________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૨૩ એમ કહ્યું, પણ ભેદ નથી જ એમ માને તો તો એ વેદાંત જેવું થઈ જશે. આહાહાહા ! સમજાણું કાંઈ? ધીમે.... થી સમજવું બાપુ! આ તો મારગડા (કોઈ જુદા જ છે!) આહાહાહા !
એવું ઠરે, અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ સર્વથા એકાંત અભેદ ને એકાકાર ને નિત્ય જ વસ્તુને માનવાની અપેક્ષાએ, એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાષ્ટિનો જ પ્રસંગ આવે. એ તો મિથ્યાષ્ટિ થઈ જાય. આહાહા! અનેક દ્રવ્ય ન માને, એક દ્રવ્યમાં ગુણભેદ ન માને, એક દ્રવ્યમાં પર્યાય ન માને, તો એ શુદ્ધનયનો એકાંતપક્ષ, મિથ્યાષ્ટિ થઈ જશે, જુઠી દૃષ્ટિ થશે.
આરે! આવી અટપટી વાતું ! તેથી નાથુરામ પ્રેમી એક હતા ને, ગુજરી ગયા. ઈ કહેતા કે આ ગાથામાં તો પર્યાયને નથી એમ વેદાંતમતનું સ્થાપન કર્યું છે. વેદાંતમતના ઢાળામાં સમયસારને ઢાળ્યું છે. (પણ એમ નથી.) એ તને ખબર નથી બાપુ! કઈ અપેક્ષાથી આંહી કહ્યું છે? પર્યાય જુહી, ગુણભેદ જૂઠા, અનેકપણું જુઠું, કઈ અપેક્ષાએ કહ્યું છે? એ ત્રિકાળની દૃષ્ટિ દેખનારને વસ્તુની અંતઃદૃષ્ટિ જોનારને શુદ્ધનયથી આખા દ્રવ્યને જોનારને, ભેદ-અનિત્ય ને અનેકતા દેખાતી નથી, એની દૃષ્ટિની અપેક્ષાથી તેને જુઠી કહ્યું છે, પણ ભેદ અને પર્યાય અને અનેકતા નથી જ એમ માનવા જશે તો એકાંત મિથ્યાત્વ થશે. આહાહા! સમજાણું કાંઈ?
તેથી સર્વથા એમ, કથંચિત્ અભેદ છે અને પર્યાયદૃષ્ટિએ ભેદ છે. કથંચિત્ શુદ્ધનયે એક છે, ગુણપર્યાયે અનેક છે કથંચિત્ શુદ્ધ પૂર્ણ છે, પર્યાયની અપેક્ષાએ પણ અશુદ્ધ છે. એમ બેય અપેક્ષાએ યથાર્થ જાણે અને માને તો એ યથાર્થ દૃષ્ટિ છે. સમજાણું કાંઈ? આહાહા!
માટે એવા એકાંત મતનો પક્ષ આવે તો મિથ્યાષ્ટિ-જુઠી દૃષ્ટિ થઈ જશે. અભેદમાંથી ભેદ નથી એમ જ્યાં કહ્યું અને અનેકપણું ને પર્યાય નથી એમ કહ્યું, એ તો એકરૂપની દૃષ્ટિ કરાવવા ને એકરૂપની દૃષ્ટિમાં પર્યાય ને ગુણભેદ દેખાતો નથી, માટે નથી એમ કહ્યું છે. પણ... ગુણ ભેદ ને પર્યાય નથી, એમ જો માનવા જઈશ, તો સર્વથા એકાંત મિથ્યાષ્ટિ થઈ જશે. આહાહાહાહા ! સમજાણું કાંઈ?
પણ જે અભેદને જુએ છે, એ પણ એક જ્ઞાનનો અંશ છે, અને એનો વિષય છે ત્યાં એ બે ભેદ થઈ ગયા. “ભૂયત્નમસ્સિદો ખલુ” હવે ત્રીજું પદ છે આંહી. ભૂતાર્થનો આશ્રય કરે છે તે આશ્રય કરનારી પર્યાય છે ને આશ્રય છે ભૂતાર્થનો, ત્યાં બે ભેદ થઈ ગયાં. સમજાણું કાંઈ ? ભેદ ન જ હોય તો આ બેય જુદું પડે છે. પણ જેણે નિમિત્ત ને રાગ ને પર્યાય ને ગુણ ભેદથી દૃષ્ટિ ઉઠાવી અને જેણે જ્ઞાનના અંશને | એક નય છે ને એટલે, ત્રિકાળી નિત્યનો બીજો અંશ છે તેને લક્ષમાંથી છોડી દઈ, એક ત્રિકાળી અંશ છે તેના ઉપર દૃષ્ટિ કરતાં, બીજો અંશ છે એ ત્રિકાળીમાં દેખાતો નથી માટે જૂઠો કહ્યો 'તો, પણ સર્વથા નથી એમ જો માની બેસે તો મિથ્યાષ્ટિ છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ?
માટે અહીં, અહીં આ ગાથાની અપેક્ષામાં, માળે ટીકાનો (ભાવાર્થ ભર્યો છે ને!) પંડિતો(નો) પણ અહીં કહેવાનો આશય છે, બીજે ઠેકાણે તો ચોખ્ખી વાતું કરી છે કે પર્યાય છે, ગુણભેદ છે, અનંતાગુણો છે. પણ આંહી જે કહેવામાં આવ્યું છે, એ અપેક્ષામાં, “અહીં એમ સમજવું” આ ગાથાનાં અર્થકાળમાં એમ એણે સમજવું, કે “જિનવાણી સ્યાદ્વાદરૂપ છે” વીતરાગ પરમાત્માની વાણી, ચા નામ કથંચિત્ કહેનારી છે, કથંચિ ત્રિકાળી અભેદ છે નિત્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com