________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હોય !) આહા..વસ્તુ સ્થિતિ છે એવી આ તે વસ્તુ. આહા !
પણ... એમ કહ્યું ને પાછું કે જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ ઘણો કર્યો છે ને ! શાસ્ત્રમાં ચરણાનુયોગમાં કેટલો અધિકાર. કરણાનુયોગમાં કેટલો કર્મથી થાય કર્મથી થાય. જ્ઞાનાવરણથી જ્ઞાન રોકાય, દર્શનાવરણથી (દર્શન અવરાય). એવો વ્યવહારનો ઉપદેશ તો ભગવાને પણ કર્યો છે. આહાહાહા ! અને મુનિએ જોઈને ચાલવું, વિચારીને બોલવું, નિર્દોષ આહાર લેવો-એષણા સમિતિ, ઈર્ષા, ભાષા, એષણા, આદાન, નિક્ષેપ એવી સમિતિ કહી છે. ભગવાને ય કહી છે વ્યવહાર.
ભલે કહ્યું હોય, સાંભળને! એ તો ત્રિકાળીના આનંદને આશ્રયે સહચરનો એવો રાગ દેખી, એને ઉપચારથી કથન કર્યું છે. જેમ મોક્ષમાર્ગ (પ્રકાશક) માં કહ્યું છે ને કે નિશ્ચય સમ્યગ્દર્શનની સાથે વ્યવહાર સમકિતનો જે વિકલ્પ ઊઠે છે–દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધાનો, આહાહા! એને આરોપથી સહચર દેખીને, નિમિત્ત દેખીને ઉપચારથી વ્યવહાર સમકિત કહ્યું છે. ઈ કાંઈ સમકિત છે નહીં, ઈ તો રાગ છે. આહાહાહા !
- વ્યવહાર સમકિત ઈ સમકિતનું નિરુપણ બે પ્રકારે છે, સમકિત બે પ્રકારે નથી, સમકિત તો એક જ પ્રકારે છે. નિરુપણ આવ્યું એટલે એ લોકોને થઈ ગયું કે બે પ્રકારે છે ને ? ભગવાને વ્યવહાર સમકિત કીધું છે ને? પણ નિરુપણનું કથન છે એ તો વ્યવહારનું કથન છે ઈ તો સહચર દેખીને એનું જ્ઞાન કરાવ્યું છે. આવ્યું છે ને ઈ મોક્ષમાર્ગ (પ્રકાશક) માં એમ કે વ્યવહારનિમિત્તાદિનું જ્ઞાન કરાવવા એ વ્યવહાર કહ્યો છે. એકસો છપ્પન પાને મોક્ષમાર્ગ પ્રકાશક. આહાહાહા ! કેમ કહ્યો આવો વ્યવહાર કે નિમિત્તાદિને-સહચર જાણીને, જ્ઞાન કરાવવા-જ્ઞાન કરાવવા, કરવા લાયક છે માટે એમ નહીં. આહાહા ! આવું છે!
એક તો નિવૃત્તિ ન મળે સમજવાની! સમજવાની નિવૃત્તિ ન મળે અને આખો દિ' પ્રપંચ પડ્યા હોય બહારમાં, અને એને આવા મળે કીધાને વ્યવહારના ઉપદેશ દેનારાં, એટલે એને ઠીક પડે, જાણે કે આપણે આ ભક્તિ કરીએ છીએ, દેવ દર્શન દરરોજ કરીએ છીએ. બસ! અને પા કલાક અર્ધો કલાક વાંચીએ છીએ સસ્વાધ્યાય, દેવ ગુરુની સેવા વંદન કરીએ છીએ, આહાર – પધારો પધારો છ શ્રાવકના આચાર છે એ તો કરીએ છીએ. આહા.... હા!
એ તો બધો રાગ છે એ આચાર છે જ નહીં, શ્રાવકનો આચાર તો અંદર સમ્યગ્દર્શન આત્માને આશ્રયે, જેટલી લીનતા થાય તેટલો મોક્ષનો માર્ગ છે. વચ્ચે આ બધો ભાવ, જિનવાણીએ કહેલો એનું ફળ પણ.... પણ... છે ને પણ એનું ફળ કોઈ કહે કે જિનવાણીમાં કહ્યું છે માટે કાંઈક લાભ છે, સમજાણું કાંઈ?
વીતરાગ માર્ગ (માં) વીતરાગે પોતે કહ્યું છે કે આવો વ્યવહાર હોય, આવો વ્યવહાર હોય. પણ. એ કહ્યું ભગવાને બહુધા એ તો સહુચર ને નિમિત્તનું જ્ઞાન કરાવવા, છતાં એ સહચર ને નિમિત્તની દશા એનું ફળ સંસાર છે. સમજાણું કાંઈ ? આહાહા!
નિશ્ચય વ્યવહારનું ઘણું જ સ્પષ્ટ કથન.. ચોખ્ખું કરી નાખ્યું છે. પંડિતજીએ પોતે, પંડિત છે આ જયચંદ પંડિત ગૃહસ્થાશ્રમમાં. તિર્યંચના સમકિતમાં ને સિદ્ધના સમકિતમાં ફેર શું? સમકિત તો બે ય સરખી જાત, એક જ જાત છે. આહાહા ! સમજાણું કાંઈ? પણ એ સમકિત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com