________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ હંસ અમારી દીક્ષામાં હતા. વ્યાખ્યાનમાંય ઘણી વખત આવતા (સંવત ) નેવાસીની સાલથી, તેણે દિક્ષા લઈ લીધી પંચાણુંમાં. પછી આવ્યા 'તા આંહી આવ્યા 'તા, રાજકોટ આવ્યા ’તા. ખૂબ ચર્ચા કરી. પછી કહ્યું તમે કહો છો કે ‘ એક જ આત્મા છે’ એમ માનો તો એક આત્મા છે એમ કહેના૨ જે છે તે એમ કહે છે, વેદાંત કે તમે આત્યાંતિક દુઃખથી મુક્ત થાવ. તો... એમ કહ્યું તો તેનો અર્થ દુઃખ છે ને એનું અસ્તિત્વ છે –દુઃખ છે એનું અસ્તિત્વ છે, ત્યારે આનંદ આત્મા અને દુઃખ બે થઈ ગઈ ચીજ, અને દુઃખથી મુક્ત થાય ત્યાં આનંદ આવ્યો, ત્યારે આત્માને પર્યાય આનંદની બે વસ્તુ થઈ ગઈ.
પછી... ઠેઠથી બહુ ચર્ચા થઈ ત્યારે કબૂલ કર્યું'તું એને પરિચય ઘણો હતો પહેલેથી નેવાસીથી ( વ્યાખ્યાનમાં ) ત્રણ, ત્રણ હજાર માણસ, પોતે વ્યાખ્યાનમાં આવતા. પંચાણુંમાં ય આવ્યા 'તા પછી કોણ જાણે ગમે એમ થઈ ગયું, બૈરાંને કાંઈક (વિરોધ હશે ) ૫૨મહંસ થઈ ગયા દશા શ્રીમાળી વાણિયા હતા. જાણતા 'તા તમે ? નહીં ? પછી તો ગુજરી ગયા. આંહી આવ્યા ’તા, ખૂબ ચર્ચા થઈ.
ભાઈ ! તમે એમ કહો કે એક જ વ્યાપક છે, ત્યારે એ વ્યાપક છે, અને વ્યાપક નથી એમ માનનારો, ઈ કોણ ? નથી માનનારો પણ બીજી કોઈ ચીજ છે કે નહીં ? નથી સર્વ વ્યાપક એવું માનનારાય છે ને ? એને જ સર્વવ્યાપક કહે છે ને ? તો એનો અર્થ થઈ ગયો કે ( છે ) કહેનાર એક ને નથી એમ માનનારા છે એટલે નથી, અને છે માનનારા છે એટલે બે દ્વૈત થઈ ગયું, અદ્વૈત ન રહ્યું.
આ વેદાન્તવાળા તો ભેદ એટલે અનેક ચીજો અનિત્ય એટલે પર્યાયને દેખીને અવસ્તુ છે ને માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક-સર્વવ્યાપક. આહાહા ! સર્વવ્યાપક એક એટલે વસ્તુ એક જ છે સર્વવ્યાપક, બે ( નથી ). અભેદ, એટલે ? ગુણ ભેદ નહીં ( કહે છે ). સર્વવ્યાપક એક અને અભેદ એટલે ગુણ નહીં ભેદ નહીં. નિત્ય એટલે પર્યાય નહીં. ઘણાં શબ્દો ઝીણાં છે એમાં ! એ તો સર્વવ્યાપક એક અને અભેદ, એ એકને જ માનનારા ને અભેદ એટલે ગુણભેદ પણ માનનારા નહીં, અને નિત્ય એટલે પર્યાય માનનારા નહીં, શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છેઃ
એવા સર્વવ્યાપક, એક, અભેદ, નિત્ય, શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છે. આહાહાહા ! મોટો મત છે વેદાંતનો આખો, અમેરિકામાં ય ગયો છે એ વેદાંત મત, કારણકે વાતું કરનારાને આવી વાતું સારી લાગે કે શુદ્ધ છે ને આત્મા એક છે ને. આહાહા ! હવે તો આવે છે ને ઓલા મુંબઈમાં નહીં અમેરિકાના... હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કરવા નીકળે છે મુંબઈમાં નીકળે છે બાવા... અમેરિકાના છે ને ? જોયાં છે ને, કાંઈ ભાન ન મળે હરેકૃષ્ણ. આહાહા ! ઓલાં ન્યાંથી કંટાળ્યા હોય ને બહુ પૈસા-પૈસા હોય ને ઘણાં પૈસાવાળા અબજોપતિ ત્યાં છે પણ શાંતિ-કાંઈ દેખાતી નથી. એટલે બિચારાં કયાંક હવે બીજે શોધવા નીકળ્યાં પણ સત્ શું છે એ હાથ આવવું કઠણ એને. આહાહા !
આંહી કહે છે એ અજ્ઞાની, ભેદને એટલે અનેક આત્માઓ અનેક દ્રવ્યને નહીં માનનારા, ગુણભેદને નહીં માનનારા, પર્યાયને નહીં માનનારા, એને અવસ્તુ કહેનારા અને સર્વવ્યાપક એક અભેદને વસ્તુ કહે છે, એવું ઠરે. પહેલું કહ્યું ને કે અભેદમાં ભેદ દેખાતો નથી, માટે ભેદ નથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com