________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૪૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હસ્તાવલંબ એટલે હાથને જેમ ટેકો મળે / આમ મેડીએ ચડે ને મેડી કહે ને ? આ લાકડાનો કઠોડો હોય છે ને ચડે છે તો આનાથી પોતાથી એ નિમિત્ત હોય લાકડું હોય ને લાંબુ હાથને અડે એમ હસ્તાવલંબ હાથમાં જેમ એ નિમિત્ત છે, એમ આ વ્યવહા૨ને નિમિત્ત ગણીને, નિશ્ચયના સ્વરૂપના શ્રદ્ધા ને જ્ઞાન ને શાંતિ પ્રગટી છે, એને પૂર્ણતા નથી, માટે વચ્ચમાં આવો વ્યવહા૨ આવે. તેથી જિનવાણીએ વ્યવહા૨નો ઘણો ઉપદેશ કર્યો છે. એનો (વ્યવહા૨નો ) ઉપદેશ તો ઘણો જ આવે ને ચરણાનુયોગમાં આવે. આહાહાહા !
પણ એ વ્યવહા૨નું ફળ, ભેદના પક્ષવાળા જીવો છે અનાદિના, એનુંય ફળ સંસાર અને માંહોમાંહે જે વ્યવહા૨નો ઉપદેશ કરે છે એનુંય ફળ સંસાર અને જિનવાણીએ વ્યવહાર કહ્યો એનુંય ફળ સંસા૨. આરે ! આવી વાતું છે.
( શ્રોતાઃ જિનવાણીનું ફળ સંસાર હોય ? ) જિનવાણી ( માં ) કીધું ને કે વ્યવહા૨ વચ્ચમાં આવે છે એટલે જિનવાણીએ દર્શાવ્યો છે, કે આવું હોય ત્યાં આવું હોય ત્યાં આવું હોય, દર્શાવ્યો છે પણ એનું ફળ બંધન છે. આહાહા !
વસ્તુ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનું ધામ પ્રભુ, આનંદ મંદિર ભગવાન. આહાહા ! ઓલા ભજનમાં કહેતા પોપટભાઈ ગાંધીજીને કાંઈ, આનંદ મંદિર ખોલો, એવું કાંઈક આવતું ’તુંને પોપટભાઈ ગાતા. બહારનું નહિ પણ આ આનંદ મંદિર અંદર. ભગવાન આત્મા ! અતીન્દ્રિય આનંદનો સાગર છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! પૂર્ણ શક્તિના સ્વભાવથી ભરેલો પ્રભુ છે. એ સર્વોત્કૃષ્ટ પ્રભુ આત્મા છે. એ આત્મા પોતે ભગવાન છે ૫૨મેશ્વર છે, પ્રભુ છે, ઈશ્વર છે. આહા !
એ વસ્તુ કૃતકૃત્ય છે. આહા... હા ! વસ્તુને કંઈ કરવાપણું નથી એ તો વસ્તુ કૃતકૃત્ય છે. આહાહાહા ! એની દૃષ્ટિ કરાવવા એને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો અને પર્યાયને રાગને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. અભાવ કરીને નથી કહ્યું છે એમ નથી. જો પર્યાય ન જ માને તો વેદાંતની પેઠે મિથ્યાર્દષ્ટિ થઈ જશે અને પર્યાયથી ધરમ થાય એમ માને તો પણ મિથ્યાર્દષ્ટિ થાશે. આહાહા ! આવો મારગ વીતરાગનો, છે કે નહીં આંહી ? હૈં ! પણ એનું ફળ સંસાર છે. આહાહાહા ! તેં પર્યાયનો ને રાગનો પક્ષ કર્યો છે અનાદિનો એ ય સંસાર છે. અને પર્યાયનો ને રાગનો ઉપદેશ કરે છે ને માંહોમાંહે આમ કરો, આમ કરો પાધરું કાંઈ થવાતું હશે ? સમ્યગ્દર્શન નિશ્ચયથી એકદમ થાય. પહેલા આ કંઈક વ્યવહાર સાધન દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ, પૂજા આદિ કરીએ અને જાત્રા પૂજા કરતાં કરતાં શાસ્ત્ર વાંચન ખૂબ કરો એવા વિકલ્પો આવે એનાથી હળવે હળવે લાભ થાય એવો જે ઉપદેશ કરે છે, એ પણ મિથ્યાર્દષ્ટિ છે. આહાહાહા ! અને ત્રીજો ( બોલ ) જિનવાણીમાં પણ નિમિત્ત દેખીને, આહાહા !નિમિત્ત આદિનું જ્ઞાન કરાવવા... આહાહા ! એ ત્યાં સાતમા અધ્યાયમાં છે ને ? (મોક્ષમાર્ગ, પ્રકાશક) માં કે એ વ્યવહા૨ છે એને ગ્રહણ કરવાનું કીધું છે ને. વ્યવહારનયને ગ્રહણ કરવી, આ વ્રત ગ્રહણ ક૨વાને ફલાણું ને કીધું છે ને ? કે ભઈ ગ્રહણ કરવાનો અર્થ આદરવું એવો નથી. ગ્રહણ ક૨વાનો અર્થ જાણવાનો છે. આહાહા ! ટોડરમલ્લજીએ લખ્યું છે. સમજાણું કાંઈ... ? વ્યવહારનયે તો એમ કીધું કે વ્રત કરો ને, તપ કરો ને... ભક્તિ કરો ને.. અપવાસ કરો ને મંદિર બંધાવો ને...! આહાહા ! પદ્મનંદિપંચવિંશતિમાં તો એવું કહ્યું છે, જે કોઈ પ્રતિમા એક આટલી પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com