________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જણાવ્યું છે, છતાં એનું ફળ સંસાર છે. આહાહા !
હવે, આવું બધું સમજવું એણે. સમજાણું કાંઈ...? સાતમી ગાથામાં તો આવી ગયું છે આપણે શિષ્ય પ્રશ્ન કર્યો તો... કે પ્રભુ આ આત્મા છે. એમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર છે એ તો એની પર્યાય છે એની વસ્તુ છે, એની પર્યાય છે એની વસ્તુ છે તેને તમે વ્યવહાર કેમ કહો છો? કેમકે વ્યવહાર તો એને કહીએ, અવહુને. અવસ્તુ એટલે? કે એનામાં ન હોય, પર હોય તેને વ્યવહાર કહીએ અને આ તો દર્શન જ્ઞાન ચારિત્ર તો એનામાં છે. છે તો વસ્તુ છે. તો વસ્તુ છે એને વ્યવહાર કેમ કહો? સમજાણું કાંઈ? આહાહા! આવો મારગ ઝીણો બહુ બાપુ! આહા!
કે ભઈ, અમે એને વ્યવહાર કહ્યો છે. વસ્તુ તો એની પર્યાય છે. પણ રાગી પ્રાણી છે માટે, જ્યાં સુધી તે અભેદનું પૂર્ણપણું નહીં કરે, ત્યાં સુધી એને રાગને કારણે, ભેદ ઉપર લક્ષ જશે, તો રાગ થશે, બંધન થશે. આહાહાહા ! માટે તેને પર્યાયનાં ભેદને પણ નિષેધ કરીને, એકલો આત્માની દૃષ્ટિ કર એમ બતાવ્યું છે. આહાહા! અરે! અને સોળમી ગાથામાં પણ કહ્યું કે દર્શન જ્ઞાન ચારિત્ર સેવવાં મૂળ ગાથામાં. તો એ તો પર્યાય થઈ ભેદ થયો. કે ભઈ પર્યાયથી, ભેદ કીધો છે એનું કારણ? કે લોકોને પર્યાયથી ને વ્યવહારથી સમજાવવું છે તેથી કહ્યું છે. બાકી પર્યાય એ આદરણીય નથી. ભેદ, એક દ્રવ્યનો એક અંશ જે વર્તમાન દશા એ આદરણીય નથી. આહાહા ! આવું વસ્તુનું (સૂક્ષ્મ સ્વરૂપ !) હવે. સમજાણું કાંઈ?
એ જ વાત અહીંયા અગિયારમી ગાથામાં લીધી છે. અગિયારમીમાં સાતમીમાં, સોળમી ગાથામાં જે કહ્યું એ શૈલી, આંહી લીધી છે. અને મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો પરદ્રવ્યથી જુદો પાડી, અને એનો જે સ્વભાવ, ગુણ ને પર્યાય એનાથી તે અભિન્ન વસ્તુ છે, પણ વસ્તુ તો અભેદ છે એમ કીધું અને સાતમી ગાથામાં વસ્તુ ભેદભેદ છે એમ કીધું. (શ્રોતાઃ સાચું ક્યું એમાંથી?) બેય. કઈ અપેક્ષાએ કીધું છે, કીધુંને? કે ભેદભેદ છે એમ કહ્યું છે એ વસ્તુનું સ્વરૂપ છે, અને ત્યાં જે અભેદ કીધું છે એ પરથી જુદું પાડીને, પોતામાં ગુણ ને પર્યાય છે, એટલું બતાવવા તેને અભિન કહ્યું છે. આહાહા! સમજાણું કાંઈ?
આ તો ભેદનો પક્ષ આવ્યો ને, તે ઉપરથી આ વિચારો આવ્યા બધા ઘણાં. (શ્રોતા: સારા વિચારો આવ્યા છે.) આ તો ભેદનો પક્ષ ચ્યોને? આહાહા! પ્રભુ! મારગડા વીતરાગના એવા કોઈ છે આ, અત્યારે તો ગોટો ઊડ્યો છે મોટો. આહાહા ! સર્વજ્ઞનો પંથ વીતરાગતાનો સાર છે. તો વીતરાગતા થાય ક્યારે? ભેદનો પક્ષ કરે, લક્ષ કરે તો વીતરાગતા ન થાય, તો રાગ થાય. સમજાણું કાંઈ?
પંચાસ્તિકાયની એકસો બોંતેર ગાથામાં આવ્યું કે બધા શાસ્ત્રોનું તાત્પર્ય શું? કે તાત્પર્ય વીતરાગતા. ચાહે તો ચરણાનુયોગ હોય કે કરણાનુયોગ હોય, દ્રવ્યાનુયોગ હોય કે કથાનુયોગ હોય, એ ચારેય અનુયોગનું તાત્પર્ય તો વીતરાગતા છે. એ વીતરાગતા તો પર્યાય છે.
પણ, એ વીતરાગતા પ્રગટ કેમ થાય? એનો અર્થ થયો કે એને દ્રવ્યનો આશ્રય લ્ય તો વીતરાગતા પ્રગટ થાય. પર્યાયનો આશ્રય લ્ય તો રાગ થાય. વીતરાગતા પ્રગટ થાય નહીં. આહાહાહા ! દેવીલાલજી! આ તો ત્રણ, ચાર બોલ નીકળ્યા આમાંથી. આહાહા ! આહાહા!
જિનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો નિમિત્ત દેખીને / હસ્તાવલંબનો અર્થ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com