________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૧૩ અહીંયા ધર્મી અને સમ્યગ્દષ્ટિ કહે છે અને એ સમ્યગ્દષ્ટિને અભેદ ઉપર દૃષ્ટિ હોવાથી તે અભેદમાં ગુણોરૂપી ભેદ છે છતાં અભેદ ઉપર દૃષ્ટિ હોવાથી તેને અભેદમાં ભેદ દેખાતો નથી. માળે ! આવી વાતું હવે.
વસ્તુ જે જ્ઞાયક ચૈતન્ય જ્યોત છે; ચૈતન્યના પ્રકાશનો પૂંજ પ્રભુ આત્મા, એમાં શરીર કર્મ ને આ દેશ ને એ તો છે નહીં એમાં, પણ એમાં પુણ્ય ને પાપના ભાવ જે દયા, દાન, કામ, ક્રોધના એ પણ છે નહીં, પણ એ અભેદમાં, ભેદેય નથી. આહાહા ! સમજાય છે કાંઈ ?
જેની ચૈતન્યપ્રકાશ સત્તા છે. એવો જે ભગવાન આત્મા, ચૈતન્યના પ્રકાશનું હોવાપણું જેનું ત્રિકાળી છે, એને દેખનારને સમ્યગ્દષ્ટિ અને સમ્યજ્ઞાની તેને અવલોકનારને-અભેદ દેખતાં તેને ભેદ તેમાં દેખાતો નથી. આહાહા ! છે? તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દૃષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અસત્યાર્થ કહેવો જોઈએ. આહાહા ! જેણે દૃષ્ટિને સંયોગ ઉપરથી છોડી દયા દાનના વિકલ્પથી પણ છોડી, એક સમયની પર્યાયના ભેદથી છોડી, અને ગુણ ગુણીના ભેદથી પણ દષ્ટિ છોડી, અને જેણે સમ્યગ્દર્શનમાં અભેદને દેખ્યો. આહાહાહાહા ! હજી તો ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે.
શ્રાવક કહેવા કોને એ બધા સમજવા જેવી વાતું છે બાપા! આ બધાં વાડાના શ્રાવક તો બધા સાવજ છે. આ મુનિ કોને કહેવા બાપુ? એ અલૌકિક વાતું છે ભાઈ, આહાહા ! જેને અતીન્દ્રિય આનંદની દશામાં છોળ્યું ઊડતી હોય છે; જેમ દરિયામાં ભરતી આવે છે જેમ પાણીની, એમ મુનિની દશામાં અતીન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન અતીન્દ્રિય આનંદની છોળ્યું આવે એને. આહાહાહાહા ! એને મુનિ કહીએ બાપુ! નાગા થઈને ફરે ને લૂગડાં ફેરવ્યાં ને બાવા થઈ ગ્યા માટે સાધુ? આહાહાહા!
અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ જેને અનુભવમાં આવ્યો છે એણે અભેદને જોયો છે, અને જે અભેદમાં ઠર્યા છે અંદરમાં, અતીન્દ્રિય આનંદમાં જામી ગયાં છે અને અહીંયા સાધુ અને મુનિ કહેવામાં આવે છે.
બહુ ફેર પણ આ તો વાતે વાતે ફેર; હિંમતભાઈ ! મુંબઈમાં મળે એવું નથી ત્યાં ધૂળમાંય મળે એવું નથી ત્યાં બોટાદમાંય ન્યાં રખડારખડ કરીને. આહાહા! અહીંયાં તો પ્રભુ એમ કહે છે કે જેણે આત્મા નિત્ય વસ્તુ, એને જેણે જોઈ અંદર અભેદને, તે અભેદમાં ભેદ તેને છે ખરો અંદર ગુણ ભેદ, ગુણીની દૃષ્ટિ કરતાં અંદર ગુણ છે. પણ અભેદમાં ભેદ દેખાતો નથી, માટે તે અભેદની દૃષ્ટિની અપેક્ષાએ ભેદ દેખાતો નથી. આહાહા! માટે તેની દૃષ્ટિમાં ભેદ જૂઠો છે, એમ કહેવાય છે. આહાહા! અભેદમાં ભેદ છે, પણ અભેદને દેખનારને ભેદ દેખાતો નથી. ભેદ દેખાતો હોય તો અભેદ દેખાતું નથી. આહાહા!
આવો ધરમ કોઈ કહે કે નવો કાઢયો હશે આવો? બાપુ! અનાદિનો મારગ આ છે પણ જગતમાં બહાર પડ્યો નહોતો અને આંહી આંધળે-આંધળું હાલતું 'તું ખાતું. આહાહા !
આંહી તો કહે છે, વર્તમાન દશા ને રાગ આદિ અથવા ગુણભેદ, એનો વિષય વ્યવહારનયનો છે ઈ. એ વ્યવહારનયનો વિષય તેને જૂઠો કીધો. “નથી” એમ કહ્યું? કેમ ? કે જેણે અંદર ગુણ ગુણીના ભેદનો પણ વિકલ્પ છોડી દીધો છે, અને જેણે દૃષ્ટિને ત્રિકાળી ધ્રુવમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com