________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કાંઈ? એ મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે સાતમાં અધ્યાયમાં.
પહેલો તો ત્રિકાળી આત્મા આનંદસ્વરૂપ અભેદ એનો આશ્રય લઈને સમ્યગ્દર્શન થાય એનો અનુભવ થાય, એ જીવને પહેલાં ચારિત્રનો અશુભ દોષ છે એ એને ટાળવો, પછી એને શુભ ટાળીને શુદ્ધ ઉપયોગમાં જાવું, પણ પહેલી દૃષ્ટિ તો શુદ્ધ ઉપયોગમાં આત્માની દૃષ્ટિ થઈ છે એને માટે વાત છે. આહાહા ! સમજાણું કાંઈ ?
(શ્રોતા: અજ્ઞાનીએ શું કરવું?) અજ્ઞાનીએ કરવું આ વ્યવહાર છોડીને નિશ્ચય કરવો ઈ અજ્ઞાનીએ કરવું એમ કહે છે. હજી આવશે હજી હવે હજી ત્રીજા બોલમાં આકરું છે. બે બોલ તો... સમજાણું કાંઈ ? એનો ઉપદેશ પણ. એટલે ઓલો ભેદનો પક્ષ તો છે એને ઉપરાંત એને ઉપદેશ દેનારા પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. આહાહા! બે વાત.
હવે ત્રીજી વાત.... “જિનવાણીમાં,” હવે વીતરાગની વાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ ઘણો આવ્યો છે. સમજાણું કાંઈ ? “જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ” એટલે શુદ્ધનયના સ્વભાવની દષ્ટિમાં, તે કાળે હસ્તાવલંબ એટલે સહાયક, સહુચર દેખીને, હારે એવો શુભ ભાવ વ્રત-તપ, સમ્યક નિશ્ચય છે, એને સહચર તરીકે નિમિત્તમાં, વ્યવહાર સમકિતના આઠ આચારો હોય છે. સમજાણું કાંઈ ? એનો ઉપદેશ જિનવાણીમાં પણ આવ્યો છે. સમજાણું કાંઈ? આહાહા !
ચરણાનુયોગમાં કહ્યું નથી પ્રવચનસારમાં? હેદર્શનાચાર સમકિતનાં વ્યવહાર દર્શનાચાર, નિઃશંક આદિ, હું જાણું છું કે તું મારું સ્વરૂપ નથી. પ્રવચનસાર! તું મારું સ્વરૂપ નથી હું જાણું છું, પણ તારા પ્રસાદથી ઈ બધા વ્યવહારના કથન છે. જ્યાં સુધી હું શુદ્ધ પૂર્ણને ન પામું ત્યાં સુધી તારો પ્રસાદ એટલે તને નિમિત્ત તરીકે અંગીકાર કરું છું એમ છે ત્યાં. આહાહા !
કહો ! જિનવાણીમાં પણ એમ આવ્યું છે, કહે છે, એક તો ભેદનો પક્ષ એને છે, પરસ્પર ઉપદેશ પણ ભેદનો પ્રાણીઓ ઘણાં કરે છે અને ત્રીજું જિનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ ઘણો આવ્યો છે. આહાહા!
(શ્રોતાઃ સબ એક હી જાતિકા હૈ તો ભેદ ક્યોં કરતે હૈ? સભી ક્રમ એક હી જાતિ કા તો ભેદ ક્યોં કરતે હૈં? શુભ આર અશુભ એકહી જાતિ કા હૈ તો ઉસમેં ભેદ કયું કરના? (ઉત્તર) કોણ કરે છે ભેદ? એ હુજી એને વાર છે ભેદ ક્યાં..! એ તો સમ્યગ્દર્શન થયા પછી અનુભવ સમ્યકનો થાય પછી, પહેલાં એકદમ શુભ ટાળી શકતો નથી. પહેલો અશુભ ટાળીને શુભમાં આવે, પછી શુભ ટાળીને શુદ્ધમાં આવે, પણ એ તો સમ્યગ્દર્શન થયા પછીની વાત છે. સમ્યગ્દર્શન પહેલાં એ બિલકુલ વાત જુદી છે તન્દ્ર અશુભ ટાળે ને શુભ આવે, માટે તેને સમ્યગ્દર્શન થાય, તદ્ન મિથ્યાષ્ટિ છે. સમજાણું કાંઈ ? એ તો આંહી કહે છે.
એને શુભભાવનો (પક્ષ છે) તેથી ઘરમ થાય, ભેદથી ધરમ થાય, ભેદના વ્યવહારથી લાભ થાય, એવી દૃષ્ટિ તો.. મિથ્યાષ્ટિની અનાદિની છે. ઝીણી વાત છે. અને બીજી (વાત) ઉપદેશકો પણ એવું જ એને કહે છે. વ્યવહાર કરો આ વ્યવહાર તપ કરો, અપવાસ કરો, ત્યાગ કરો. આહાહા! સમકિતના આઠ આચાર વ્યવહારના પહેલાં પાળો પછી નિશ્ચય સમકિત થાય એમ અજ્ઞાનીઓ ઉપદેશકો બહુધા, પરસ્પર એવો ઉપદેશ કરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com