________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧
૪૨૯ હવે એથી વાત આગળ લઈ જતાં, (શ્રોતા શાસ્ત્રોમાંય એમ છે) શાસ્ત્રોમાં.. જિનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો નિમિત્ત સહચર સહાયક એટલે સહચર સાથે જાણી શુદ્ધનયનો ઉપદેશ અંતર અનુભવ, દેષ્ટિ થાય છતાં સાથે એને હજી પૂરણ વીતરાગ ન થાય ત્યારે એને સાથે, અંદર જોડે વ્યવહાર સમ્યગ્દર્શન, વ્યવહાર જ્ઞાન આદિ આવે, સમજાણું? એથી એને નિમિત્ત સહચર દેખી, બહુ કર્યો છે. જિનવાણીમાં પણ ઉપદેશ બહુ કર્યો છે વ્યવહારનો. આહાહા ! શાસ્ત્રમાં તો વ્યવહારનો ઉપદેશ ઘણો છે. પણ એનું ફળ સંસાર છે. રખડવાનું જ છે. આહાહા છે ? એનું ફળ સંસાર જ છે. જિનવાણીમાં જે વ્યવહાર કહ્યો... એનું ફળ પણ બંધન ને સંસાર છે. આહાહા! ન્યાય સમજાય છે કાંઈ
કેમકે કહ્યું ને હમણાં ચરણાનુયોગમાં પ્રવચનસાર, સમકિતના આઠ આચાર ઈ સમકિતી થયા પછીની વાત છે. આત્મજ્ઞાન-અનુભવ થયો છે પહેલું-દ્રવ્યનો આશ્રય લઈ અભેદની દેષ્ટિ પ્રગટી છે. આત્માના આનંદની દશાનો સ્વાદ-આનંદનો સ્વાદ આવ્યો છે એવા સમકિતીને... પ્રથમ એમ કહે છે કે હે દર્શનાચાર! વ્યવહાર. તે જ્ઞાનાચાર! હું જાણું છું કે તું મારું સ્વરૂપ નથી. આહાહાહા !
- વ્યવહાર વ્રત, તપ, આદિના ભાવને કહે છે કે હું જાણું છું કે વ્યવહાર મહાવ્રતાદિના પરિણામ, એ મારું સ્વરૂપ નથી. પણ મારી પૂરણ વીતરાગતા ન થાય, ત્યાં સુધી મારા અનુભવની સાથે તારું (વ્યવહાર) હોય છે માટે તેને હું વ્યવહારથી અંગીકાર કરું છું, એમ કહેવામાં આવે છે. આહાહા!
(શ્રોતાઃ એમ પણ કીધું કે તારા પ્રસાદથી) કીધું ને વ્યવહારથી.. એમ કીધું તારા પ્રસાદથી, એટલે તારું એ નિમિત્ત છે ને? સહુચર છે ને? જ્યાં સુધી હું વીતરાગ પૂરણ ન થાઉં
ત્યાં સુધી મારા નિશ્ચયના અનુભવની સાથે, તારું સહુચર દેખીને, તારા પ્રસાદથી એટલે નિમિત્તને કારણે એ વ્યવહારનું કથન છે. મારી પ્રાપ્તિ થશે. આહાહાહા ! છે તો આંહી વ્યવહારનું ફળ બંધન. જિનવાણીએ કહયું એનાં ફળ બંધન છે. હવે ઈ બંધનને કારણે અબંધ દશા થાય? મોટો ગોટો અત્યારે આખો મિથ્યાશ્રદ્ધાનું પોષણ જ છે અત્યારે આખું. આહાહા! પરિષહ સહન કરો, ઉપસર્ગ સહન કરો.
(શ્રોતા: પરિષહ, ઉપસર્ગ તો મિથ્યાત્વનો છે) પરિષહ પણ હોય કોને? જેને સમ્યગ્દર્શનઅનુભવ થયો છે આનંદનો, એને પ્રતિકૂળતા ટાણે સહન કરવાની દશાને પરિષહ કહે છે, અજ્ઞાનીને પરિષહ કેવો? એ તો એકલું કષ્ટ છે એને તો. આહાહા !
આ ત્રીજા બોલમાં જરી બહુ આકરી વાત છે. જિનવાણીમાં પણ એમ, જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ! આહાહા ! કેમકે નિશ્ચય સમકિત જે આત્માના અવલંબે થાય, એની સાથે વ્યવહાર સમકિતનો આઠ આચાર, નિમિત્ત તરીકે સાથે સહચર તરીકે હોવાથી, ઉપચારથી તેને વ્યવહારનો ઉપદેશ કર્યો. આહાહા ! એમ નિશ્ચય સમ્યજ્ઞાન-અનુભવ થયો, આત્માના આનંદનું જ્ઞાન થયું, એ જ્ઞાનની સાથે, આઠ આચાર જે શ્રુતજ્ઞાનના છે વિનય કરવો, ઉપધાન કરવો... આદિ એ જોડે હોય છે, સહુચર તરીકે નિમિત્ત તરીકે, તેથી તેનો ઉપદેશ ભગવાને આપ્યો. છતાં તે નિમિત્તનું ફળ સહચર જે છે તેનું ફળ સંસાર (માં) રખડવાનું છે. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com