________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧
૪૪૯ વળી ભેદનો ઉપદેશ દેનારાં પણ છે. આહાહા !
પર્યાયનાં લક્ષે એને વ્રત ને તપ ને આમ કરો, લક્ષ તો ત્યાં દૃષ્ટિ છે, આંહી દ્રવ્ય ઉપર તો દષ્ટિ છે નહીં. એવો ઉપદેશ, પરસ્પર માંહોમાંહે કરે છે. ઉપદેશ “પણ”, “પણ” એટલે બીજો બોલ પહેલો બોલ તો અનાદિનો છે જ ઉપરાંત બીજો બોલ આ ઉપદેશ પણ બધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. આહાહાહા ! બે બોલ !
વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે” – જિનવાણીમાં પણ દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ, વ્રત તપ આદિના ભાવો બતાવ્યાં છે. જિનવાણીએ પણ નિશ્ચય વસ્તુ જ્યાં છે. આત્માનો આશ્રય લઈને જ્યાં સમ્યગ્દર્શન જ્ઞાન થયું છે, એને રાગની મંદતાનો ભાવ ચોથ, પાંચમે કે છઠ્ઠ એવો મંદતાનો ભાવ આવે, આવે એને ઉપદેશ જિનવાણીમાં કહ્યો છે. કે જુઓ આવો વ્યવહાર (સાધકોને) હોય. એને વ્રત હોય, એને ભક્તિ હોય એને આ હોય એમ જિનવાણીમાં વ્યવહારનયનો ઉપદેશ હસ્તાવલંબ જાણી એટલે કે નિમિત્તરૂપે જાણી, નિશ્ચયના સ્વભાવના ભાનના કાળમાં એ વ્યવહાર સહચર સાથે દેખીને સહુચર, સાથે દેખીને નિમિત્ત ગણીને, તેનો ઉપદેશ પણ જિનવાણીએ આપ્યો છે. ઘણો ઉપદેશ ઈ આપ્યો છે. આહાહા ! સમજાણું કાંઈ ?
| દર્શન આચાર સમકિતના વ્યવહાર, જ્ઞાનના વ્યવહાર આચાર “નિવ્વ ન કરવો” વિનય કરવો વિગેરે. આહાહા ! જેની પાસેથી સાંભળ્યું છે તેને ન ગોપવવું એ બધો વ્યવહાર. એવો વ્યવહાર જિનવાણીમાં પણ આવ્યો છે. આહાહા! “હસ્તાવલંબ” નામ નિમિત્ત, “સહાયક' નામ સાથે રહેનારો નિશ્ચયની સાથે વ્યવહાર ને રાગની મંદતાનો ભાવ હોય છે. એમ દેખીને નિમિત્તપણે દેખીને / જેને સ્વભાવના આશ્રયે અનુભવ દૃષ્ટિ થઈ તેના સાથે, સહચરપણે આવો રાગ મંદ હોય, એટલું જણાવીને જણાવ્યું છે પણ એનું ફળ સંસાર જ છે. આહાહા ! ત્રણેય, ભેદના પક્ષવાળાનુંય ફળ સંસાર છે, વ્યવહારનો ઉપદેશ કરે છે એક બીજા એનુંય ફળ સંસાર છે, અને જિનવાણીએ કહેલો વ્યવહાર એનું ફળ સંસાર છે.
ત્યારે કહે કે વ્યવહાર કહ્યો કેમ? કે નિશ્ચય જે આત્મા આનંદ સ્વરૂપનો આશ્રય લઈને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર આદિ થયાં છે. એની પૂર્ણતા ન હોય ત્યારે રાગની મંદતા સહચર સાથે હોય છે, એમ ગણીને તેને પણ વ્યવહાર કહ્યો છે. પણ એ વ્યવહાર આદરણીય નથી. આહાહા ! સમજાણું કાંઈ? વ્યવહાર છે ખરો એમ જિનવાણીએ કહ્યું, આહા! પણ તે આદરણીય નથી એનું ફળ સંસાર છે. આહાહાહા !
(શ્રોતાઃ કરવા યોગ્ય તો છે?) કરવા યોગ્ય નથી. આંહીયા તો આવે છે સહચર દેખીને ઉપદેશ કર્યો છે. કરવા લાયક છે એવી બુદ્ધિ સમકિતીને હોતી નથી. આવી જાય છે વચમાં સહચર સાથે આવી જાય છે, એથી એનો ઉપદેશ કર્યો છે. પણ છે એનું ફળ સંસાર. આહાહાહા !
(શ્રોતા: અનાદિની છે?) અનાદિની પર્યાય બુદ્ધિ છે એમ કહે છે, અને પર્યાયબુદ્ધિનો ઉપદેશ, વ્યવહારનો માંહો માંહે કરે છે. વ્રત કરો ભક્તિ કરો તપ કરો દાન કરો તો એનાથી થાય, એવો ઉપદેશ કરે છે. એ મિથ્યાત્વ ઉપદેશ અને જિનવાણીમાં પણ નિશ્ચયના સ્વરૂપના ભાનના કાળમાં પણ, એવો રાગની મંદતાનો ભાવ આવ્યા વિના રહેતો નથી એવી રીતે જણાવ્યું છે. પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com