________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧
૪૩૯ સમ્યગ્દર્શન જે સાચી પ્રતીતિ અંશ છે, એનો વિષય એ ત્રિકાળી ધ્રુવ છે અભેદ. એમ વિષય હોવા છતાં, તે પર્યાય એમાં નથી. પર્યાય-પર્યાયમાં છે ને અભેદ અભેદમાં છે! આહાહા! સમજાય એટલું સમજવું બાપુ! આ તો વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે, દુનિયામાં ક્યાંય છે નહીં આ. આહાહા !
અને આ શરણ વિના એ જનમ મરણ નહીં મૂકાય પ્રભુ! આહાહા ! એ ચોરાશી લાખની યોનિ, અજાણી યોનિયોમાં જઈને જન્મ, મરે, બાપુ! આહાહા! અરેરે ! એ દુઃખના દરિયામાં પડે, અને એ દુઃખની વાતું શું કરવી? જેનાં નર્કના ક્ષણના દુઃખો, ભગવાન એમ વર્ણવે, નર્કનાં ક્ષણનાં દુઃખો કરોડો જીભે ને કરોડો ભવે ન કહી શકાય. એવું એ નર્કમાં ક્ષણમાં દુઃખ છે. એવાં એવાં તો તેત્રીસ સાગર સુધી ભોગવ્યું; એવું એક વાર નહીં પણ અનંતવાર તેત્રીસ સાગર ગયો. આહા ! બાપુ તારા દુઃખને દેખી, દેખનારને આંસુ આવ્યા છે ભાઈ ! તું અત્યારે બહારમાં રાજી ને ખુશી થઈને પડ્યો છો, બાપુ! તારા રસ્તા ક્યાંથી આવશે નાથ? આહા... હા !
આંહીયાં તો એક સમયની પર્યાય ને ગુણ ગુણીનો ભેદ, અને દયા-દાન-વ્રત-ભક્તિ પૂજાનો ભાવ એને જે જાણે તે વ્યવહારનય અને એ વ્યવહારનયનો વિષય છે, અને તેને આંહીયા જૂઠો કહ્યો. જૂઠો કેમ કહ્યો? કે અભેદ દષ્ટિમાં ઈ દેખાતું નથી એથી તેની વિદ્યમાનતા બહારમાં હોવા છતાં, અભેદમાં વિદ્યમાન દેખાતો નથી, માટે જૂઠો કહ્યો. આહાહાહાહાહા ! માટે તેની દૃષ્ટિમાં, એમ છે ને? કોની દૃષ્ટિમાં? કે જે જ્ઞાયક સ્વરૂપ ત્રિકાળ છે એને જે જોનાર શુદ્ધનય સમ્યજ્ઞાનનો અંશ છે એ અભેદને એકાકાર નિત્યને દેખે છે, તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી. આહાહાહાહા !
આવો ઉપદેશ કઈ જાતનો આ? હેં? આ તે વીતરાગનો મારગ હશે આવો. અરે બાપુ! ભાઈ ! તને ખબર નથી. આહા... હા! આ સામ્યભાવ એ વીતરાગભાવ છે અને એ સામ્યભાવ ચારે અનુયોગોનો સાર છે અને એ સામ્યભાવ, કેમ પ્રગટ થાય? કે સામ્યભાવના સંપૂર્ણ સ્વભાવથી ભરેલો ભગવાન છે. એનો આશ્રય લેતાં સામ્યભાવ આવે, અને એ સામ્યભાવમાં સામ્યભાવની દૃષ્ટિથી જ્યારે ત્રિકાળને જોવે છે તો તે અભેદ છે. શુદ્ધનયથી કહો કે વીતરાગભાવથી કહો. આહાહાહા!
- વ્યવહારને જૂઠો ને અસત્ય કહ્યો એનું કારણ શું? આશય શું? કે નિશ્ચય જે સત્ય જ્ઞાન છે ને દૃષ્ટિ જે છે એ ત્રિકાળ ને અભેદ ઉપર પડી છે ને અભેદને દેખે છે એથી તેમાં ભેદ દેખાતો નથી. તેથી તે ભેદને અવિદ્યમાન, અસત્ય કહીને વ્યવહારનયનો વિષય અસત્ છે, તેથી વ્યવહારનય અસત્ છે. આહાહાહા ! તેની દૃષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અસત્યાર્થ કહેવો જોઈએ. છે? આહા!
આમાં તો ઘરે કાંઈ સાંભળે તો સમજાય એવું નથી એની મેળાએ, આ શું લખ્યું છે પણ આ? બાપુ આ તો મંત્રો છે, બાપા ભાઈ ! આ તો ચૈતન્ય આનંદનો નાથ આનંદ મંદિર ચૈતન્ય રત્નાકર સ્વરૂપ ભગવાન અનંતગુણનો સાગર, અપરિમિત શક્તિઓનો સંગ્રહાલય, એવો જે ભગવાન આત્મા, એની દષ્ટિને દેખતાં એમાં ભેદ ન દેખાય, માટે તે ભેદનો વિષય કરનાર નય, એને જુઠી કીધી છે. આહાહાહાહા ! શશીભાઈ ! આવું છે.
એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. હવે એમ કહે છે કે અભેદમાં ભેદ દેખાતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com