________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧
૪૨૫ કારણે, પ્રયોજનનો અર્થ ઈ જરૂરિયાતને કારણે, એટલે શું? કે ત્રિકાળી વસ્તુનો આશ્રય કરાવવા, સમ્યગ્દર્શન થાય એવી જરૂરિયાતને કારણે, આહાહા! “પ્રયોજનને વશ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે.” નિશ્ચયનયને મુખ્ય કરીને સત્ય કહ્યું અને વ્યવહારનયને ગૌણ કરીને અસત્ય કહ્યું. એવું જિનવાણીનું કથન છે. આહાહા ! કેમ? આમ કેમ કહ્યું?
જિનવાણી સ્યાદ્વાદ, સ્માત એટલે અપેક્ષા, અને વાદ એટલે કહેવું. અને તે અપેક્ષાથી કેમ કહ્યું? કે પ્રયોજનને વશ સમ્યગ્દર્શન અને શુદ્ધનયને સાચી કીધી અને એનો વિષય સાચો કીધો એ કેમકે તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય છે. વ્યવહાર અને પર્યાયનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થતું નથી. આહાહાહા ! પ્રયોજનને વશ નયને એટલે કોઈ નયને નિશ્ચયને મુખ્ય કરી, નિશ્ચયને મુખ્યને નિશ્ચય કરી, નિશ્ચયને મુખ્ય કરી એમેય નહીં, એ બેમાં ફેર મોટો, જે મુખ્ય છે ત્રિકાળી તેને મુખ્ય કરી, તે છે એમ કહ્યું અને પર્યાય ને ગુણ ભેદને ગૌણ કરી નથી” એમ કહ્યું. છોટાભાઈ !
આમાં ન્યાં કાંઈ વેપાર ધંધામાં કલકત્તામાં સૂઝે એવું નથી ન્યાં. કાંઈ અમારે શેઠ કહે છે કે, “કે શું કરવા અહીં આવીએ છીએ ત્યાં ક્યાં છે?” આહાહા ! આ બાપુ મારગડા પ્રભુ! એવો મારગ છે અલૌકિક, આહા... હા ! પહેલો તો એણે સમજવો કઠણ પડે એમ છે. આહાહા ! એની શૈલી એની રચના, આહાહાહા! અને અર્થ કરનારા પંડિતો પણ કેવા નીકળ્યા? એનોપંડિતનો અર્થ છે. આહાહા ! જયચંદ પંડિત છે ગૃહસ્થ છે.
પ્રયોજનને વશે નયને મુખ્ય કરીને કહે છે. કેમ એમ કહ્યું? અભેદને સત્ય કહ્યું અને મુખ્ય કહ્યું અને ગૌણને-પર્યાયને અસત્ય કહ્યું, ગૌણ કરીને નથી કહ્યું એમ કહેવાનું કારણ શું છે? સમજાણું કાંઈ ? એ વાત લેશે. (પ્રમાણવચન ગુરુદેવ ).
પ્રવચન નં ૪૨ ગાથા - ૧૧ તા. ર૪-૭૮ સોમવાર, અષાઢ વદ-૫ સંવત ૨૫૦૪
સમયસાર, અગિયાર ગાથાનો ભાવાર્થ. પ્રાણીઓને ત્યાંથી છે. છે? પ્રયોજનવશ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે. ત્યાં સુધી આવી ગયું છે. શું કહ્યું? કે ત્રિકાળી આત્મા જે નિશ્ચય છે અને નિશ્ચય તો દ્રવ્ય ય છે ને ગુણે ય છે ને પર્યાયે ય છે. સ્વની અપેક્ષાએ નિશ્ચય છે, પરની અપેક્ષાએ વ્યવહાર છે. હવે અહીંયાં ત્રિકાળીને નિશ્ચય કહ્યું, એનાં ગુણભેદ ને પર્યાયને વ્યવહારમાં નાખ્યાં. કેમ? કે ત્રિકાળી જ્ઞાયકભાવ ધ્રુવભાવ, એ મુખ્ય છે તેથી તે નિશ્ચય છે, અને તેને આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. તેથી મુખ્યને નિશ્ચય કહી અને પર્યાયાદિના વ્યવહારને ગૌણ કરી અને નથી એમ કહેવામાં આવ્યું હતું. ગૌણ કરીને કહેવામાં આવ્યું. મુખ્ય-ગૌણ, મુખ્ય તે ત્રિકાળી વસ્તુ અને પર્યાય અને રાગાદિ વ્યવહાર તે ગૌણ કરીને નથી' એમ કહ્યું હતું, અને આ મુખ્ય કરીને નિશ્ચય છે, સત્યાર્થ છે એમ કહેવામાં આવ્યું હતું.
આરે! કેમ કહેવામાં આવ્યું હતું કહે છે એમાં. આહાહા! “કે પ્રાણીઓને જીવોને, ભેદરૂપ વ્યવહારનો પક્ષ, ભેદરૂપ પર્યાયનો અને ગુણ ગુણીના ભેદનો, રાગનો, આહા ! “એવા ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે.” અનાદિ કાળથી છે. વસ્તુ અખંડ અભેદ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com