________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સાંભળનારાઓ સંખ્યાઓમાં ઘણાં. પ્રાણભાઈ ! આ પ્રાણ છે હોં. ઓલા પ્રાણ તો બધાં ખોટાં છે આ બધા. આહાહા ! ચૈતન્યના ભાવપ્રાણ આનંદના પ્રભુ! એને સત્ય કહીને તે જ છે એમ સિદ્ધ કર્યું અને પર્યાય, રાગાદિ છે છતાં તેને અસત્ય કહીને જુકો કરીને ગૌણ કરીને “નથી' એમ કહ્યું. એનો હેતુ આ કે સુખનું પ્રયોજન તને હોય, તો તારે દ્રવ્ય ઉપર દૃષ્ટિ દેવી પડશે, અભેદ ઉપર દૃષ્ટિ દેતાં તને સુખ પ્રગટશે. ભેદ અને પર્યાય ઉપર દૃષ્ટિ આપતાં પ્રભુ તને રાગ થશે, તને દુઃખ થશે તું દુઃખની આકુળતામાં વેદાઈ જઈશ પ્રભુ. આહાહા!
બે થયાં. હવે “જિનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી ઘણો કર્યો છે.” આહાહાહા ! કેમ કે નિશ્ચય સ્વરૂપ જે ભગવાન આત્માનું દર્શન જ્ઞાન થાય, ચારિત્ર એની સાથે વ્યવહાર હોય. છે દયા ને દાન ને વ્રતનો એવો વ્યવહાર હોય છે, એનો ઉપદેશ વ્યવહારનો પણ ભગવાને ઘણો કર્યો છે. આહાહા ! સમજાણું કાંઈ?
સમકિતના આઠ આચાર, જ્ઞાનના આઠ આચાર, ચારિત્રના આઠ આચાર વ્યવહાર એ બધાનું વર્ણન ભગવાને કર્યું છે. છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ?
પણ.... ઈ જિનવાણીમાં જે ઉપદેશ આ વ્યવહારનો આવ્યો. આહાહાહાહા! હસ્તાવલંબનો અર્થ નિમિત્ત લેવો સહાયકનો અર્થ હારે છે એમ લેવું; નિશ્ચયની હારે એવો વિકલ્પ રાગનો હોય છે, એમ નિમિત્ત તરીકે સહુચર તરીકે જાણીને એવો ઉપદેશ વીતરાગની આજ્ઞામાં વ્યવહાર આજ્ઞામાં આવ્યો છે. પણ એનું ફળ સંસાર છે.
(શ્રોતાઃ ઉપદેશમાં સાધન સાધ્ય કહ્યું.) ઈ સાધન સાધ્ય કહ્યું. પણ નિમિત્ત સાધનનું જ્ઞાન કરાવ્યું છે. સાધન તો એક જ છે. ઈ જ કીધું આ, જે સાધન વિકલ્પ હોય છે એનું જ્ઞાન કરાવવા, એને વ્યવહારનો ઉપદેશ સ્થાપ્યો, પણ છે એનું ફળ સંસાર. આહા... હા!
| વિશેષ કહેશે.. (પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૪૪ ગાથા – ૧૧ તા. ર૬-૭-૭૮ બુધવાર, અષાઢ વદ-૭ સં. ૨૫૦૪
સમયસાર, (ગાથા) અગિયારમીનો ભાવાર્થ, આંહીથી ફરીને લઈએ. પ્રાણીઓને છે? શું કહે છે, જરી બહુ.. અહીંયાં વ્યવહારને જૂઠો કહ્યો એનો અર્થ ઈ થ્યો કે પર્યાય એમાં નથી. અને દ્રવ્યને વસ્તુ ત્રિકાળીને સત્ય કીધી ને પર્યાયને ગૌણ કરીને જુઠી કહી દીધી. હવે એને પ્રયોજન તો ઈ કે દ્રવ્યદૃષ્ટિ કરાવવા પર્યાય છતી છે, છતાં અભેદને દેખવામાં ભેદ દેખાતો નથી. માટે તે ભેદને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે.
હવે અહીંયા કહે છે. પ્રાણીઓને, છે? ભેદરૂપ વ્યવહારનો પક્ષ, એટલે? એક સમયની જે અવસ્થા છે અને તેમાં જે રાગ થાય છે, એ ભેદનો પક્ષ છે. સમજાય છે કાંઈ? અહીંયા અભેદને મુખ્ય કરીને ભેદને ગૌણ કરીને નથી' કહ્યું; એમાં પ્રયોજન દ્રવ્યને, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા, દ્રવ્યનો આશ્રય લેતાં, તે પ્રયોજન સિદ્ધ થાય છે. માટે તે દ્રવ્યને અભેદ કહીને, પર્યાય એમાં હોવા છતાં, ભેદ અવસ્થા હોવા છતાં, તેનું લક્ષ છોડાવવા, ગૌણ કરીને નથી કહેવામાં આવ્યું છે.
હવે અહીંયા, ભેદ “પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે.” એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com