________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છે, કથંચિત્ પર્યાયે અનિત્ય છે એમ કહેનાર છે. કથંચિત્ અભેદ છે કથંચિત્ ભેદ છે, કથંચિત્ એક છે કથંચિત્ અનેક છે, આહાહા! “એક” અને “અનેક” તો એનો ગુણ છે. એનો આત્માનો
એક” પણ એક ગુણ છે ને “અનેક” પણ એનો ગુણ છે, ત્રિકાળી અભેદમાં પણ એક અનેક નામનો ગુણ છે. ૪૭ (શક્તિઓ ) માં આવે છે એક, અનેક! આહાહા !
ઝીણી વાતો ન્યાં જાય તો, વસ્તુ તરીકે એક છે એવો પણ એક ગુણ છે અને ગુણો તરીકે અનેક છે એવો પણ એનો એક ત્રિકાળીગુણ છે. સમજાણું? તો અનેકને ગુણને ન માને તો એકરૂપ દ્રવ્યને એણે માન્યું નથી. આહાહા!
બહુ ઝીણું નથી લઈ જતા હોં? થોડું-થોડું! આહાહા! એક, અનેકની વ્યાખ્યા તો, સુડતાલીસ શક્તિમાં લીધી છે બહુ, એક છે, અનેક છે, આહાહા ! કર્તા છે, કર્મ છે, કારણ છે, સંપ્રદાન છે, અપાદાન છે (અધિકરણ છે) એવા અનંતગુણો છે અંદર (આત્મામાં). એક વસ્તુ છે, વસ્તુ તરીકે એક ગુણ અનંત છે. ઈ અનંત છે ઈ અનેક છે. ઈ અનેકને એકાંત નહીં માનનારા / આંહી એને જે કહેવામાં આવ્યું છે કે અનેકપણું નથી એ તો જિનવાણી સ્યાદ્વાદ કહેનારી છે ત્રિકાળને અભેદ બતાવવા કાળે, ભેદ નથી એમ ભેદને અને અનેકને ગૌણ કરીને “નથી' એમ કહ્યું છે. આરે ! આરે ! શબ્દ શબ્દ ફેર.
જિનવાણી સ્યાદ્વાદરૂપ છે પ્રયોજનવશ” ઈ શું કહે છે? કે પોતાનું ત્રિકાળી શુદ્ધ ચૈતન્યનું પ્રયોજન સિદ્ધ કરવું છે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે, અને શુદ્ધનયનો વિષય પૂરણ એકરૂપ દેખવો છે. એવા પ્રયોજનને વશે મુખ્ય ગૌણ કરીને કહે છે. પ્રયોજનને વશે, ફળ અને હેતુને વશે, મુખ્ય-ગૌણ કરીને કહે છે.
એટલે કહ્યું? કે ત્રિકાળ અભેદ છે, તે જ મુખ્ય છે અને મુખ્ય કરીને તેને સત્યાર્થ કહ્યું છે, અને પર્યાય અને ગુણ ભેદને ગૌણ કરીને “નથી” એમ કહ્યું છે. અભાવ કરીને નથી એમ કહ્યું નથી. સમજાણું? આહાહા ! પેટામાં રાખીને નથી એમ કહ્યું છે. જેમ તળેટી તો છે, પણ ચડવું છે આંહી (ઉપર) એટલે તળેટી નથી એમ કીધું. એ તો ચડવાની અપેક્ષાએ તળેટી નથી. પણ તળેટી તળેટી તરીકે છે. આહાહા ! એમ આત્માની વર્તમાન દશામાં પર્યાય છે. આત્મામાં અનંત ગુણો છે. એની પર્યાયમાં રાગાદિ છે. તેને પ્રયોજનને વશે, ત્રિકાળનો આશ્રય કરે તો સમકિત થાય, અભેદનો આશ્રય કરે તો સમકિત થાય, એવા પ્રયોજનને વશે મુખ્ય છે તેને નિશ્ચય કહ્યો ત્રિકાળીને અને પર્યાયને ભેદ છે તેને ગૌણ કરીને નથી' કહ્યો છે. અભાવ કરીને નથી એમ કહ્યું નથી. આહાહા ! સમજાણું કાંઈ?
આવો બધો વિષય ઝીણો ! સમજવો પડશે કે નહિ આ બાપુ! આ મનુષ્યપણું હાલ્યું જાય છે. આંખ્યું વીંચાય જશે બાપુ એકવાર, દેહ છૂટી જશે, બીજે જાય, આત્મા તો કાંઈ નાશ થાય તેવો છે? અને ક્યાંક જાશે પાછો રખડવા. આહાહાહા ! ભાન નહિ કરે અને ઓળખાણ નહિ કરે તો પાછું રખડવાનું છે. આહા હા !
તેથી કહે છે એકવાર સમજવા માટે ત્રિકાળની દૃષ્ટિ કરાવવા, નિત્યનો આશ્રય કરાવવા, નિત્ય તે સાચું છે અને અનિત્ય તે ખોટું છે. એ નિત્યનો આશ્રય મુખ્ય કરીને નિશ્ચય કહીને કહ્યું છે. અનિત્યને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહા ! પ્રયોજનને વશ જરૂરિયાતને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com