________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४०
સમયસાર સિદ્ધિ ભાગ-૧ નથી માટે ભેદને જૂઠો કહ્યો, પણ ભેદ વસ્તુ કોઈ છે જ નહીં, પર્યાય છે જ નહીં, ગુણીમાં ગુણનાં અનંત પ્રકારો છે જ નહીં, રાગ દયા દાનનો વિકલ્પ જ્ઞાનીને પણ આવ્યા વિના રહેતો નથી, એ નથી, એમ નહીં. સમજાણું કાંઈ...?
એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો તો જેમ વેદાંતમતવાળાઓ, વેદાંતમતવાળા સર્વવ્યાપક એક આત્માને કહે છે. ઈ ભેદરૂપ પર્યાયને અને ભેદરૂપ વર્તમાન અવસ્થાને અનિત્યને દેખી, છે? એ અવસ્તુ માયાસ્વરૂપ કહે છે. એ વસ્તુ નથી માયા, યા.. મા, તે નથી યા તે.. મા નથી, એમ વેદાન્તવાળા કહે છે. આહાહા! માયા છે એ તો એટલે કે એ નથી. યા મા એ.. નથી. એમ વેદાન્તમતવાળા, પર્યાયને અને અનંતગુણોના ભેદને અને રાગાદિને અને અનેક દ્રવ્યને, નહિ કહેનારાઓ જો ભેદને વ્યવહારનય, નથી તો તો પછી આ ચીજ જ નથી, તો વેદાન્તમત થઈ ગયો. આહાહા !
આહા...! આંહી તો ભેદને જૂઠો કહેવાનો આશય, અભેદની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી માટે જૂઠો કહ્યો છે. પણ વ્યવહારે વ્યવહારનો વિષય છે, એનો નિષેધ નથી. આહાહાહા ! અને વ્યવહારનો વ્યવહાર વિષય છે, એની શ્રદ્ધા પણ કરવી જોઈએ. પણ છતાં એ શ્રદ્ધા છોડવા લાયક છે. શ્રદ્ધા કરવા લાયક છે, છે એ અપેક્ષાએ. પણ એ શ્રદ્ધા છોડવા લાયક છે. આહાહા ! અને ત્રિકાળી ભગવાન જે આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર એકરૂપે સામ્યભાવે પડેલો પ્રભુ એને જોનારને ભેદ દેખાતો નથી, માટે વ્યવહાર ને ભેદ ને પર્યાયને જુહી કહી, પણ એથી એમ ન સમજવું કે ગુણભેદ ને પર્યાય ને બીજા અનેક દ્રવ્યો આદિ નથી, એમ ન સમજવું, ભાઈ ! આહાહાહા !
અલૌકિક વાત છે બાપા! આ કરોડો-અબજો રૂપિયા આપે તો ય મળે એવું નથી, આ ચીજ એવી છે. આહાહા ! અમૃતસાગર અંદર ઊછળ્યો છે અંદરથી. એની આ વાતું છે બધી. આહાહા !
જ્યાં અમૃતસાગરથી ભરેલો ભગવાન. અમૃત એટલે અતીન્દ્રિય આનંદનું અમૃતપણું. એનાથી પ્રભુ તું ભરચક્ક-છલોછલ ભર્યો છે એકરૂપ સ્વરૂપ. આહાહા ! એની જ્યાં દૃષ્ટિ થઈ અને એને જેણે વિષય બનાવ્યો, એ વિષયમાં તો ભેદ છે નહીં. એથી વ્યવહારને જૂઠો આ અપેક્ષાએ કહ્યો છે. પણ તદ્દન વ્યવહાર નથી જ એમ માને, તો વેદાંતમતવાળા જેવું અજ્ઞાન થઈને મિથ્યાત્વ થશે. આહાહા !
છે? અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક. વસ્તુથી એક, ગુણથી અભેદ. એ લોકો શું કહે છે? કે વસ્તુથી એક અને અભેદ એમાં ગુણોનો ભેદ પણ નથી એ તો અભેદ છે નિત્ય. પર્યાય નથી એ તો નિત્ય જ છે. એક, અભેદ, નિત્ય ત્રણના અર્થ આ થયાં. કે વસ્તુ એક, ગુણ ભેદ નહીં, પર્યાય નહીં સમજાણું કાંઈ ? દરેક શબ્દમાં ગંભીરતા છે. ટીકાકારે પાઠમાં વ્યવહારને અભૂતાર્થ કહ્યો પાઠમાં. એની ટીકા કરી પ્રભુએ અમૃતચંદ્રાચાર્યો, એને સાદી ભાષામાં સમજાવવા આ પંડિતજી અર્થ કરે છે, જયચંદ્ર પંડિત! આહાહા! ગૃહસ્થાશ્રમમાં રહેલ ! અહીંયાં તો આત્માનું જ્ઞાન સમ્યગ્દર્શન થાય, એ ગૃહસ્થાશ્રમમાં હોય તો ય મોક્ષમાર્ગી છે. અને સાધુ થઈને પંચમહાવ્રત પાળે, હજ્જારો રાણી છોડે, નગ્નપણું ને જંગલમાં રહે, પણ જેણે રાગનો-ભાવનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com