________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧
૪૪૩
પ્રયોજનને વશે ” આનંદને પ્રાપ્ત કરવાના હેતુએ, “ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે ” અહીં. એ નિશ્ચયને, મુખ્યને નિશ્ચય કહીને તે સત્ય છે એમ કીધું. આહાહા ! ત્રિકાળ, ભૂતાર્થ વસ્તુ છે તે જ મુખ્ય છે, અને તેને નિશ્ચય, નિશ્ચય તો ત્રણેય દ્રવ્ય ગુણ પર્યાય નિશ્ચય છે. કેમ કે સ્વ છે માટે નિશ્ચય ને ૫૨ છે માટે વ્યવહાર.
66
.
પણ, અહીંયાં એથી બીજી વાત લેવી છે. અહીંયા તો મુખ્ય જે ચીજ ત્રિકાળી છે તેને નિશ્ચય કહીને ‘તે જ છે’ એમ કહીને, એને મુખ્યપણે સિદ્ધ કર્યું છે. અને પર્યાયને-ગુણભેદને ગૌણ કરીને ‘ છે છતાં ’ ગૌણ કરીને તે ‘ નથી ' તેમ કહેવામાં આવ્યું છે. અભાવ કરીને નહીં, અહીં એમ નથી. આંહી અસત્યાર્થ કહ્યું પણ એનો અર્થ આવો નથી. કે ‘ નથી જ ’ એમ નથી. ગૌણ કરીને ‘ નથી ’ વ્યવહારનો વિષય અને વ્યવહા૨ એમ કહ્યું છે.
,
અરે આવું એકે એકમાં કોને નવરાશ છે? એક તો સંસારના પાપના ધંધા આખો દિ’ આ ૨ળવું ને ભોગ ને વિષય ને પૈસા ને દુકાનને સાચવવાને આ દાક્ત૨૫ણાના ને આ કિલાતને... એકલા પાપના ધંધા આખો દિ' હવે એમાં ધરમ તો ક્યાં 'ય રહ્યો, પુછ્યું ' ય ક્યાં ' ય રહ્યું. આહાહા ! પુણ્ય તો હજી ચાર પાંચ કલાક સત્ સમાગમ કરે સત્ સમાગમ કોને કહેવો ? એને ઓળખે અને એનો સમાગમ કરે, વાંચન બે ચાર પાંચ કલાક કરે તો પુણ્યે ય થાય, પુણ્યે ય થાય. આહાહા ! ધ૨મ તો પછી.
(શ્રોતાઃ ) ધરમ તો બહુ કઠણ કરી દીધો છે. (ઉત્ત૨: ) વસ્તુ એવી છે બાપુ.
(શ્રોતાઃ ) રૂપિયા ગરીબોને આપે એટલે પુણ્ય થાય.
(ઉત્ત૨: ) ધૂળમાં ય નહીં. કરોડો આપેને, વિશેષમાં તો એવું છે કે આ કરોડ મેં આપ્યા,
મારા માનીને આપ્યા છે તે મિથ્યાર્દષ્ટિ મિથ્યાત્વ સેવે છે. કહો મહાન પાખંડ સેવે છે પૈસો છે જડ અજીવ, ભગવાન આત્મા જીવ. તે અજીવ મારા છે એમ માનીને આપે તો એ મિથ્યાત્વને સેવે છે. ભલે અંદર રાગની મંદતાનો કોઈ ભાવ હો, તો મિથ્યાત્વસહિત એને પુણ્ય બંધાય પાપાનુંબંધી. આહાહા ! આવું છે.
(શ્રોતાઃ પૈસા કોઈના નથી ને હું આપું છું!) આપું છું એમ કીધું ને ? આપી શકે છે ક્યાં ઈ ? ૫૨ ચીજને લઈ શકે કે છોડી શકે ઈ આત્મામાં છે જ ક્યાં ? એનામાં ગુણ તો (છે એક) ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ એનો ગુણ તો એવો છે, પ્રભુનો ચૈતન્યનો કે ૫૨નો ત્યાગ કે ૫૨નું ગ્રહણ, એનાથી તો રહિત એનો સ્વભાવ છે. ૫૨નો ત્યાગ કરું ને ગ્રહણ કરું એ સ્વરૂપમાં છે જ નહીં. આહાહા ! આવું છે. દુનિયાથી તો વિરુદ્ધ છે ભઈ !
(શ્રોતાઃ તો ગુરુદેવ ઈ કઈ રીતે આપી શકે આ પૈસા મારા નથી, હું આપી શકતો નથી, હું લઇ શકતો નથી, તો કઈ રીતે ઈ વ્યવહાર કેમ ચાલે ? ) કોણ કહે છે ? વ્યવહાર તો ઈ વિકલ્પ આવ્યો એ વ્યવહા૨ છે. વિકલ્પ આવ્યો એ વ્યવહા૨, એ પણ હેય છે. આ તો જુદી જાત છે બાપા વાતું ! આહાહા ! ત્રણલોકના નાથ, વીતરાગ પરમાત્મા. આહાહા ! અકષાયી કરુણાથી ૫૨માત્મા જગતને કહે છે. અકષાયી કરુણા હોં ! હૈં ! આહાહા ! ભગવંત ! સાંભળ તા૨ા ઘ૨ની વાત પ્રભુ ! આહાહાહાહા ! તારી પ્રભુતા પૂરણ છે તેને દેખનારી નયને સાચી કહીએ છીએ. કેમકે સાચો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com