________________
૪૨૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧ ભેદ થઈ ગયા. એય શશીભાઈ ! આ શશીભાઈ રહ્યા. અમારે વેદાંતી વિષ્ણુ હતા મોઢ-મોઢ ભાવનગર વાંચે છે. આહાહા !
આંહીં તો કહે છે કે વેદાન્તવાળા તો એક જ (સર્વ) વ્યાપક કહે છે. એક આત્મા વિજ્ઞાનઘન એમાં વિજ્ઞાન અને આત્મા એમેય નહીં, ઈ તો બસ એક-એકરૂપ વસ્તુ, એમાં ગુણભેદે ય નહીં, પર્યાયભેદે ય નહીં વિકાર નહીં ને અનેકતા ય નહીં અનેક દ્રવ્ય એય નહીં. આહાહા!
તો વેદાન્તમતવાળાઓ ભેદરૂપ એટલે ગુણના ભેદને, કે બીજી ચીજને કે પર્યાયને અનિત્યને દેખી અવસ્તુ, છે? “માયાસ્વરૂપ કહે છે.” એ તો માયા છે. મા. યા યા..મા! યા તે મા. નથી ! યા.. મા, માયા! મા..યા...યા... મા! તે નથી-યા તે નથી, પર્યાય નથી, ગુણભેદ નથી, અનેક નથી, એમ વેદાન્તનો મોટો મત છે. મુસલમાનમાં પણ એક સૂફી ફકીરનો એક મત છે. સૂફી ફકીર થાય છે એ પણ એકરૂપ માને છે. (શ્રોતા: એ પણ વેદાન્ત થાય ને?) વેદાંત નહીં, પણ ઈ વેદાંત જેવું જ માનનારા. સૂફી ફકીર થાય છે, એક ફેરે મેં જોયા 'તા બોટાદમાં બરાબર હું દરવાજા બહાર નીકળ્યો અને એ બરાબર સામે આવતા 'તા. તો બચારા ઊભા રહી ગયા. આમ તો મારું નામ મોટું પ્રસિદ્ધ તો ખરું ને, બોટાદ સંઘાડામાં (સંપ્રદાયમાં ) હજાર પંદરસે માણસો. બધા ચીમોતેરની સાલથી (મળવા ) આવે, કીધું એ ફકીરને ખ્યાલ હતો, હુતા વૈરાગી ઉદાસ-ઉદાસ આમ હું નીકળ્યો એટલે એકેકોર ઊભાં રહ્યાં. મેં કોઇને પૂછયું કે આ છે કોણ? કહે કે એ સૂફી ફકીર . વેદાંતની જેવું માનનારા.
એકરૂપ વસ્તુ છે એમ માનનારા હમ ખુદા , ખુદ યારો બીજો કોઈ ખુદા નહીં, હમ ખુદા હૈ. એવા ફકીર, હતા ઉદાસ જોયા 'તા બે હતાં ઘણું કરીને, દરવાજો છે બોટાદનો બહાર નીકળવાનો, ત્યાં અમે નીકળ્યા ત્યાં એ બિચારા આમ આવતા'તા, પણ એકકોર ઊભા રહીગયા. એ સૂફી ફકીર પણ આ તત્ત્વ મળ્યું ન હોય ને બિચારા શું કરે? વૈરાગી દેખાતા હતા, મોઢ વૈરાગ, ઉદાસ બીજા સાધારણ (લોકો) જેવા નહોતા દેખાતા પણ એકરૂપ વસ્તુ છે કે હમ ખુદા હૈ, સબ ખુદા . એક જ ખુદા હૈ-હમ હૈ ખુદ ખુદા યારો.
એમાં એક થઈ ગયો છે ને? નામ શું હેં? શૂળીએ ચડાવ્યો તો. મનસુર-મનસુર એક હતો એનામાં થાય છે. (શ્રોતા અનલહક્ક!) એ નહીં એ તો અનલહક્ક એમ બોલ્યા પણ એનું નામ શું? મનસુર, મનસુર હતો ઈ એક જ માને, ફાંસીએ ચડાવ્યો. ફાંસીએ ચડાવ્યો તો બોલે, અનલહક્ક –એક ખુદા મૈ હું. ખુદા એક હી હૈ. આવ્યું છે કથામાં આવે છે ને ફાંસીએ ચડાવ્યો, ફાંસી ઉપર, લોકો વિરોધમાં પડ્યા ને (કહે) ખુદા તુમ ખુદ એક ખુદા સબ ખુદા હૈં. ફાંસીએ ચડાવ્યો તો તે બોલે અનલહક્ક –એક ખુદા હૈ. દો ખુદા નહીં, દો તત્ત્વ નહીં ચડાવી દીધો ફાંસીએ.
આંહી કહે છે કે ઈ વેદાન્તમતવાળાઓ ભેદરૂપ એટલે અનેરી ચીજને દેખીને કે પોતાના ગુણભેદ દેખીને કે અનિત્યને દેખી, અવસ્તુ એ વસ્તુ જ નથી એમ કહે છે. માયા સ્વરૂપ છે, પણ માયાસ્વરૂપ છે કે નહીં? (છે) તો બે થઈ ગયા. એક આત્મા ને એક માયાસ્વરૂપ.
એ મોટી ચર્ચા થઈ 'તી પરમહંસ એક આવ્યા 'તા, મોતીલાલ. રાજકોટના હતા પરમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com