________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૪૧ કણિયો પણ આદરણીય માન્યો છે, એ સંસાર માર્ગે છે. આહાહાહાહા !
કેમકે રાગ પોતે સંસાર છે, શુભરાગ છે એ સંસાર છે, શુભરાગ છે દયા દાનનો એ ભવ છે, એ સંસાર છે, એ ભવ છે, ભવનો જેને પ્રેમ છે તે ભવાબ્ધિમાં રખડનારો સંસારી પ્રાણી છે. આહાહાહા !
મુનિ ! હજારો રાણી છોડી હોય, નગ્નપણું ધારણ કર્યું હોય, જંગલમાં વસતો હોય, પણ જેને અંતરમાં મહાવ્રત આદિના પરિણામ જે ઉત્પન્ન થાય રાગ, એ રાગને પોતે આદરણીય માને છે. આહાહા !! જેનો વિષય જ વ્યવહારનયનો રાગ છે તે જ માને છે અને એ રાગનું એકત્વપણું જેને માને છે એ સંસારમાર્ગે છે. અને છ— કરોડ પાયદળના અને છનું હજાર સ્ત્રીઓના છંદમાં પડયો ચક્રવર્તી પણ આત્મા અભેદ ચિદાનંદનો અનુભવ છે. આહાહા! એ મોક્ષને માર્ગે છે, ઓલો સંસારને માર્ગે છે. આહાહા! સમજાણું કાંઈ?
એ લોકો તો સર્વ વ્યાપક “એક આંહી વજન “એક છે. વસ્તુ તરીકે સર્વ વ્યાપક એક, ગુણ તરીકે ગુણોનો ભેદ નહીં અભેદ, પર્યાય તરીકે અવસ્થા નહીં ને નિત્ય, એવી શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે. એક, ગુણભેદવિનાની, પર્યાય વિનાની, શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે, એવું ઠરે.
જો ભેદ અને પર્યાય ન હોય તો વેદાંતમતવાળા જેવી દષ્ટિ મિથ્યાત્વની ઠરે. આહાહા ! વ્યવહારનો વિષય ભેદ-પર્યાય-રાગ છે એમ માનવું જોઈએ, માનવું તો જોઈએ. પણ એ માન્યતા હેય છોડવાલાયક છે. આહાહાહા ! અને અખંડ, અભેદ ચૈતન્ય વસ્તુ એનું જ્ઞાન કરીને પ્રતીત કરવી, એ ઉપાદેય છે. એ જ આદરણીય છે. અને એ સામ્યભાવ સ્વરૂપ ભગવાન એમાંથી પ્રગટ થયેલો સામ્યભાવ એ આનંદમય છે. તે મોક્ષને માર્ગે છે. આહાહા ! સમજાણું કાંઈ? આવી વાતું છે.
અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ સર્વથા. એટલે કે નિશ્ચય એક અભેદ જ છે અને ભેદ પર્યાય નથી તો સર્વથા એકાંત થાય છે. કથંચિત્ રીતે એમ કહેતા હોય કે ત્રિકાળની અપેક્ષાએ નિત્ય છે, પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. ગુણ ગુણીના ભેદ વિનાની અપેક્ષાએ અભેદ છે, પણ ગુણ ગુણીના ભેદનો ભિન્ન વિચાર કરે તો ભેદ પણ છે. તો તો કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય તો તો કથંચિત્ ધ્રુવ અને કથંચિત્ પર્યાય એમ સિદ્ધ થાય... પણ આ સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાદૃષ્ટિનો પ્રસંગ આવે. આહાહાહા !
જો વ્યવહારનો વિષય ભેદ, પર્યાય, રાગ છે, અનેકપણું પણ છે, એકમાં અનેક ગુણ પણ છે, એવા અનેક ગુણને ન માને, પર્યાયને ન માને, ભેદને ન માને તો મિથ્યાષ્ટિનો પ્રસંગ આવે છે વેદાંતમતની પેઠે. આહાહા !! આ તો વીતરાગ, સર્વજ્ઞ-કેવળી પરમાત્માએ જોયું તે મારગ છે. એનામાં કોઈ સર્વજ્ઞ નથી કે એણે જોયું શું છે? ઈ તો કલ્પનાથી બધી વાતું નવી ઊભી કરી. આહાહા ! વેદાંત મતવાળાએ.
અત્યારે મોટો પક્ષ છે વેદાંતનો, મોટા મોટા અધિકારીઓ ને અમલદારો ને મોટા બધાય એ વેદાંત પક્ષમાં છે. મુસલમાનમાં ય એક પક્ષ છે એવો કીધું ને કાલે કહ્યું તું. એક સૂફી પક્ષ છે. સૂફી એના ફકીરો અનલહક્ક એક ખુદા છું, એમ માનનારા એ ફકીરને જોયા છે મેં એક ફેરે બોટાદ, વહોરવા બહાર નીકળ્યો 'તોને બે ફકીર ઊભા તા. આમ તો... ખસી ગયા બિચારાં એક તરફ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com