________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧
૪૩૩ ઉપદેશ કર્યો છે પણ એનું ફળ સંસાર જ છે જિનવાણીએ કહેલો વ્યવહાર બહુ શાસ્ત્રોમાં વ્રત ને તપ ને ભક્તિ ને વિનયની બહુ વ્યાખ્યા કરી છે વ્યવહારની. આહાહા ! એ તો ફક્ત નિમિત્તસહુચર દેખી, આવે છે વચ્ચમાં એટલે –સહચર દેખીને ઉપદેશ કર્યો છે. પણ તેનું ફળ તો રખડવાનું છે ચારગતિમાં, જિનવાણીએ કહેલો વ્યવહાર એનું ફળ રખડવાનું છે. (શ્રોતા: મહાવ્રતનું ફળ રખડવાનું છે?) મહાવ્રત ને તપ ને એ બધા રખડવાના ફળ છે. આહાહા! છે કે નહીં પણ એમાં જુઓ ને!
પણ... એમ કહ્યું છે ને પાછું? એમ કે જિનવાણીમાં આવું કહ્યું છે ને? તો એનાથી કંઈક લાભ થાય કે નહીં ? જિનવાણીમાં આવો વ્યવહારનો ઉપદેશ કર્યો છે ને... બાપુ એ તો સહુચર દેખી, સાથે આવો એક રાગની મંદતાનો ભાવ, અનુભવી જીવોને પણ, સ્થિરતા ન હોય ત્યારે એને આવે. આવે એથી એને વ્યવહારથી એનો ઉપદેશ જણાવ્યો પણ એ આવે વ્યવહાર એનું ફળ સંસાર છે. ધર્માજીવને પણ જે વ્યવહાર વચ્ચે આવો આવે એનું ફળ સંસાર છે. આહાહાહાહા !
અત્યારે તો આખો ઉપદેશની શૈલી ફરી ગઈ છે. પહેલેથી માંડ કાંઈક ત્યાગ કરો, બ્રહ્મચર્ય પાળો, પડિમા લઈ લ્યો, વ્રત લઈ લ્યો, ઊંધાઈથી માંડી છે પાધરી મિથ્યાત્વના પોષકની પ્રરૂપણા છે બધી. આહાહા ! પછી એનેય અભિમાન થઈ જાય કે અમે કાંઈ વ્રત લીધાં છે, મિથ્યાત્વનું અભિમાન થઈ જાય એને. આહાહા !
(શ્રોતાઃ વેષ બદલવો પડે ને) વેષ ફેરવે તો લોકો માને એમ ! (શ્રોતા ) વેષ તો ફર્યોને? (ઉત્તર) ધૂળે ય નથી વેષ. આંહી તો ગૃહસ્થાશ્રમમાં પણ હોવા છતાં કોટ-પાટલૂન આમ રેશમના પહેર્યા હોય, છતાં અંદરમાં સમકિત દર્શન છે, આત્માનું ભાન છે કે હું શુદ્ધ ચૈતન્ય અખંડ આનંદ છું, તો એ મોક્ષમાર્ગમાં છે. રત્નકરંડ શ્રાવકાચારમાં, શ્રાવક રત્નકરંડ આચારમાં આવે છે. પંડીતજી!
गृहस्थो मोक्षमार्गस्थो निर्मोहो नैव मोहवान्।
अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः।।३३।। સમકિતી આત્મજ્ઞાની-આત્માના અનુભવી જીવ ગૃહસ્થાશ્રમમાં હો, હજારો રાણી હો, અને કોટપાટલૂન રેશમના અને ત્રણ રેશમના ગાદલે સૂતા હોય. છતાં એ મોક્ષમાર્ગી છે. અને નગ્ન થઈને વસ્ત્રનો ટુકડો રાખતો ન હોય, પથ્થરમાં હેઠે સૂતો હોય, લૂખ્ખો આહાર કરતો હોય, છતાં ઈ ધરમ છે એમ માને છે તે મિથ્યાષ્ટિ છે. ઈ સંસાર માર્ગ છે. રત્નકરંડ શ્રાવકાચારમાં છે. પંડિતજી શ્લોક બોલ્યાને સમજાણું કાંઈ ?
અવ્વલદોમની વાતું છે બાપુ! બહુ ફેરફાર! બહુ ફેરફાર! આહાહાહા ! (શ્રોતા એવા મુનિ નહિ એવા ગૃહસ્થ છે એ શ્રેષ્ઠ છે) શ્રેષ્ઠ છે, મોક્ષમાર્ગી છે. હજારો રાણીઓના ભોગમાં પડ્યો હોય અને ચક્રવર્તીના પદમાં પડ્યો હોય પણ સમકિતી છે તે મોક્ષમાર્ગી છે. જેણે આત્માનો આશ્રય લઈને સમ્યગ્દર્શનજ્ઞાન પ્રગટ કર્યા છે એ મોક્ષમાર્ગી છે. અને જેણે બાઈ છોડીને કપડાં પણ છોડ્યાં ને નગ્ન થઈ ગયો, પણ જેણે રાગની એકતાથી લાભ થાય કે વ્યવહાર કરતાં-કરતાં લાભ થાય એ મિથ્યાદેષ્ટિ સંસારમાર્ગી છે. આહાહાહા ! બાબુલાલજી! આવી વાતું છે. કેટલું પંડિતજીએ કેવા અર્થ ભર્યા છે? આહાહા ! (શ્રોતા: પંડિતજી આવા જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com