________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તેને દૃષ્ટિ જે જુએ છે એટલે જ્ઞાન/દેષ્ટિ તો પ્રતીતરૂપ છે, જોનાર તો જ્ઞાન છે, જે નયનો અંશ જ્ઞાનનો અંશ/પ્રમાણ નહીં. પ્રમાણનો અંશ તો ત્રિકાળને જુએ ને પર્યાયને જુએ, પણ એ પ્રમાણનો એક અંશ જે શુદ્ધનય જે અભેદને જુએ ત્રિકાળ વસ્તુ, એવા અભેદમાં એકાકારમાં નિત્યમાં ભેદ, અનેકતા અને અનિત્યતા ત્યાં હોતી નથી દેખાતી નથી. માટે વ્યવહારને નથી એમ કહ્યું છે. આહાહાહા!
પણ એનો અર્થ એવો નથી કે વ્યવહારનય અને નયનો વિષય બિલકુલ છે જ નહીં. એ તો ત્રિકાળીની દૃષ્ટિ ને અભેદની અપેક્ષાએ, એની દૃષ્ટિમાં અભેદ દેખાય માટે એની દષ્ટિની અપેક્ષાએ ભેદ નથી એમ કીધું. સમજાણું કાંઈ ? આહાહાહા ! હવે વાણિયાને નવરાશ મળે નહીં ને. આ બધા નિર્ણય કરવા. કપુરભાઈ !( શ્રોતા: નય, કાંઈ આખો દિ' ઘરમાં આવે નહીં!) ઘરમાં ન મળે ને અપાસરે જાય તોય ન મળે દેરાસર જાય તોય ન મળે આ વાત. આહા... હા! ધીમેથી સમજાય એવું છે પ્રભુ! આત્મા છે ને? ઈ તો આનંદનો જ્ઞાનસાગર છે. એ જ્ઞાન કોને ન સમજે? આહાહા! આ તો અનંતકાળમાં (સાંભળી) નહિ વાત એવી અલૌકિક વાતું છે. આહાહા !
પણ... અભેદની દૃષ્ટિમાં એક નયનો શુદ્ધનયનો વિષય જે અભેદ એકાકાર નિત્ય એની દૃષ્ટિમાં ભેદ અનેકતા અને અનિત્યતા દેખાતી નથી, માટે ભેદ અનેકાકાર અનેક અને અનિત્યને નથી એમ કહેવામાં આવ્યું છે. પણ આ એની દૃષ્ટિમાં. આહાહા ! સમજાણું કાંઈ?
માળે ! આવી વાતું કરવી ઝીણી ને.. વળી સમજાણું કાંઈ? કહેવું. બાપુ! આ તો અલૌકિક વાતું. શું કહીએ? અત્યારે તો.. ફેરફાર-ફેરફાર ઘણો થઈ ગયો છે બાપુ દુનિયાને જાણીએ છીએ ને આખા હિન્દુસ્તાનને જાણીએ છીએ દશ-દશ હજાર માઈલ ત્રણ વાર ફર્યા છીએ આખા હિન્દુસ્તાનમાં મોટરથી. આહાહા !
આ વસ્તુ કોઈ જુદી બાપુ! આ તો સર્વજ્ઞ પરમેશ્વર, એને જે જ્ઞાનમાં જણાણું-ત્રણ કાળ, ત્રણ લોકને જાણનારી પર્યાયને જાણી એના અવાજમાં ધ્વનિ ઊઠ્યો ઓમ્. ઓમ્ ધ્વનિ ઊઠ્યો ને એની રચના કરી આગમમાં સંતોએ, એ માંહ્યલું આ એક આગમ છે. (સમયસાર !) એમાં પણ અગિયારમી આ ગાથા આહા! “વીરોગમૂલ્યો મૂવલ્યો સિવો ૬ સુદ્ધનો.' આહાહા ! આ વ્યવહાર ભેદ, અનેક, એક, પર્યાયાદિ જુઠી છે આમ શબ્દ ઊપાડ્યો પાધરો.
“વહારોગમૂલ્યો' –ભેદ, પર્યાય, રાગ, અનેકપણું જુદું છે. અને “મૂલ્યો સિવો તુ' –શુદ્ધનય, ત્રિકાળ એક વસ્તુ છે તે જ સત્ય છે. ત્રિકાળ એક વસ્તુ સત્ય છે. ભેદ, અનેકતા અનિત્યતા તે નથી એમ આ દૃષ્ટિના વિષયમાં નથી દેખાતું માટે તેને અવિદ્યમાન વ્યવહારને કહ્યો છે. આહાહા !
પણ એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો તો જેમ વેદાન્તમતવાળાઓ, ભેદરૂપ અનિત્યને દેખી. આહાહાહા! શું કહે છે? વેદાન્તવાળા સર્વવ્યાપક એક આત્મા જ કહે છે બસ. પર્યાય ને અનેક ગુણો ને અનેક દ્રવ્યો ને એ માનતા નથી. અનેક દ્રવ્યો તો નહીં પણ અનેક ગુણો એ માનતા નથી. અનેક ગુણો તો ઠીક પણ આત્મા અનુભવ કરે આત્મા પર્યાયનો એય માનતા નથી. કારણ કે આત્મા અને અનુભવ કરે–એ બે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com