________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૪૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એનો તો પક્ષ અને આશ્રય કદી લીધો નથી. તેથી અનાદિથી અજ્ઞાનીને ગુણ ગુણીના ભેદનો અથવા પર્યાયના ભેદનો કે રાગનો પક્ષ અનાદિથી છે. સમજાય છે કાંઈ ?
પ્રાણીઓને- ઘણાં જીવોને એમ. એકને નહીં, પ્રાણીઓને ! આહાહા ! ભેદરૂપ વ્યવહા૨ એક સમયની પર્યાય અને રાગ ને ગુણગુણીભેદ એ બધો પક્ષ વ્યવહા૨નો પક્ષ ઈ ભેદરૂપ વ્યવહા૨. ઝીણી વાત છે ! ગાથા જ બહુ સૂક્ષ્મ છે અને ભાવાર્થ પણ પંડિતજીએ બહુ સ૨સ ભર્યો છે. આહાહા!
ભેદરૂપ વ્યવહા૨ એનો પક્ષ તો અનાદિથી પ્રાણીઓને એટલે ઘણાં જીવોને તો એ છે, એક વાત. “ અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ ૫રસ્પર કરે છે ”–એનો ઉપદેશ પણ વ્રત કરો, અપવાસ કરો, વ્યવહાર સમકિતના આચરણ, વ્યવહાર જ્ઞાનનાં આચરણ, તપનાં આચરણ, વ્યવહા૨ના એનો ઉપદેશ તો અજ્ઞાનીઓ ૫૨૫૨ માંહોમાંઠે કરે છે. આહાહા ! આબેહૂબ ચિતાર આપ્યો છે. ૫૨સ્પ૨ આ તો પ્રરૂપણા કરે છે માને છે સૈા દુનિયા. કહેનારા કહે છે ને સાંભળનારા પણ કહે છે કે વાહ! આ બરાબર છે, ઓલા તો નિશ્ચય, નિશ્ચયની વાતું કરે છે.
વ્રત, તપ, ભક્તિ, પૂજા, દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય, સમકિતના આઠ વ્યવહાર આચાર જ્ઞાનાચાર વ્યવહારના, એ કરવા જેવા છે, એ સાધન છે, એવો અજ્ઞાનીઓનો ઉપદેશ (છે). છે ? એનો ઉપદેશ પણ, પણ એટલે ઓલો ભેદ વ્યવહા૨નો પક્ષ તો છે એમાં આ બીજી વાત. ઉપદેશ કરનારાઓને અને સાંભળનારાઓને પણ આ વાત ( ની ) રુચિ છે અનાદિથી. આહાહા ! ઉપદેશ પણ... એમ છે ને? એટલે પહેલો બોલ રાખીને, બહુધા-મોટો વર્ગ જીવનો, સર્વ પ્રાણીઓ ૫૨સ્પ૨ કરે છે. વ્યવહાર સમકિતના આચ૨ણો, વ્યવહાર જ્ઞાનના આચરણો, વ્યવહા૨ ચારિત્રના આચરણો વ્રત-તપ, વ્યવહાર વિનય આદિ આહાહા ! અને તપના વ્યવહાર આચરણો અનશન, ઉણોદરી વગેરે. અપવાસ કરો, ત્યાગ કરો, ઉણોદરી કરો, ૨સ છોડો. એવો બહુધા પ્રાણી માંહોમાંહે-૫૨૫૨, એકબીજાને વાત બેસે (સમજાય) છે, એથી ઘણાં ઈ કરે છે. સમજાણું કાંઈ ? આહાહાહા ! માળે કેટલું ભર્યું છે ટૂંકામાં જુઓને.
કે અનાદિનો એને ભેદરૂપ વ્યવહા૨નો પક્ષ તો છે અને બહુધા પ્રાણીઓ એનો ઉપદેશ જ આપે છે. (શ્રોતા ઉપદેશક પણ એવા છે) હૈં? ઉપદેશક પણ એને એવા જ મળ્યા છે. આહાહા ! આકરી વાતું બહુ તે પરસ્પર કીધું-એકબીજા ઓલા ઉપદેશ કરે ને ઓલા હા પાડે. એમને એમ નિશ્ચય પાધરો પમાતો હશે ? નિશ્ચય, નિશ્ચયની વાતું કરે, પણ વ્યવહાર સાધન વિના નિશ્ચય પમાય ? ( શ્રોતાઃ વ્યવહાર સાધન છે ? ) સાધન છે એમ કહેવાય-કથનથી, પણ એ ખરેખર સાધન છે નહીં. આહાહા ! ૫૨સ્પ૨ એ ઉપદેશ કરે છે. આહાહા ! ઉપદેશકો પણ, વ્યવહારથી લાભ થાય, અને ભેદના પક્ષની વાતું વ્યવહાર સમકિતના આચરણો, વ્યવહા૨ સમકિતના, વ્યવહાર જ્ઞાનના આચરણો જ્ઞાન, વિનય, ઉપધાન વગેરે. વ્યવહાર વ્રત, તપ, વ્યવહાર અનશન, ઉણોદરી આદિ તપ, એની વાતું વ્યવહાર સાંભળે તો લાભ થાય, વ્યવહાર કંઈ કરે તો લાભ થાય, એવો પરસ્પર ઉપદેશ અજ્ઞાનીઓ ઘણો, ઘણાં પ્રાણીઓ કરે છે. વાત સમજાય છે કાંઈ ?
(શ્રોતાઃ આમાં કહ્યું એમ મોટો ભાગ એ જ વાતું કરે છે. ) મોટો ભાગ આ જ કરે છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com