________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૧
૪૧૯
ભેદ નથી ને જુઠ્ઠો છે એમ કહેવામાં આવે છે. આહાહાહાહા ! અરે રે ! ક્યાંય મગજ ન મળે, જ્ઞાનને કેળવવાની શક્તિ ન મળે હવે ઈ ક્યાં. આહાહા !
(શ્રોતાઃ ઘડિકમાં આપ અખંડ કહો, ડિકમાં ખંડ કહો, અમારે તો આમાં કરવું શું ? ) કહ્યું ને ? બે ય અપેક્ષા તો કીધી. ખંડ છે, પણ અખંડ દૃષ્ટિના દેખનારને ખંડ દેખાતો નથી માટે ખંડને જૂઠો કહ્યો છે. ( શ્રોતાઃ અખંડને જોવાવાળાને ખંડ શેનો દેખાય ?)
માટે તો કહે છે અખંડને દેખનારને– અભેદને દેખનારને, નિત્યને દેખનારને, અભેદને દેખનારને, ભેદ દેખાતો નથી. એકાકાર દેખનારને અનેકતા દેખાતી નથી. નિત્ય દેખનારને અનિત્ય દેખાતું નથી. આ વળી વધારે સ્પષ્ટ કર્યું લ્યો. આહાહા ! અરે ! પ્રભુના મારગ બાપા ! અત્યારે તો સાંભળવા ય મુશ્કેલ પડે એવી ચીજ છે પ્રભુ ! શું કહીએ ! આહા !
શું કીધું ? કે અંત૨ જેણે શાનના ભાગને / પ્રમાણને નથી અહીંયાં, પ્રમાણ તો ત્રિકાળીને જાણે અને પર્યાયને જાણે-બેયને જાણે એનું નામ પ્રમાણ. માટે આંહી શુદ્ઘનય (કીધી છે) એ પ્રમાણનો અવયવ, નય છે–શુદ્ઘનય, પ્રમાણ છે ઈ ત્રિકાળીને જાણે ને વર્તમાનને જાણે, બેયને જાણે એનું નામ પ્રમાણ. હવે આ પ્રમાણનો અવયવ તે નય, એ માંહ્યલો અવયવ જે નિશ્ચય છે, શુદ્ઘનિશ્ચય છે પ્રમાણના ભાગનો એક વિષય નિશ્ચયને જાણનાર છે, તે એક વિષય છે, તે એક નય છે એ પ્રમાણ નથી. આહા !
એ નય, એક અંશને વિષય કરે છે. નય, દ્રવ્ય અને પર્યાય બેનો વિષય નથી કરતી. નય એક અંશને વિષય કરે પણ આ નય એક અંશને વિષય કરે. પણ એ અંશ ક્યો ? કે અભેદ ને એકાકાર નિત્ય અંશ છે એને વિષય કરે છે. આહાહા ! સમજાણું કાંઈ ?વિષય કરે છે એટલે શું ? કે લક્ષમાં લ્યે છે. ( શ્રોતાઃ એટલે એને જાણે છે.) આહાહા ! તેની દૃષ્ટિમાં ભેદ અવિધમાન અસત્યાર્થ જુઠ્ઠો કહેવો જોઈએ, હવે ખુલાસો કરે છે કે એની દૃષ્ટિમાં ત્રિકાળ વસ્તુ જ્ઞાયક પ્રભુ ચૈતન્ય ત્રિકાળ આનંદનો નાથ નિત્ય વસ્તુ ( હોવાથી ) એની દૃષ્ટિમાં ભેદ નથી, માટે તે ભેદને નથી કહીને જૂઠો કહેવામાં આવ્યો છે.
હવે એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. અસત્યાર્થ કહ્યો જૂઠો કહ્યો. નથી કહ્યો. અવિદ્યમાન કહ્યું ને ? વ્યવહા૨નો વિષય નથી જ, ઈ કઈ અપેક્ષાએ ? એ ત્રિકાળ દૃષ્ટિના અનુભવની અપેક્ષાએ, શુદ્ધનયનું ધ્યેય પૂર્ણ, અભેદ છે એની અપેક્ષાએ ભેદ નથી એમ કહ્યું. પણ સર્વથા ભેદ નથી જ એમ માને, આહાહા ! છે? એમ ન સમજવું. આહાહા !
આ ગાથામાંથી તો એક હતા ને નાથુલાલ પ્રેમી મુંબઈ, દિગંબર પંડિત હતા. ઈ આ ગાથામાંથી કાઢતા કે આ તો વેદાંતના ઢાળામાં ઢાળી છે આ ગાથા. આંહી પર્યાય નથી, પર્યાય નથી, પર્યાય જુઠ્ઠી છે તો વેદાંત પર્યાય જુઠ્ઠી છે એમ કહે છે ( પણ આંહી ) એમ નથી બાપુ ! એ તો પર્યાય બિલકુલ નથી એમ કહે છે ( વેદાંત ) પણ આંહી તો પર્યાયને, દ્રવ્યદૃષ્ટિમાં નથી દેખાતી માટે પર્યાયને જુઠ્ઠી કીધી, પર્યાય પર્યાયપણે છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? રવિવારનો દિવસ આ ભાવનગરવાળાં બધાં આવ્યા છે ને, એમાં આજે આવું આવ્યું છે આ. ( શ્રોતાઃ બહુ સારી વાત છે ને !) ગમે એટલી વાર વાંચે ને આ તો... અમૃતના સાગર છે. આહાહા !
શું કહ્યું ? કે વસ્તુ છે ને આત્મા પદાર્થ, એમાં ભલે ગુણ હો, પર્યાય હો, પણ ઈ વસ્તુ છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com