________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧
४४७ પર્યાયનો જે ભેદ છે ત્રિકાળમાં વર્તમાન, એની બુદ્ધિ અનાદિ કાળથી, પર્યાય બુદ્ધિ-ભેદબુદ્ધિ તો અનાદિની જ છે. સમજાણું કાંઈ?
અને, સાતમી ગાથામાં એમ કહ્યું, કે ભેદ ઉપર લક્ષ જશે તો તેને રાગ થશે. માટે તેને અભેદ એકલો જ્ઞાયક સ્વભાવ છે તેની દૃષ્ટિ કરતાં તેને સમ્યગ્દર્શન જ્ઞાનાદિ થશે. અને ભેદનું લક્ષ પર્યાયનું લક્ષ કરવા જશે, તો રાગી પ્રાણી છે માટે ભેદનું લક્ષ કરવા જતાં રાગ થશે. ભેદનું લક્ષ કરવા જતાં રાગ થતો હોય તો કેવળી પણ ભેદ અભેદ ચીજને બરાબર જાણે છે. ઝીણી વાત છે! આહાહા !
કેવળજ્ઞાની પણ, ત્રિકાળી અભેદને પણ જાણે છે અને પર્યાયનો જે ભેદ છે એ પણ કેવળી તો જાણે છે. ભેદને જાણતાં રાગ થતો હોય તો તો કેવળીને રાગ થવો જોઈએ, પણ આંહી સરાગી પ્રાણી છે સાધકમાં છે એને દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરાવતાં, એનું પ્રયોજન જે સુખ ને શાંતિ છે એ પ્રાપ્ત થાય છે. એ માટે ભેદ એનામાં હોવા છતાં, ભેદને ગૌણ કરીને નથી કહ્યું છે. સમજાણું કાંઈ ?
અને મોક્ષમાર્ગ ( પ્રકાશક ) માં સાતમા અધ્યાયમાં, આત્માને ભેદભેદ કહ્યો નથી. એણે તો અભેદ કહ્યો છે. એ પરથી જુદો છે ને પોતાના ગુણપર્યાયથી અભેદ છે, એમ બતાવવું છે ત્યાં. સમજાણું કાંઈ? પર્યાય અને દ્રવ્ય વસ્તુમાં છે. પણ એને ત્યાં મોક્ષમાર્ગ (પ્રકાશક) માં તો સાતમા અધ્યાયમાં ૨૫૬ પાના પછી ૨૫૭ પાને વસ્તુને અભેદ કીધી. અભેદ એટલે? એ વસ્તુ છે આત્મા, એના ગુણ ને પર્યાય બધા એક મેક પરથી ભિન્ન છે, અને પોતાથી સ્વભાવથી અભિન્ન છે. ઈ ભાષા વાપરી છે ને? અરે ! આવી અપેક્ષાઓ હવે.
કે વસ્તુને... મોક્ષમાર્ગ (પ્રકાશક) માં એમ કહે, ટોડરમલ્લજી! કે વસ્તુ છે એ અભેદ છે. એમાં જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાયના ભેદ કરવા, એ ભેદ નથી, એને સમજાવવા ભેદ કહ્યો છે. કેમકે જે જ્ઞાન દર્શન ચારિત્રથી પ્રાપ્ત આત્મા થાય, એને (જ્ઞાનદર્શન ચારિત્રને) પ્રાપ્ત કરે માટે તેને ભેદથી કથન (કર્યું છે). પણ વસ્તુ ભેદરૂપ નથી, વસ્તુ તો ઈ દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય સહિત આત્મા અભેદ છે.
જરી ઝીણી વાત છે ભઈ ! આ તો આ ભેદ ઉપરના વિચાર આવતાં, શું કહે છે? આંહી કહે છે કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી છે, પર્યાય ઉપર દૃષ્ટિ એની ભેદરૂપમાં તો અનાદિની છે એમ કહે છે. સમજાણું કાંઈ ? અને મોક્ષમાર્ગ (પ્રકાશક) માં એમ કહ્યું કે વસ્તુ અભેદ છે પર્યાય સહિત તે જ વસ્તુ છે, પર્યાય ભેદ અને દ્રવ્ય અભેદ એમ છે નહીં. ત્યાં તો પરથી જુદું પાડીને, એના દ્રવ્ય ગુણ પર્યાયમાં અભેદને વસ્તુ કીધી છે. અને અહીંયા જે છે એને ગુણ અને પર્યાયો જે છે. એ ત્રિકાળની અપેક્ષાએ, એક સમયની પર્યાય ભેદરૂપ છે. આહા!
ત્રિકાળ (વસ્તુ) છે તે વસ્તુ અભેદ છે ધ્રુવ અને પર્યાય છે તે તેનો ભેદ છે અને તે ભેદનો પક્ષ તો અનાદિનો છે પ્રાણીઓને. આહાહા ! તેથી એ પક્ષ છોડાવવા, વસ્તુ ભેદરૂપ નથી, એટલે વ્યવહાર નથી, પર્યાય નથી–એમ કહીને ત્રિકાળી આત્માનો આશ્રય લઈને, સમકિત ને સુખની પ્રાપ્તિ થાય, એ પ્રયોજને વ્યવહાર ને પર્યાયો જે છે ભેદ, એ નથી એમ કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com