________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હીરાભાઈ ! આહાહા!
કહ્યું નહીં ? સમયસાર નાટક! કે ભૈ આત્માનુ અંદર સમ્યગ્દર્શન અનુભવ થયોમુનિપણું થયું અંદર અતીન્દ્રિય આનંદની લ્હેર જાગી ઊઠી, એને પણ પંચમહાવતનો વિકલ્પવ્યવહાર આવે, સમજાણું? પણ ઈ.... જગપંથ છે. એ સંસારપંથ છે. શુભરાગ એ પોતે સંસાર પંથ છે.
ત્યારે કહે છે ઈ) ભગવાને કેમ કહ્યું એને? કે એ વસ્તુના સ્વરૂપના ભાનવાળાને જોડે એવું એક વ્યવહાર રાગની મંદતાનો ભાવ નિમિત્ત તરીકે હોય છે. એથી કરીને એને કહ્યું કે આ વ્યવહાર છે. પણ એનું ફળ સંસાર છે. આહાહાહા! સમજાણું કાંઈ ? છે કે નહીં એમાં જુઓને પાઠ તો વાંચે તો ખબર પડે. આહા! બહુ સરસ વાત છે આ તો અલૌકિક વાતું છે બાપા! આહાહા ! હજી શાસ્ત્ર વાંચતા ય આવડે નહીં એને સમજવાનું તો...આહાહા!
કહે છે કે અમે આંહીયાં ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદના નાથને સમ્યક સત્યાર્થ કહ્યો, અને અમે પર્યાયને એના ગુણભેદને “નથી ” એમ કહ્યું. અસત્યાર્થ છે એમ કહ્યું, કેમ? એ તો મુખ્ય ગૌણ કરીને કહ્યું છે. ત્રિકાળીને મુખ્ય કરી અને નિશ્ચય કહી અને એનો આશ્રય લેવરાવ્યો છે. અને પર્યાયના ભેદોને, ગૌણ કરી “નથી કહી-વ્યવહાર કહી નથી ” એમ કહ્યું છે. પણ ઈ પર્યાયમાં વ્યવહાર આવે છે. સમકિતીને પણ! આહાહાહા ! (શ્રોતા:- સમકિતને જ સાચો વ્યવહાર હોય છે, છતાંય એ વ્યવહારનું ફળ સંસાર છે એમ કહેવું છે આંહી તો. આહાહા ! સમજાણું કાંઈ ? બહુ ધીમેથી સમજવા જેવું છે બાપુ! અત્યારે તો સંપ્રદાયમાં મોટો ગોટો ઊડ્યો છે આનો. પછી સોનગઢનું નિશ્ચયાભાસ છે ને એકાંત છે ને એમ કરીને કહે, કહે, ખબર નથી એને શું કરે.
આંહી તો ગ્રંથકાર નહીં, પણ સિદ્ધાંતકાર પોતે કહે છે. કે વ્યવહાર ને પર્યાય તે જુઠી છે. એમ કહીને, તેને ગૌણ કરીને જુઠી છે એમ કહ્યું. અસ્તિત્વ તો છે એનું; એમ દયા દાન વ્રત ભક્તિના પરિણામનું અસ્તિત્વ તો છે. પણ તેને ગૌણ કરી, અને એ નથી અને ત્રિકાળી સત્ય છે તેને જ સત્યાર્થ કહી મુખ્ય કરી, નિશ્ચય કહી, એનો આશ્રય લેવરાવ્યો છે. અરેરે ! આહાહા ! સમજાણું કાંઈ ?
જિનવાણીમાં, પણ પછી કહેશે જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયની સાથે, વ્યવહાર હોવાથી, સહાયક નામ સહુચર, સાથે હોવાથી, નિમિત્ત ગણીને, જાણી બહુ કર્યો છે. વચ્ચે નિમિત્ત આવે છે–વ્યવહાર આવે છે એને જિનવાણીએ ઉપદેશ કર્યો છે. આહાહા ! દર્શનાચાર! જ્ઞાનાચાર! ચારિત્રાચાર!તપાચાર! વીર્યાચાર! લ્યો. આહાહા! એ બધું આવે પણ ઈ વ્યવહારનું ફળ તો... સંસાર છે.
સમકિતીને વ્યવહાર આવે એનું ફળ સંસાર છે. અજ્ઞાનીને તો વ્યવહાર હોતો નથી. વ્યવહારાભાસ છે. આહાહાહા ! કહો, રતીભાઈ ! આવું ઝીણું છે. માળા ટીકાકારે કેટલી સ્પષ્ટતા કરી છે. ગાથામાં આ ભાવ છે કેમકે વ્યવહારને જૂઠો કહ્યો, નિશ્ચયને સાચો કહ્યો, તો વ્યવહારનો ઉપદેશ તો કેવળીએ પણ આપ્યો છે. તો કહ્યું ભાઈ એ જૂઠો કહ્યો એ ગૌણ કરીને જૂઠો કહ્યો છે અને નિશ્ચયને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો છે. ત્રિકાળીને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com