________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧
૪૩૧ પણ! એમ કેમ કહ્યું? નિશ્ચયને જ સત્ય કહ્યું ને વ્યવહારને અસત્ય ગૌણ કરીને કહ્યું, કેમ કહ્યું? કે ભેદનો અને વ્યવહારનો પક્ષ તો જીવોને અનાદિનો છે. અને પરસ્પર એ ઉપદેશ કરે જ છે એથી આ ઉપદેશ કર્યો છે. અને ત્રીજું જિનવાણીમાં પણ જ્યાં ત્યાં વ્યવહારનો ઉપદેશ ઘણો છે. જ્ઞાનના આચાર અને સમકિતના વ્યવહાર આચાર પાળવા ને! વ્યવહાર સમકિતના આઠ આચાર એ તો વિકલ્પ રાગ છે. જ્ઞાનના આઠ આચાર વિનયથી ભણવું ને આ કરવું ને એ પણ તો શુભરાગ છે. ચારિત્રનો વ્યવહાર વ્રત, તપ આદિ જે અનશન ઉણોદરી આદિ તપ, એ બધો શુભરાગ છે. આહાહા ! પણ એવો વચ્ચે (વ્યવહાર) આવે છે તેથી જ્ઞાનીને પણ આવું નિમિત્ત જોડે દેખીને, ભગવાને એનો ઉપદેશ છે તેનું કથન કરીને સમજાવ્યું છે. પણ તેનું ફળ તો સંસાર છે. આહાહાહા ! ગજબ વાત છે!
એક ચૈતન્ય ભગવાન પરિપૂર્ણ પ્રભુ! એને આશ્રયે થતો મારગ જ એક સત્ય છે અને એનું ફળ મોક્ષ છે. બાકી જે નિશ્ચયના સ્વભાવના આશ્રયે ભાન થયેલાને પણ જિનવાણીએ કહેલો વ્યવહાર આવે છે, છતાં તેનું ફળ તો સંસાર છે. આહાહાહાહા ! છે ને એમાં? ( શ્રોતા: છે, છે એનું ફળ સંસાર છે) સંસાર “જ” છે.
ચોપડા ઘરના કેટલાં મેળવો છો દિવાળી આવે ત્યારે? તો આ શાસ્ત્રના ચોપડા મેળવવા પડશે કે નહીં? દિવાળી આવે ત્યારે ચોપડા મેળવે છે કે નહિ ભઈ ? આ બે લાખ, પાંચ લાખનો ખરચ ચ્યો, એમાં લાખ પેદા થ્યા, પચાસ હજાર પેદા થ્યા ! આ દશ લાખ હતા એમાં બે લાખ વધ્યા, બાર લાખ ધ્યા, એ તો ધૂળના ખર્ચ બધા કરે છે! તો આ ચોપડા ભગવાનના શું કહે છે? એને જોને. આહાહા ! સુરેન્દ્રજી! છે ને સામે? ત્રણ પ્રકાર કહ્યા, ત્રણેયનું ફળ સંસાર છે. આહાહાહાહા ! આહા!
પહેલું તો હુજી સમજે તો ખરો ! પહેલી ચીજ હુજી વ્યવહારેય. આહાહા ! (શ્રોતા: આપે હમણાં ઉપદેશ આપ્યો એય વ્યવહાર છે) હા, એ વ્યવહાર છે. (શ્રોતાઃ એમ સમજે તો ખરો એ વ્યવહારનો ઉપદેશ છે, એ ક્યાં નિશ્ચયનો ઉપદેશ છે.).
અહીંયા તો અગિયારમી ગાથા. જૈન દર્શન સર્વજ્ઞ જૈન શાસનનો પ્રાણ છે. કેમ કે જૈનશાસન ઊભું કેમ થાય છે? એટલે કે જૈન ધર્મ ઉત્પન્ન કેમ થાય છે? કે એ ત્રિકાળી દ્રવ્યને આશ્રયે જ ઉત્પન્ન થાય છે અને ચારે અનુયોગનું તાત્પર્ય કથનમાં વીતરાગતા છે. ચારે અનુયોગોમાં કથન ભલે ગમે તે પ્રકાર હો, પણ એનું તાત્પર્ય વીતરાગતા છે. એ એકસો બોતેર ગાથા પંચાસ્તિકાય, ચારે અનુયોગોનું શાસ્ત્રનું ફળ વીતરાગતા છે.
અને વીતરાગતા! તે કેમ પ્રગટ થાય? કે ત્રિકાળી દ્રવ્યને આશ્રયે વીતરાગતા પ્રગટ થાય. પરને આશ્રયે રાગ થાય, પરને આશ્રયે વીતરાગતા થાય નહીં સમજાણું કાંઈ? ચાહે તો ભગવાનનો વિનય કરે ને ભક્તિ કરે પણ એ પર આશ્રય છે તે રાગ છે. આહાહાહાહા ! જ્ઞાનમાં એમ આવે કે ઉપધાન કરવા, અપવાસ કરવા, વિનય કરવો, શબ્દ અક્ષર બરાબર શુદ્ધ જાણવા, અક્ષર ચોખ્ખા-એનો અર્થ બરાબર જાણવો, ઉભયને-બેને બરાબર જાણવા. આહાહા ! એવી વાત તો વ્યવહારની જિનવાણીમાં ય આવે છે. છતાં!(એનું ફળ સંસાર) આહાહા! આવી વાત છે પ્રભુ!
કેમ? કે ત્રિકાળી પ્રભુ જે અભેદ ચીજ છે, તેના આશ્રય વિના ધર્મની શરૂઆત સમ્યગ્દર્શન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com