ્ઞાનીને તો શું કહેવું? એને તો નિશ્ચયેય નથી અને વ્યવહારેય નથી.
જેને નિશ્ચય સ્વનો આશ્રય થયો છે, એને જે સહચર તરીકે વ્યવહારના રાગની મંદતાજ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર વિગેરે આવે છે. વ્રત, નિયમ, તપ, ભક્તિ ભગવાનનો વિનય આદિ એ હોય છે, સહચર દેખીને એનું જ્ઞાન કરાવ્યું છે ભગવાને, પણ એમાં જ્ઞાન કરાવ્યું માટે એનું ફળ, એ વસ્તુ છે એનું ફળ તો સંસાર છે. આહાહા!
વસ્તુ છે સ્વભાવ ! અનંત આનંદ, અનંત જ્ઞાન ને અનંત મહિમાવંત, અપરિમિત શક્તિનો સાગર પ્રભુ, મહાત્મા છે પરમાત્મા છે પ્રભુ છે ઈશ્વર છે, એવો જેનો દ્રવ્યસ્વભાવ છે. આહાહા ! એ જ સત્ય છે એમ કહીને, સમ્યક્ દષ્ટિ કરાવવા અને સત્ય કહ્યું છે. અને પયયમાં ભાવ રાગ મંદ અને પર્યાય હોવા છતાં, અરે અગિયાર અંગનું જ્ઞાન હોવા છતાં, આહાહા ! તેને અસત્ય કહી, ગૌણ કરીને પેટામાં રાખીને | મુખ્યતા તો આની કરાવવી છે માટે એને પેટામાં રાખીને ગૌણ કરીને “નથી' એમ કહ્યું છે. આહાહા! સમજાણું કાંઈ? કહો સુરેન્દ્રજી! કલકત્તા ફલકત્તામાં મળે એવું નથી ત્યાં ક્યાંય. આહાહા !
વીતરાગ ! સર્વજ્ઞ પરમાત્માના વિરહ પડ્યા, પણ એમની વાણી રહી ગઈ અને સંતોએ જાહેર કરી જગતને. આહાહા ! પ્રભુ તું પ્રભુ છો! એમ આચાર્યો પ્રભુ તરીકે બોલાવે છે. “ભગવાન છો” એમ બોલાવે છે, બોંતેર ગાથામાં સમયસાર. “ભગવાન આત્મા” ભગવાન સંતો “ભગવાન” તરીકે બોલાવે છે. પ્રભુ! તું ભગવાન છો ને પ્રભુ! તારી પર્યાયમાં રાગ દ્વેષાદિ હોય એ તારી ચીજ નથી, તેમ તું એક સમયની પર્યાય જેટલો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com