________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૪૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પૂરણ સત્ય સાહેબ પડયો છે, આહા ! અને ભેદને અને પર્યાયને, દયાદાનના વિકલ્પને જે નય જાણે છે તે નયને અમે જુઠ્ઠી કહીએ છીએ, ગૌણ કરીને જુટ્ટી કહીએ છીએ. આને મુખ્ય કરીને સત્ય કહીએ છીએ. આહાહાહાહા !
આપણે તો આ આવી ગયું છે. આ બધું પણ, આ લોકો માટે રામજીભાઈ કહે... (શ્રોતાઃ અમારે માટે છે ) હૈં ? તમારે માટે ! આહાહા ! આ તો વિષય અલૌકિક છે બાપા. આહા ! અતીન્દ્રિય આનંદ આદિ અનંતગુણનું એકરૂપ એવું જે દ્રવ્ય નિત્ય, તે જેનો વિષય છે દર્શનનો અથવા શુદ્ઘનયનો, આહાહા ! તેને અહીંયાં સત્ય કહીને, ભૂતાર્થ તે જ છતો પદાર્થ છે. અને ભેદને-પર્યાયને અવિધમાન કહીને નથી કહીને, જૂઠો છે એમ કહ્યું. આહાહા ! એનો આશય આ. કે અભેદમાં દૃષ્ટિ પડતાં, ભેદ દેખાતો નથી. માટે તે ભેદને અવિધમાન કહેવામાં આવે છે. આહાહાહાહા!
પ્રયોજનવશ ! સુખ ને શાંતિની પ્રાપ્તિના હેતુએ, આહાહાહા ! અતીન્દ્રિય સુખની પ્રાપ્તિના વશ, પ્રયોજનવશ, પ્રયોજન જીવને સુખનું છે. જીવને આનંદ પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય એ એનું પ્રયોજન છે. એ પ્રયોજનને વશ, જેનાથી આનંદ પ્રાપ્ત થાય, એવા ત્રિકાળી ભૂતાર્થને સાચો કહ્યો અને જેના આશ્રયે આનંદ ન થાય પણ દુ:ખ થાય એવા ભેદને પર્યાયને વ્યવહા૨ ગણીને અસત્ય, ગૌણ કરીને અસત્ય કહ્યો. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહા ! આવું છે. પોણો કલાક તો થઈ ગયો ! આમાં તો યાદ કેટલું ૨હે આમાંથી ?
હવે કહે છે પ્રયોજનવશ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે. અહીં ! અહીં હોં ! અહીંયા ! હવે એમ કેમ કહ્યું ? કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહા૨નો પક્ષ તો અનાદિકાળથી જ છે. આહાહાહા ! ગુણભેદ, પર્યાયની દૃષ્ટિ પર્યાય ઉ૫૨ દૃષ્ટિ. ભલે ઈ એક સમયની પર્યાયને ઈ જોઈ શકે નહીં, કા૨ણ એક સમયની પર્યાય ને જોવા જાય તો ઉપયોગ સૂક્ષ્મ ઘણો થઈ જાય, પણ એની દૃષ્ટિમાં દ્રવ્યસ્વભાવ નથી, તેથી તેને દૃષ્ટિમાં પર્યાય છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? આહાહાહા!
નહિ તો પર્યાય છે તો એક સમયમાં અનંતી, અનંતગુણની. પણ ઈ અનંતગુણની અનંતીપર્યાયની મુદત એક સમયની. હવે એક સમયની મુદતની પર્યાયની દૃષ્ટિ કરવા જાય તો તો એક સમય પકડાય જાય તો તો ઉપયોગ થઈ ગયો શુદ્ધ. પણ... એને દૃષ્ટિનો વિષય જે ત્રિકાળ છે એ નથી, એથી તેની દૃષ્ટિ ભેદ ને પર્યાય ઉપર છે, તેથી પર્યાયદેષ્ટિવાળો કહેવામાં આવે છે. આહાહાહાહા !
પ્રાણીઓને, આંહી પ્રાણીઓ શબ્દે બહુવચન લીધાં. ઘણાં પ્રાણીઓને તો, ભેદરૂપ વ્યવહા૨નો પક્ષ અનાદિકાળથી જ છે એ તો. આહાહાહા ! એક વાત. ભેદરૂપ વ્યવહા૨નો પક્ષ, આશ્રય-અવલંબન, એ જ છે એવો પક્ષ તો અનાદિનો છે. અને એનો ઉપદેશ પણ બહુધા ઉપદેશ ‘પણ ’ એમ કેમ કહ્યું ? કે એક તો આ અને બીજું આ. એક તો અનાદિનો એને ભેદરૂપ વ્યવહા૨નો પક્ષ છે એક, અને એનો ઉપદેશ પણ બીજું, પણ તેથી લેવું પણ બીજું. બીજો બોલ આ પણ છે એની હારે કે બહુધા સર્વ પ્રાણીઓ-ઘણાં સર્વપ્રાણીઓ આત્માઓ ૫૨સ્પ૨ ઉપદેશ કરે છે, એ જ કરે છે. દાન કરવું વ્રત કરવા-વ્યવહા૨ ક૨વો તપ કરવા, પૂજા કરવી, એ કહેનારા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com