________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४३८
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વિષયમાં અભેદને એકાકારને નિત્ય દ્રવ્યને જોનારની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી. અરે! તેની દષ્ટિમાં એમ કહ્યું ને? જે વસ્તુ ત્રિકાળ જ્ઞાયક ચિદાનંદ પ્રભુ ધ્રુવ છે. એ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યજ્ઞાન એટલે આ નિશ્ચય સમ્યજ્ઞાન, વ્યવહારે ય સમ્યજ્ઞાન છે. પણ તેનો વિષય ભેદ ને નય છે. આહાહા !
અહીંયાં ત્રિકાળી જે વસ્તુ છે-ધ્રુવ છે ભેદ અને પર્યાયના આશ્રય વિનાની છે. એક નિત્ય ત્રિકાળી પ્રભુ એ શુદ્ધનયનો ધ્યેય વિષય હોવાથી, શુદ્ધનય તે અભેદને દેખે જાણે છે, તેથી તેની દૃષ્ટિમાં-અભેદને દેખનારા શુદ્ધનયની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી.
(શ્રોતા: આમાં સમજાયું નહીં કાંઈ ) ફરીને કહીએ આ કયાં આપણે? આહાહા ! વસ્તુ છે અખંડ એકરૂપ આત્મા એને દેખનારને, ભેદ દેખાતો નથી, કેમકે અભેદ ઉપર દૃષ્ટિ છે સમ્યગ્દર્શનનો વિષય ત્રિકાળી અભેદ છે. ઈ અભેદ સામાન્ય નિત્ય દ્રવ્યને, જે નય અથવા દૃષ્ટિ દેખે છે તેમાં ભેદ દેખાતો નથી, અભેદ દેખનારને ભેદ ક્યાં દેખાય? ભેદ છે નહીં એમાં. આહાહા! (શ્રોતા: ત્રિકાળીમાં ભેદ નથી?) ત્રિકાળીમાં એકરૂપ પણ ગુણ ભેદ છે, પણ અભેદની દૃષ્ટિમાં એ ગુણ ભેદ દેખાતો નથી. આહાહા! આવી વાતું બાપુ! બહુ ઝીણી! વીતરાગ મારગ બહુ ઝીણો.
કોઈ દિ' સાંભળ્યો નથી ભાઈ અને આ બહારના કડાકૂટમાં કાં તો આ જગતની સેવા કરવી ને ફલાણું કરવું ને મરી ગયો ત્યાં કોણ સેવા કરતો તો? પરની સેવા કરી શકું છું, એમ માનનાર આત્માને મારી નાખે છે, આત્માનું એણે ખૂન કર્યું છે. કેમકે આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે એ તો જાણનાર-દેખનાર છે એને પરનું કરવું છે ઈ એને સોંપ્યું તો એનો સ્વભાવ નથી, તેનો અનાદર કર્યો. હું ? આહાહા !
અહીંયાં તો કહે છે. વ્યવહાર અભૂતાર્થ અસત્યાર્થ કહ્યો અને નિશ્ચય શુદ્ધનયને સાચો ને સત્યાર્થ કહ્યો ને ભૂતાર્થ કહ્યો. એનો આશય શું? કે એનો આશય છે કે જેનો વિષય નથી અસત્યાર્થ છે તેને વ્યવહારનય કહે છે. ત્યારે કહે કે વ્યવહારનયનો વિષય નથી કેમ? કે નિશ્ચયમાં અભેદને દેખનારને એમાં ભેદ દેખાતો નથી, માટે તેમાં ભેદ નથી. આહાહા ! વીતરાગના મારગના લોજિક ન્યાયો બહુ અલૌકિક છે. આહાહા !
અત્યારે તો સાંભળવું મુશ્કેલ પડી ગયું છે. આહાહા! આવો સ્વભાવ! ભગવાન પરમાનંદરૂપ પ્રભુ! વીતરાગ મૂર્તિ આત્મા ત્રિકાળ ! એની દૃષ્ટિ કરતાં, અભેદને ને એકાકારને તે દેખે છે, તેથી તે અભેદમાં ભેદ દેખાતો નથી માટે એ અપેક્ષાએ વ્યવહારને જૂઠો કહ્યો છે. અભેદમાં ભેદ દેખાતો નથી માટે ભેદના લક્ષ કરનારને જૂઠો કહ્યો છે.
આરે ! આરે ! આહાહા! આવો મારગ, એ દયા પાળવી, વ્રત કરવાનું અભિમાન ! દાન કરવા લાખો-કરોડોના, એમ કહે તો સમજાયે ય ખરું, કાંઈક? કરી શકે છે–એમ માને છે એને. આહાહા.! (શ્રોતાઃ કરી કે દિ'શકે છે?) કરી કે દિ' શકતો 'તો? (શ્રોતા પરનું કોણ કરી શકે?) એ પ્રભુ તો જ્ઞાનસ્વરૂપ છે ને! એમાં તો પર્યાય એક અવસ્થા વર્તમાન ચાલે છે હલચલ ગતિવાળી એનો પણ પર્યાયનોય જેમાં અભાવ છે. આહાહા ! જે પર્યાય એનો વિષય કરે છે એ પર્યાયનો પણ એમાં અભાવ છે. આહાહા ! શું કહે છે આ. જે શુદ્ધનય જ્ઞાનનો અંશ છે અથવા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com